By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવાઝની સફળતાનું રહસ્ય : દુનિયા લાસ્ટ પર્ફોર્મન્સ યાદ રાખે છે, પાસ્ટ નહીં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > નવાઝની સફળતાનું રહસ્ય : દુનિયા લાસ્ટ પર્ફોર્મન્સ યાદ રાખે છે, પાસ્ટ નહીં!
AuthorTALK OF THE TOWNTushar Dave

નવાઝની સફળતાનું રહસ્ય : દુનિયા લાસ્ટ પર્ફોર્મન્સ યાદ રાખે છે, પાસ્ટ નહીં!

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 1:32 PM
Khaskhabar Editor 6 years ago
Share
12 Min Read
SHARE

જો તમે આગળનું દરેક પાત્ર કે પર્ફોર્મન્સ ભૂલીને નવાની તૈયારી કરે રાખશો તો એ પાત્રો તમે ભલે ભૂલી ચૂક્યા હોવ, પણ લોકો એને યાદ રાખશે, પણ જો તમે કોઈ સર્જન, પાત્ર કે પર્ફોર્મન્સના પ્રેમમાં પડીને એનાથી ડિટેચ નહીં થઈ શકો તો લોકો તમને ભૂલી જશે!

રોબિનસિંઘના રિફલેક્શન્સ ધીમા પડે ત્યારે દુનિયાની આંખો એના પરથી હટીને તાજા આવેલા તરવરિયા યુવરાજસિંઘ પર જતી જ રહે એ નિયમ છે. પર્ફોર્મન્સબેઝ્ડ ક્ષેત્રોનું આ જ અંતિમ સત્ય છે.

જો પોતાના યુગની વાતો વાગોળ્યાં કરીને પર્ફોર્મન્સ સતત ઈમ્પ્રૂવ નહીં કરો તો ફેંકાઈ જતા વાર નહીં લાગે. સતત ઈમ્પ્રૂવ થવામાં પણ ‘પડશે એવા દેવાશે‘ની નીતિ નહીં ચાલે કારણ કે આજના યુગમાં તો પડશે એવા કે દેતાં ય નહીં આવડે.

  • તુષાર દવે

હમણાં નવાઝુદ્દિન સિદ્દિકીનો એક ઈન્ટરવ્યૂ જોયો. યુ ટ્યુબની મેન્સ એક્સ પી ચેનલના એન્કરે નવાઝને એક રસપ્રદ સવાલ પૂછ્યો જેનો જવાબ સામાન્ય કરતાં ઘણો ‘હટકે’ હતો અને કદાચ નવાઝુદ્દિન સિદ્દિકીની સફળતાનું એક રહસ્ય પણ એ જવાબમાં જ છુપાયેલું હોય એવું લાગ્યું.

Contents
જો તમે આગળનું દરેક પાત્ર કે પર્ફોર્મન્સ ભૂલીને નવાની તૈયારી કરે રાખશો તો એ પાત્રો તમે ભલે ભૂલી ચૂક્યા હોવ, પણ લોકો એને યાદ રાખશે, પણ જો તમે કોઈ સર્જન, પાત્ર કે પર્ફોર્મન્સના પ્રેમમાં પડીને એનાથી ડિટેચ નહીં થઈ શકો તો લોકો તમને ભૂલી જશે!રોબિનસિંઘના રિફલેક્શન્સ ધીમા પડે ત્યારે દુનિયાની આંખો એના પરથી હટીને તાજા આવેલા તરવરિયા યુવરાજસિંઘ પર જતી જ રહે એ નિયમ છે. પર્ફોર્મન્સબેઝ્ડ ક્ષેત્રોનું આ જ અંતિમ સત્ય છે.જો પોતાના યુગની વાતો વાગોળ્યાં કરીને પર્ફોર્મન્સ સતત ઈમ્પ્રૂવ નહીં કરો તો ફેંકાઈ જતા વાર નહીં લાગે. સતત ઈમ્પ્રૂવ થવામાં પણ ‘પડશે એવા દેવાશે‘ની નીતિ નહીં ચાલે કારણ કે આજના યુગમાં તો પડશે એવા કે દેતાં ય નહીં આવડે.

