રાષ્ટ્ર સંત નમ્રમૂની મહારાજ સાહેબ જૂનાગઢમાં ગત વર્ષે ચાર્તુરમાસ કર્યો ત્યારથી ધાર્મિક પ્રવૃતિઓની સાથો સાથ સામાજીક સેવાઓ જૂનાગઢ શહેરને મળેલી છે. જેમાં ગત તા.29 જાન્યુઆરીના રોજ ગુરૂદેવના આર્શિવાદથી જૂનાગઢમા: અર્હમ અનુકંપા હેઠળ માંદા, અશકત, ઘાયલ, પશુ પક્ષીની સ્થળ ઉપર 24 કલાક નિ:શુલ્ક સારવાર તથા સાજા ન થાય ત્યા સુધી નિભાવ આપતી સંસ્થાનો શુભારંભ કરવામાં આવેલ હતો અને વર્ણિક ક્ધયા છાત્રાલય ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તકે અભિયાનના મુખ્ય પ્રણેતા અને પ્રમુખ ર્કિતીભાઇ દોષી, પ્રોફેસર વી.એસ.દામાણી તેમજ રાજકોટના સાંગાણી સાહેબ, સીરીશભાઇ પંચમીયા, ડો.મિતેષ ખોખાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢમાં પશુ પક્ષીની સારવાર અર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ
TAGGED:
ambulance, animal, birdtreatment, junagadh
Follow US
Find US on Social Medias


