ત્રણ માસમાં જ ઇંધણ વેચાણમાં 1.88 લાખ કરોડની ખોટ ગઇ છે : હજુ આપણે સ્ટોક ક્ષમતા પણ વધારવાની છે
કુડતેલના ભાવ ઘટાડાના કારણે એક તરફ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ તથા કેન્દ્ર સરકાર રાહત અનુભવી રહી છે પણ અગાઉ ચાર માસથી પેટ્રોલ-ડિઝલ-ગેસના ઉંચા ભાવ ચુકવી રહેલા દેશના લોકોને રાહ્ત માટે રાહ જોવી પડશે. આંતરરાષ્ટ્રીય બજારો હવે કુડતેલના ભાવમાં રોજબરોજ નવી નીચી સપાટીએ પહોંચી રહ્યા છે તે સમયે મોંઘવારીનો માર અગાઉથી સહન કરી રહેલી જનતા માટે કેન્દ્રીય મંત્રી પાસે બે સારા-વિધાનો પણ નથી.
કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટાડા અંગેના એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે આગામી સપ્તાહમાં ક્રુડતેલ માર્કેટ સ્થિર થઈ ગયા બાદ જ ભાવમાં ઘટાડો કરવા વિચારી શકાશે. ઓઈલ રિફાઈનરીમાં હજું પણ બે માસ પુર્વે ઉંચા ભાવે ખરીદાયેલા કુડતેલને પ્રોસેસ કરીને પેટ્રોલ-ડિઝલ વેચી રહી છે અને તા.૩૦ જૂન સુધીમાં ઓઈલ કંપનીઓની ખોટ રૂા.૭૪૭૮૧ કરોડ કરી છે.
- Advertisement -
તેઓએ કહ્યું કે જો કુડતેલ હાલની સપાટીએ લાંબો સમય રહે તો ભાવ ક્યારે ઘટશે તે પ્રશ્ન પૂછાય તો વ્યાજબી છે પણ હાલ અટકળો કરવા માટે યોગ્ય નથી. તેઓએ દાવો કર્યો કે, આંતરરાષ્ટ્રીય ઘટનામાં નાણાકીય દબાણ વચ્ચે પણ દેશમાં ઈંધણ સપ્લાય જળવાઇ રહે તે સરકારે નિશ્ચિત કર્યું હતું અને આપણા ભાવો નીચા જ છે. યુરોપીયન દેશો અને પાડોશી દેશોમાં ઘણા ઉંચા ભાવ છે.
તેઓએ દાવો કર્યો કે, માર્ચથી મે માસ સુધી ક્રૂડતેલ ભાવ ઉંચા જ રહ્યા છે. હવે જૂન મધ્યથી તેમાં ઘટાડો નોંધાયા છે અને હાલ ઓઈલ કંપનીમાં પેટ્રોલ-ડિઝલ ગેસના ભાવમાં અન્ડર રિકવરી (વેચાણ ભાવમાં ખોટ) કરી રહી છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૬ના ચોથા કવાટર (જાન્યુ-માર્ચ ૨૦૨૬) તથા ૨૦૨૭ના પ્રથમ કવાટરમાં (એપ્રિલ-જૂન) કુલ રૂા.૨.૧૦ લાખ કરોડ થઈ છે.
એપ્રિલ જૂન માસમાં જ પેટ્રોલ વેચાણમાં ૧૯૯૦૫ કરોડ ડિઝલ વેચાણમાં રૂ.૧.૪૪ લાખ કરોડ અને એલપીજીમાં ૨૪૧૪૮ કરોડની ખોટ ગઈ છે. આમ ત્રણ માસમાં જ રૂા.૧.૮૮ લાખ કરોડની ખોટ ગઈ છે. તેઓએ દાવો કર્યો કે બંદરોથી લઈને રિફાઈનરી અને ઓઈલ કંપનીઓના ડેપોમાં ૭૯ દિવસનો પેટ્રોલિયમ સ્ટોક છે તથા આપણે આ કટોકટીમાંથી શિખ્યા છીએ કે વધુ સ્ટોરેજ ઉભા કરવા પડશે. તેઓએ જણાવ્યું કે કાલે વડાપ્રધાન મોદી રાજસ્થાનથી એચપીસીએલ રિફાઈનરી ખુલ્લી મુકશે જે દેશની ક્રુડતેલ રીફાઈન કેપેસીટી વધારશે.




