ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સોખડામાં ગાયનું ચામડું, માંસ, હાડકાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. શહેરમાં કોઇપણ પ્રાણીનું મોત થાય એટલે તેના માટે મનપાએ ક્ધઝર્વન્સી વિભાગ શરૂ કર્યો છે જેમાં ફોન કરતાં જ મરેલું પશુ લેવા વાહન આવે છે. આ વાહન સોખડા ડમ્પિંગ સાઈટ જાય છે અને ત્યાં ખાડો ખોદીને મૃત પશુને દાટી દેવાય છે. આ ચોપડા પર થતી કામગીરી છે પણ હકીકતમાં સોખડાની મનપાની સાઈટ પર અમુક અસામાજિક તત્ત્વોનો દાયકાઓથી કબજો છે જે મૃત ગાયોનું ચામડું, માંસ અને હાડકાં વેંચવાનો કાળો કારોબાર કરી રહ્યા છે. સોખડામાં મનપાની સાઈટ પર અસામાજિક તત્વો પશુઓમાં ખાસ કરીને ગાયનું ચામડું કાઢે, માંસ કાઢે, નસો કાઢે અને આ બધું વેચી નાખે છે. હાડકાંઓને ખુલ્લામાં ફેંકી સૂકાવા દે અને પછી એ હાડકાંઓને પણ વેચી દે છે. આવું છાનેખૂણે નહીં પણ સરાજાહેર ખુલ્લા મેદાનમાં મનપાના કર્મચારીઓની સાઠગાંઠ સાથે ચાલી રહ્યું છે. ગૌરક્ષકો અને તંત્રને પણ આ કાળા કારોબારની ખબર છે પણ ગાયોને કાપતા શખ્સોને અટકાવવાની હિંમત નથી કરી શકતા. આ શખ્સો તીક્ષ્ણ હથિયારો રાખે છે અને ડમ્પિંગ સાઈટમાં કોનો મૃતદેહ ક્યાં કપાઈને દટાય જાય તે શોધવાથી પણ મળે નહીં એટલે જ અહીં ફરકવામાં પણ બધા ડરે છે. મૃત ગાયના શરીરને ક્ષતવિક્ષત કરતા પોતાની નજરે જોતા ગાયોના મૃતદેહોને અભડાવીને કરાતા કૌભાંડનો પર્દાફાશ એક મીડિયા દ્વારા કરાયો છે.
MLA કોરડિયાની જેમ જીતુ સોમણીએ પોતાના વિસ્તારમાં ચાલતી ગૌ માંસ, નસ, હાડકાંની તસ્કરી અટકાવવી જરૂરી
હાલમાં જ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ મૃત ગાયોના ચામડા ઉતારી પછી દફનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ અંગેની ઓડિયો ક્લિપ પણ જારી થઈ છે. જૂનાગઢ મનપાના અધિકારીઓની મૃત ગાયોના ચામડા ઉતારવાના ગોરખધંધામાં સાંઠગાંઠ હોવાના પણ આક્ષેપ થયા હતા. હવે રાજકોટ મનપાના અધિકારીઓની સોખડાની ડમપીંગ સાઈટ પર મૃત ગાયોના માંસ, નસ, હાડકાં વેંચવાના કૌભાંડમાં સાંઠગાંઠ સામે આવી છે. આ સોખડા વિસ્તાર ધારાસભ્ય જીતુ સોમાણીનો મતવિસ્તાર છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયામાંથી પ્રેરણા લઈ ધારાસભ્ય જીતુ સોમણીએ પણ પોતાના વિસ્તારમાં ચાલતી ગૌ માંસની તસ્કરી અટકાવવી જરૂરી છે.
- Advertisement -
સોખડા વિસ્તારમાં ધમધમી રહ્યું છે કૌભાંડ: પાપીઓને જેલમાં પૂરવા માંગ
મૃત ગાયના નસની નિકાસ છેક અમદાવાદથી વિદેશ સુધી ડિમાન્ડ!