ઈન્ડિયન સ્ટાન્ડર્ટ મુજબ સાધારણ કરતાં પણ ઓછો કહી શકાય એવો દેખાવ ધરાવનારા એક્ટર તરીકે આમિર ખાનની ‘સરફરોશ’માં ટચુકડા રોલ અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં એક જ દૃશ્ય ધરાવતા પાકિટમારના રોલથી માંડીને ત્રણેય ખાન અને અમિતાભ બચ્ચન જેવા એક્ટર્સની સામે સેકન્ડ લીડ અથવા પેરેલલ કહી શકાય એવા રોલ સુધી પહોંચવાની અને નેટફ્લિક્સ પર રજૂ થઈ હોવાથી ‘સેક્રેડ ગેમ્સ’ સિરિઝના માધ્યમથી દુનિયાના ઓલમોસ્ટ પોણા બસ્સો દેશોના દર્શકો સુધી પહોંચવાની એની સિદ્ધી કોઈ નાનીસૂની નથી. બલકે એક કેસ સ્ટડી છે. વધુમાં એ માત્ર ક્લાસનો નહીં, પણ ક્લાસ અને માસ બન્નેનો એક્ટર બની ગયો છે. એ માત્ર વિવેચકોના વખાણ જ નથી મેળવતો, પણ દર્શકોનો પ્રેમ પણ મેળવે છે. નવાઝની આ સફર અને સિદ્ધીના રહસ્યનો તાગ એ સવાલના જવાબમાં મળે છે જે સવાલનો મેં આગળ ઉલ્લેખ કર્યો.

- Advertisement -

એન્કરે પૂછ્યું કે, તમારા કેરિયરને ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ના ફૈઝલ ખાનના પાત્રએ એક અલગ હાઈટ પર લાવીને મુકી દીધું. ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’નો ફૈઝલ ખાન તો બસ ફૈઝલ ખાન જ હતો. કિતના મિસ કરતે હો આપ ફૈઝલ ખાન કો? નવાઝનો જવાબ હતો કે, સચ બતાઉં? બિલકુલ ભી નહીં. મેં ઉતના નોસ્ટેલ્જિક નહીં હું. નવાઝ કહે છે કે, કેટલાક લોકોની આદત હોય છે પોતે ભજવેલા પાત્રના પ્રેમમાં પડી જવાની અને તેનાથી ડિટેચ ન થઈ શકવાની. પછી એ લોકો આજીવન પોતાના એ એક કેરેક્ટર કે ક્લાસિક ફિલ્મને જ આજીવન વાગોળ્યાં કરતાં હોય છે અને કંઈ જ નવું કરી શકતા નથી.

નવાઝનો જવાબ આ પ્રકારના સવાલોના સામાન્ય રીતે આવતા જવાબોથી અલગ હતો. વાત કોઈ જેવી તેવી નહીં, પણ બોલિવૂડના ઈતિહાસની એક માઈલસ્ટોન ફિલ્મના એક યાદગાર કેરેક્ટરની થઈ રહી હતી. ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ એક રીતે નવી જનરેશનની ‘શોલે’ છે. લોકપ્રિયતાના કેટલાક માપદંડો પર ‘શોલે’ અને ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ સમાન છે. બન્ને ફિલ્મોના ડાયલોગ્સ ખુબ જ લોકપ્રિય છે. એ હદે કે એ ફિલ્મોના ચાહકોને આખેઆખી ફિલ્મ મોઢે હોય છે. ‘શોલે’ના કેટલાક ચાહકો તો એવા છે જે એના ડાયલોગ્સ તમને હ્રસ્વ ઇ-દીર્ઘ ઈ સાથે કહી શકે! એક વાર એવું બન્યું કે પત્રકાર મિત્રો વચ્ચે ‘શોલે’ના ડાયલોગ્સની ચર્ચા ચાલી રહી હતી. મેં કહ્યું ‘શોલે’ના ઘણાં ડાયલોગ્સ લોકપ્રિય છે, પણ એ ફિલ્મનો મારો ફેવરિટ ડાયલોગ લોકપ્રિય નથી. એ ડાયલોગ છે – ‘બુરાઈને બંદૂક ચલાના શીખા દીયા, અચ્છાઈ હલ ચલાના શીખા દેગી’ – એ સાંભળીને ‘શોલે’ સો કરતાં પણ વધુ વાર જોઈ ચૂકેલા પત્રકાર મિત્રે સુધારો કરતાં કહ્યું કે એ ડાયલોગમાં અચ્છાઈ નહીં, પણ નેકી શબ્દ છે – ‘બુરાઈને બંદૂક ચલાના શીખા દિયા, નેકી હલ ચલાના શીખા દેગી.’

