ગુજરાત રાજ્યમાં કોરોનાના રોજ નવા નોંધાતા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસ 778 નોંધાયા છે. આજના નવા કેસ સાથે હવે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,17,012 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોનાં મૃત્યુ નોંધાયા છે જ્યારે રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા
2,613 છે.
- Advertisement -
અત્યાર સુધીમાં ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,90,906 છે જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 16,162 થઈ છે.