ગાયના ચામડા, માંસ, હાડકાં ઉપરાંત નસ પણ અલગ કરીને તેની સૂકવણી કરાય છે અને તે માટે માચડો બનાવાય છે. આ નસ સૂકાય એટલે જ્યાં જરૂર હોય ત્યાં તે પાર્સલ મોકલી દે છે અને પછી તેને એક્સપોર્ટ કરી ચાઈના, કોરિયા સહિતના દેશોમાં મોકલાય છે. વિદેશમાં ગાયોની નસની ડિમાન્ડ છે અને ત્યાં તેઓની પરંપરાગત ઔષધી સિસ્ટમ મુજબ દવા બને છે માટે અમદાવાદની પાર્ટી આ નસ મગાવે છે અને ત્યાંથી વિદેશ મોકલાય છે.
ગાયોનાં હાડકાં અને નખનો પણ થતો કાળો વેપાર: હિન્દુ આસ્થા પર કારમો આઘાત કઈ રીતે કરવામાં આવે છે કૌભાંડ?
રાજકોટ મનપાએ ચાર પગવાળા મૃત પશુઓ ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલો છે જેને દૈનિક 5500 રૂપિયા આપવામાં આવે છે. મનપાના કોલ સેન્ટરમાં મરેલા પશુની ફરિયાદ આવે એટલે આ કોન્ટ્રાક્ટરને પોતાના વાહનમાં પશુઓ ઉપાડી સોખડા ડમ્પિંગ સાઈટ પર લઈ જવાનું હોય છે. સાઈટ પર મનપાના ક્ધઝર્વન્સી વિભાગના કર્મચારીઓ બુલડોઝર સાથે તૈનાત હોય છે તેઓ ખાડો ખોદે અને તેમાં પશુ નાખી મીઠું નાખી પશુ દાટી દેવાનું હોય છે. પણ કોન્ટ્રાક્ટર ફરિયાદ આવે એટલે પોતે જવાને બદલે સોખડા ખાતે ગાયોને કાપવાનું કામ કરતા શખ્સોને જ ફોન કરી દે છે. શખ્સો પોતાના ખાનગી વાહનમાં સ્થળ પર જઈને ગાયના મૃતદેહને ઉપાડી આવે છે અને તે બદલ કોન્ટ્રાક્ટરને કમિશન આપે છે. આ મૃતદેહ સોખડા લઈ આવી તેને ક્ષતવિક્ષત કરે છે. ક્ધઝર્વન્સી વિભાગનું બુલડોઝર અને કર્મચારીઓ સામે જ ઊભા હોય છે જોકે તેમને પણ લાભ મળતો હોવાથી કશું બોલતા નથી. માત્ર હાજરી પૂરી સોખડાનું પટ રેઢું મૂકી રવાના થઈ જાય છે.
- Advertisement -
ગાયની તસ્કરીના પૈસાનો ઉપયોગ જકાત, જેહાદ અને આતંકવાદ માટે કરવામાં આવે છે
ગેરકાયદે ગાયની તસ્કરી માત્ર હિંદુ આસ્થાને જ ઠેસ પહોંચાડી રહી નથી, પરંતુ ગાયની તસ્કરી દેશની આંતરિક સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે. રાજ્યમાં ગૌહત્યા, ગાયની તસ્કરી અને જેહાદી પ્રવૃતિઓ સામે સરકાર કડક કાર્યવાહી કરે એ આવશ્યક છે. કારણ કે એવું કહેવાય છે કે, ગાયની તસ્કરીના પૈસાનો ઉપયોગ જકાત, જેહાદ અને આતંકવાદ માટે કરવામાં આવે છે. કેટલાક અધિકારીઓની મિલીભગતથી રાજ્યભરમાંથી મૃત ગાયોના હાડકાં, માંસ, નસ છેક વિદેશમાં મોકલાઈને વેંચાઈ રહ્યા છે જેના પર સરકારે અંકુશ લાવવા ગૌ તસ્કરી કરનારાઓ અને આ કાળા કારોબારમાં સંડોવાયેલા અધિકારીઓને પકડી કડક સજા આપવી જોઈએ.