રાજકોટમાં આરોગ્ય શાખાનું મેગા ચેકિંગ: વાસી ખોરાક પીરસતી 5 પેઢીને સીલ મારવામાં આવી
મવડીની ‘રજેશન ફૂડ પ્લાનેટ’માં ગંદકીની હદ વટાવી: મંકોડા અને ફૂગવાળો 186 કિલો જથ્થો ઝડપાયો
- Advertisement -
મોરબી રોડ પર આવેલી શ્રીજી ડેરીફાર્મમાંથી 23 કિલો વાસી મીઠાઈ અને ખોડિયાર ડેરીમાંથી 12 કિલો વાસી ફરસાણ નાશ
હોટલ એમબોયમાંથી 31 કિલો વાસી શાકભાજીનો નાશઃ કાલાવાડ રોડ પર આવેલી ‘હોટ & સ્પાઈસી’માંથી 3 કિલો વાસી બ્રેડનો નાશ
- Advertisement -
જો તમે પણ હોટેલ, રેસ્ટોરન્ટ કે બેકરીની આકર્ષક લાઈટો અને ટેસ્ટી ફૂડ જોઈને બહાર ખાવાના શોખીન છો, તો આ અહેવાલ તમારા માટે લાલબત્તી સમાન છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહીના ભાગરૂપે મવડી વિસ્તારમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મવડી ગામ બાયપાસ, મવડી વન બિલ્ડિંગની પાછળ, ખોડિયાર ઇન્ડસ્ટ્રિયલ એરિયા શેરી નં-૩ મુકામે આવેલી જાણીતી પેઢી “રજેશન ફૂડ પ્લાનેટ (બેકર્સ એન્ડ કેટરર્સ)” માં દરોડા પાડતા અત્યંત આઘાતજનક અને કંપારી છૂટી જાય તેવું ચિત્ર સામે આવ્યું છે.
આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરીને અત્યંત અનહાઈજેનિક અને ગંદકીભરી સ્થિતિમાં ખાણી-પીણીની વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી હતી. અહીં રાખવામાં આવેલા ખોરાકમાંથી જીવાત, મંકોડા અને ફૂગ વળેલી જોવા મળી હતી. ફૂડ વિભાગે સ્થળ પરથી વાસી તેમજ એક્સપાયર થઈ ગયેલો આઇસ્ક્રીમ, બેકરીનું રો-મટીરીયલ, બ્રાઉની, ચોકલેટ, કપ કેક, મીઠાઈ, બટર અને ચીઝ સહિતનો કુલ ૧૮૬ કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો.
નિયમોના ધજાગરા ઉડાવતી અને લોકોના જીવ જોખમમાં મૂકતી આ પેઢીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ ફૂડ વિભાગે પેઢી પાસેથી રૂ. ૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે અને હાઈજેનિક કન્ડિશન તેમજ લાઇસન્સ બાબતે કડક નોટિસ ફટકારી છે. આરોગ્ય વિભાગે વધુ તપાસ અર્થે સ્થળ પરથી (૧) વેનીલા આઇસ્ક્રીમ (લૂઝ) અને (૨) કેક ક્રીમ પાઈનેપલના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગંદકી અને ભેળસેળ યુક્ત સામગ્રી વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પનીર, ચીઝના શંકાસ્પદ સેમ્પલ લેવાયા
- આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા: આજી વસાહત (A-2/5) ખાતે આવેલ ‘કવીન્સ ફૂડ્સ & બેવરેજીસ’ ને નોટિસ આપી ત્યાંથી પનીર તેમજ ચીઝ (લૂઝ) ના નમૂના લેવાયા હતા.
- મિલપરા: મિલપરા શેરી નં. 26 માં આવેલ ‘જય શ્રી ખોડિયાર દુગ્ધાલય’ ને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી પનીર (લૂઝ) નો સેમ્પલ લેવાયો હતો.
- જામનગર રોડ: બજરંગ વાડી, પટેલ જવેલર્સની બાજુમાં આવેલ ‘શ્રી ગાયત્રી ડેરીફાર્મ’ માંથી પણ ફૂડ વિભાગે પનીર (લૂઝ) નો નમૂનો લીધો હતો.
- મવડી ચોકડી, મવડી રોડ પર આવેલ વરુડી ડેરીમાંથી 7 Kg લેબલ વગરના વાસી અખાદ્ય ફરસાણનો નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ કાવ્યા પનીર લો ફેટ નું સેમ્પલ લેવામાં આવેલ. રાધેશ્યામ ડેરી માંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવ્યા