ઈનશોર્ટ, આ ફિલ્મોના ચાહકોને એના દરેક આઈકોનિક દૃશ્યો અને ડાયલોગ્સ યાદ છે. જે રીતે ‘શોલે’નું દરેક કેરેક્ટર દમદાર ઘડાયેલું એ જ રીતે ‘વાસ્સેપુર’નું પણ દરેક કેરેક્ટર પોતાની છાપ છોડી જાય છે. દરેક કેરેક્ટર લોકપ્રિય છે. બન્ને ફિલ્મોના ડાયલોગ્સ એ હદે લોકપ્રિય બન્યા છે કે એ લોકોની બોલચાલની ભાષામાં અનાયાસે કહેવત કે રૂઢીપ્રયોગની જેમ વપરાવા લાગ્યાં છે. જેમ કે – ‘જો ડર ગયા વો મર ગયા…’ ‘તુમસે ના હો પાયેગા…’ ‘જબ તક ઈસ દેશ મૈં સિનેમા હૈ લોગ…’ – ‘શોલે’ના યુગમાં તો મિમ્સનો જમાનો નહોતો, પણ ભારતમાં મિમ્સ બનવાના શરૂ થયા એ પછી સૌથી વધુ મિમ્સ કદાચ ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ના જ દૃશ્યો કે ડાયલોગ્સ પરથી જ બન્યાં હશે! શોલેની ખાસિયત એ છે કે એ ગમે ત્યારે જુઓ પણ 45 વર્ષ જૂની હોવા છતાં ક્યાંય આઉટ ઓફ ડેટ કે કંટાળાજનક લાગતી નથી. બીજી તરફ ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ની ખાસિયત એ છે કે એ જેટલી જૂની થતી જાય છે એટલી વધુ ક્લાસિક બનતી જાય છે અને એના ચાહકો વધતાં જાય છે. એ રિલિઝ થઈ ત્યારે એનું નામ પણ જેણે ન સાંભળ્યું હોય એવા લોકો પણ આજે એના ડાયહાર્ડ ફેન છે. ભારતમાં વેબસિરિઝોનું આગમન થયું એના વર્ષો પહેલા અનુરાગ કશ્યપે ક્રાઈમ-ગેંગવોર જોનરમાં એવા માઈલસ્ટોન સેટ કરી દીધા છે જેને આજ દિવસ સુધી કોઈ ભારતીય વેબસિરિઝ વળોટી શકી નથી. ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’નો પ્રભાવ પણ એવો છે કે આ જોનરની લગભગ દરેક ભારતીય સિરિઝમાં એ ફિલ્મની શૈલીની છાંટ જોવા મળે છે.

- Advertisement -

આવી ફિલ્મની વાત ઉખડી હોય, એન્કરે એ પાત્રની તૈયારી વગેરે વિશે બોલીને પોતાનો પ્રભાવ પાડવાની તક આપી હોવા છતાં નવાઝુદ્દિન સિદ્દિકી એ પાત્રમાં એણે કેવા મોર ટાંકી દીધેલા એની પાડાપૂછમાં પડ્યાં વિના પ્રેમથી કહી દે છે કે હું એ ભૂલી ચૂક્યો છું. ફૈઝલ ખાનનું પાત્ર તો ઠીક હું ‘સેક્રેડ ગેમ્સ’ના ગાયતોંડેને પણ ભૂલાવી ચૂક્યો છું. અત્યારે હું સિરિયસ મેન ફિલ્મના મારા પાત્રની વાત કરી રહ્યો છું, પણ જે ક્ષણથી હું નવા કોઈ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરીશ કે પાત્રની તૈયારી શરૂ કરીશ ત્યારે હું મારા આ પાત્રને પણ ભૂલી જઈશ. જો હું મેં અગાઉ કરેલા પાત્રોને કે એની સફળતાનો ભાર મારા ખભા પર લઈને ફરું અને એને ભૂલુ જ નહીં તો મારો વિકાસ ત્યાં જ અટકી જાય. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જો તમે આગળનું દરેક પાત્ર કે પર્ફોર્મન્સ ભૂલીને નવાની તૈયારી કરે રાખશો તો એ પાત્રો તમે ભલે ભૂલી ચૂક્યા હોવ, પણ લોકો એને યાદ રાખશે, પણ જો તમે કોઈ સર્જન, પાત્ર કે પર્ફોર્મન્સના પ્રેમમાં પડીને એનાથી ડિટેચ નહીં થઈ શકો તો લોકો તમને ભૂલી જશે!

