By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    15 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    14 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    15 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    15 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    15 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
સ્પોર્ટ્સ

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

Khaskhabar Editor
Last updated: 2026/07/03 at 12:47 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

ફિફા વર્લ્ડ કપ : ક્રોએશિયાને 2-1 થી હરાવી પુર્તગાલ અંતિમ-16માં

અન્ય મેચમાં સ્પેને ઓસ્ટ્રિયાને 3-0 થી કચડી નાખ્યું ; ગોલકીપર ઉનાઈ સિમોનનો નવો રેકોર્ડ

- Advertisement -

ટોરન્ટો

ફિફા વિશ્વ કપ-2026ના રાઉન્ડ ઓફ 32ના સૌથી રોમાંચક અને ભાવનાત્મક મુકાબલામાં પુર્તગાલે ક્રોએશિયાને 2-1થી પરાજય આપી અંતિમ-16માં સ્થાન મેળવી લીધું છે. ટોરન્ટોના મેદાન પર રમાયેલી આ મેચમાં છેલ્લી મિનિટ સુધી સસ્પેન્સ, ડ્રામા અને લાગણીઓનો સંગમ જોવા મળ્યો હતો. મેચ બાદ મેદાન પર ઉભરાયેલા ભાવુક દ્રશ્યો ફૂટબોલ ચાહકોના દિલને સ્પર્શી ગયા હતા, જ્યારે ફૂટબોલના મહાનાયક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના આંસુઓ રોકી શક્યા ન હતા. મેચ પહેલા જ પુર્તગાલની ટીમ માટે આ દિવસ ખાસ અને લાગણીસભર હતો. ટીમના દિવંગત સ્ટાર ખેલાડી ડિઓગો જોટાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ટીમે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રોનાલ્ડોએ ખાસ કરીને જોટાની 21 નંબરની જર્સી પહેરીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો અને જીત બાદ આ વિજય પોતાના સાથી ખેલાડીને સમર્પિત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે 3 જુલાઈ, 2025ના રોજ સ્પેનમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ડિઓગો જોટા અને તેના ભાઈ આન્દ્રે સિલ્વાનું અવસાન થયું હતું. લગ્નના માત્ર 11 દિવસ બાદ બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ફૂટબોલ જગતને આઘાતમાં મૂકી દીધું હતું. મેચ પૂર્ણ થયા બાદ રોનાલ્ડો સાથી ખેલાડીઓને ભેટીને ભાવવિભોર થઈ ગયો હતો અને સ્ટેડિયમમાં ઉપસ્થિત ચાહકોનું ભીની આંખે અભિવાદન ઝીલ્યું હતું. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો એકબીજા સામે ગોલ નોંધાવવામાં નિષ્ફળ રહી હતી અને સ્કોર 0-0ની બરાબરી પર રહ્યો હતો. જોકે, બીજા હાફની 53મી મિનિટે ક્રોએશિયાના ઇવાન પેરિસિચે ગોલ ફટકારી પોતાની ટીમને 1-0ની લીડ અપાવી હતી.

- Advertisement -

પુર્તગાલે 64મી મિનિટે વાપસી કરી હતી. બોક્સની અંદર પુર્તગાલના ખેલાડી પર થયેલા ફાઉલ બાદ રેફરીએ VARની મદદથી પેનલ્ટી ફટકારી હતી, જેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ચોક્કસ ગોલમાં ફેરવી સ્કોર 1-1થી સરભર કર્યો હતો. આ ગોલ રોનાલ્ડોના વિશ્વ કપ નોકઆઉટ ઇતિહાસનો પ્રથમ ગોલ સાબિત થયો હતો. અસલી રોમાંચ ઇન્જરી ટાઈમ દરમિયાન જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા વિવાદો અને રમતના વિરામોને કારણે ઉમેરાયેલો સમય 18 મિનિટ સુધી લંબાયો હતો. 90+4મી મિનિટે રાફેલ લિયાઓના શાનદાર ક્રોસ પર ગોન્ઝાલો રામોસે હેડર વડે ગોલ ફટકારી પુર્તગાલને 2-1ની નિર્ણાયક લીડ અપાવી હતી.

ક્રોએશિયાએ 90+15મી મિનિટે ગોલ નોંધાવી મેચને ફરી બરાબરી પર લાવ્યાનો જશ્ન મનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ VAR ચેક બાદ ગોલને ઓફસાઇડ જાહેર કરવામાં આવતા ગોલ રદ થયો હતો અને ક્રોએશિયાનું વિશ્વ કપનું સ્વપ્ન તૂટી ગયું હતું. ક્રોએશિયાના દિગ્ગજ ખેલાડી લુકા મોડ્રિચ માટે આ અંતિમ વિશ્વ કપ સાબિત થયો હતો. મેચ પૂર્ણ થયા બાદ રોનાલ્ડોએ મોડ્રિચને ગળે લગાવી સાંત્વના આપી હતી, જે દ્રશ્યે ખેલદિલીની અનોખી મિસાલ ઉભી કરી હતી. બીજી તરફ, લોસ એન્જલસમાં રમાયેલા અન્ય નોકઆઉટ મુકાબલામાં સ્પેને ઓસ્ટ્રિયાને 3-0થી પરાજય આપી અંતિમ-16માં સ્થાન પાકું કર્યું હતું. સ્પેન તરફથી મિકેલ ઓયરજાબલે બે ગોલ નોંધાવ્યા હતા જ્યારે પેડ્રો પોરોએ એક ગોલ ફટકાર્યો હતો. હવે વિશ્વ ફૂટબોલના ચાહકોની નજર ડલાસમાં રમાનારા અંતિમ-16ના મહામુકાબલા પર રહેશે, જ્યાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પુર્તગાલ અને સ્પેન આમને-સામને ટકરાશે.

રોનાલ્ડોના નામે વધુ બે ઐતિહાસિક સિદ્ધિઓ
– 41 વર્ષ અને 147 દિવસની ઉંમરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફિફા વિશ્વ કપના નોકઆઉટ મુકાબલામાં રમનારો ઇતિહાસનો સૌથી વયસ્ક ખેલાડી બન્યો છે.
– 40 વર્ષની ઉંમર બાદ વિશ્વ કપના નોકઆઉટ મુકાબલામાં ગોલ નોંધાવનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
– સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોનનો વિશ્વ રેકોર્ડ : સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોને ઓસ્ટ્રિયા સામેની મેચમાં સતત 519 મિનિટ સુધી એક પણ ગોલ ન ખાઈ વિશ્વ કપ ઇતિહાસમાં સૌથી લાંબી ક્લીન શીટ જાળવવાનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
– ઇટાલીના દિગ્ગજ ગોલકીપર વોલ્ટર ઝેન્ગાના 517 મિનિટના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

You Might Also Like

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !

7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો
Next Article સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?