Asia Cup 2023માં આજે પાકિસ્તાને નેપાળને 238 રનથી હરાવ્યું હતું. જેમાં બાબર આઝમે 151 રન ફટકર્યા હતા તો શાદાબે 4 વિકેટ ઝડપી હતી.
એશિયા કપની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તારને 238 રનથી નેપાળને હરાવ્યું હતું.નેપાળની આખી ટીમ 23.4 ઓવરમાં માત્ર 104 રનમાં જ સમેટાઈ ગઈ હતી.પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે નેપાળને જીતવા માટે પાકિસ્તાને 343 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
- Advertisement -
The moment of the day has to be King Babar Azam's 151 runs 🥵🙌 ,
Indians take notes,
Because we are coming to own you and your kohli on 2nd September 😈🤡.#PAKvsNEP #AsiaCup2023 #AsiaCup23#BabarAzam #INDvPAK #INDvsPAK pic.twitter.com/3FSy9eCVh8
- Advertisement -
— Umais Malik 🇵🇰 (@RRstan1) August 30, 2023
પહેલી જ ઓવરમાં નેપાળના 3 ખેલાડી પરત ફર્યા
બાદમાં પ્રથમ બેટિંગમાં ઉતરેલા પાકિસ્તાનના ખેલાડીઓએ 50 ઓવરમાં 6 વિકેટે 342 રન બનાવ્યા હતા. જેમાં બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદે સદી પાર કરી હતી. બાદમાં નેપાળની શરૂઆત સારી રહી ન હતી. પહેલી જ ઓવરમાં નેપાળના 3 ખેલાડી 14 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.બાદમાં પાકિસ્તાનના 8 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા નથી. નેપાળ માટે સોમપાલ કામીએ 46 બોલમાં સૌથી વધુ 28 રન કર્યા હતા.
King Babar Azam handshake 🤝 with ball picker ❤️🫶 before starting the Match #PAKvsNEP
Amazing Gesture from #BabarAzam #GOAT𓃵#MultanCricketStadium pic.twitter.com/CZWNzC1q5F
— Ahtasham Riaz (@AhtashamRiaz_) August 30, 2023
બાબર આઝમે 131 બોલમાં 151 રન કર્યા
પાકિસ્તાનના શાદાબ ખાને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શાહીન આફ્રિદી અને હરિસ રઉફે 2-2 વિકેટ પોતાને નામ કરી હતી. તો નસીમ શાહ અને મોહમ્મદ નવાઝને 1-1 વિકેટ ઝડપી હતી. બીજી બાજુ પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે 131 બોલમાં 151 રન અને ઈફ્તિખાર અહેમદે 71 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતા.