કેન્દ્રીય મંત્રાલયના મહાનગરોના સર્વેમાં મહત્વના તારણો
ગુજરાતમાં લોકોનું કામ વધુ, કમાણી ઓછી : અમદાવાદમાં કામના કલાક 52.6, સુરતમાં 51.7 તથા વડોદરામાં 44 કલાક છે.
- Advertisement -
રાષ્ટ્રીય સ્તરે સ્વરોજગારી મેળવતી વ્યક્તિની સરેરાશ માસિક આવક 30858, જ્યારે અમદાવાદની 27438, સુરતની 25658 તથા વડોદરાની 25332
ગુજરાતના રાજકોટ સહિતના અન્ય શહેરોના વેપારીઓ કરતા અમદાવાદમાં સ્વરોજગારી (ધંધો) કરનારાની કમાણી વધુ છે. વધુ કામ કરતાં હોવા છતાં કમાણીમાં પાછળ છે એટલું જ નહીં, આ રકમ રાષ્ટ્રીય સ્તરે સ્વરોજગારી મેળવતા લોકોની આવક કરતા પણ ઓછી છે.
કેન્દ્ર સરકારના સ્ટેટેસ્ટીક તથા કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા 10 લાખથી વધુની વસીત ધરાવતા શહેરોમાં કરાયેલા સર્વેના રસપ્રદ તારણો નિકળ્યા છે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં સ્વરોજગારી મેળવતી વ્યક્તિની સરેરાશ માસિક આવક રૂા.27438 છે અને સપ્તાહમાં સરેરાશ 52.4 કલાક કામ કરે છે. રાજકોટમાં આવી વ્યક્તિ અઠવાડિયામાં સરેરાશ 54.7 કલાક કામ કરતી હોવા છતાં કમાણી 27039 જ છે. સુરતમાં આવી વ્યક્તિ 44.9 ટકા કામ કરે છે અને 25658ની કમાણી છે. જ્યારે વડોદરામાં સ્વરોજગાર વ્યક્તિની માસિક કમાણી 22562 સૌથી ઓછી છે. સાથોસાથ અઠવાડિયે કામ પણ માત્ર 42.9 કલાક જ કરે છે. 10 લાખથી વધુની વસતી ધરાવતા 46 શહેરોના સર્વેના આધારે સ્વરોજગારી મેળવતા લોકોની માસિક આવક 30858 રૂપિયા છે જે ગુજરાતના ચાર મહાનગરોની વ્યક્તિની કમાણી કરતા વધુ છે. નવી મુંબઇમાં સ્વરોજગારી મેળવતી વ્યક્તિની કમાણી સૌથી વધુ 66613 છે. આ સર્વેમા 46 શહેરોના 60,000થી વધુ લોકોને આવરી લેવાયા હતા. ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટના 8000 લોકોને સામેલ કરાયા હતા. પગારદાર વર્ગની આવક ચકાસવામાં આવે તો વડોદરા ટોપ પર છે.
- Advertisement -
ગુજરાતમાં વડોદરાના કર્મચારીની વેતન આવક 25342 છે. અમદાવાદમાં 23249, રાજકોટમાં 20548 તથા સુરતમાં 19460 છે. જો કે, ચારેય શહેરોમાં પગારદાર કર્મચારીની માસિક આવક 28808ની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે. સૌથી વધુ માસિક આવક નવી મુંબઇના કર્મચારીઓની છે જે સરેરાશ 51515 છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે ગુજરાતના લોકો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સમય (કલાકો) કામ કરતા હોવા છતાં કમાણીમાં પાછળ છે. રાજકોટના લોકો અઠવાડિયે સૌથી વધુ 54.7 કલાક કામ કરે છે. બીજા ક્રમે અમદાવાદમાં કામના કલાક 52.6, સુરતમાં 51.7 તથા વડોદરામાં 44 કલાક છે. રાષ્ટ્રીયસ્તરે કામના સરેરાશ 49.5 કલાક છે. આ જ રીતે અન્ય એક રસપ્રદ તારણ એ છે કે પગારદાર કર્મચારીઓમાં રાજકોટ સિવાયના શહેરોમાં સ્વરોજગાર વ્યક્તિ કરતા વધુ કામ કરે છે. સુરતમાં આ અંતર સૌથી મોટું છે. પગારદાર 57.3 કલાક જ્યારે સ્વરોજગારી ધરાવતી વ્યક્તિ માત્ર 44.9 કલાક કામ કરે છે. રાજકોટમાં પગારદાર 53.9 કલાક તથા સ્વરોજગાર ધરાવનાર 54.7 કલાક કામ કરે છે. અમદાવાદ-વડોદરામાં આ ગેપ બે કલાકનો છે.




