તા. 1થી 12 દરમ્યાન કુલ 50 કેસોનો નિકાલ અન્ય આસામીઓની મિલકત જપ્ત કરવા આદેશ
રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા સરફેસી એક્ટ- 2002 હેઠળ મિલકતનો કબજો લેવાના આદેશ આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 50 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
- Advertisement -
વધુમાં સરફેસી એક્ટ-2002ની કલમ 14 મુજબ રાજકોટ જીલ્લામાં નિર્ણિત થયેલા કેસો પૈકી તા. 1/8થી 12/9 એટલે કે 10થી 12 દિવસ દરમ્યાન કુલ 50 કેસોમાં રૂૂ. 73.91,54,663 કરોડની મિલકતની રિકવરી કરવામાં આવી છે. જયારે અન્ય આસામીઓનો જામીનદાર પાસેની મિલકતનો કબ્જો લઇ, નાણાંકીય સંસ્થાના અધિકૃત અધિકારોને સોંપવા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ સર્વ બીજી મિલકતો સંબંધે બેંક નાણાંકીય સંસ્થાઓને કબ્જો સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેવું આજ રોજ રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું. આમ, સરફેસના કુલ 50 કેસોમાં રૂૂ. 73 કરોડથી વધુની મિલકતની રિકવરી કરવામાં આવી છે. જેમાં 99 ટકા રાજકોટની બેન્કો અને અન્ય આશપાસના ગામડાઓની બેન્કોનો સમાવેશ થાય છે.