દરેક કલાકાર પોતાની કળા અથવા સર્જનના પ્રેમમાં તો પડવાનો જ પણ નવાઝની જેમ એ નવા સર્જન વખતે ડિટેચ થવામાં સફળ ન થાય તો નવા સર્જનો ગમે તેટલા મહાન થાય, પણ એ આગળના મહાન થઈ ગયેલા સર્જનના પડછાયામાં જ રહેવાના. એવા કલાકારો પૈકી ઘણાં તો વન ફિલ્મ વન્ડર બનીને જ અટકી જતાં હોય છે. ઘણાં ચાલે તો પણ રામગોપાલ વર્માની જેમ પોતાના જ આગળના સર્જનોથી આગળ નીકળી શકતાં નથી. રાહુલ રોયે પોતાના કેરિયરમાં અનેક ફિલ્મો કરી હશે, પણ આપણને એની ‘આશિકી’ સિવાય ભાગ્યે જ કોઈ યાદ આવશે. અનુપમ ખેરે પોતાના કેરિયરમાં અનેક રેન્જના પાત્રો ભજવ્યા છે, પણ એમની ઓટોબાયોગ્રાફી વાંચો તો ખ્યાલ આવશે કે એમની આખી કેરિયર અને આખી જિંદગી માત્રને માત્ર તેમની લોન્ચિંગ કહી શકાય તેવી ફિલ્મ ‘સારાંશ’મય જ છે. મુકેશ ખન્નાને આજથી વીસ વર્ષ પહેલા મળ્યાં હોવ અને એના દસેક વર્ષ પછીથી ફરી પણ મળ્યાં હોવ તો ખ્યાલ આવશે કે એમની આભામાં આસ-પાસ ‘શક્તિમાન’ અથવા ‘ભીષ્મ’ જ ઘુમરાતાં રહે છે. એમના હાલના યુ ટ્યુબ વીડિયોઝ જોશો તો પણ અંદાજ આવશે કે તેઓ એમના એ જ જૂના જમાનામાં કેદ થઈ ગયા છે, પણ દુનિયા અને દર્શકો એમનાથી ક્યાંય આગળ નીકળી ગયાં છે. અનુપમ ખેર કે રામગોપાલ જેવા ક્રિએટિવ પર્સન્સ તો સતત કંઈકને કંઈક કરતાં રહે છે અને જે જૂની સિદ્ધીઓ હોય એ પણ એમની પોતાની જ હોય છે, પણ દયાજનક હાલત આપણા સમાજમાં વસતા એવા લોકોની છે જેમણે પોતે તો ક્યારેય કંઈ જ નોંધનિય ન કરી બતાવ્યું હોય અને એમના બાપ-દાદા કે એમના બાપ-દાદાના વડવાઓએ વર્ષો પહેલા કંઈક કર્યું હોય એના અભિમાનમાં ફૂલાઈને ફજતફાળકો થઈને ફરતાં હોય છે.

જૂની ગમે તેટલી મોટી સિદ્ધીને ભૂલાવીને આગળના કામની તૈયારી કરવાનો નવાઝનો આ મંત્ર પેલા સિદ્ધાંત પર આધારિત છે કે દુનિયા લાસ્ટ પર્ફોર્મન્સ યાદ રાખે છે, પાસ્ટ નહીં અથવા તો તમારું લાસ્ટ પર્ફોર્મન્સ કેવું છે એ મહત્વનું છે, પાસ્ટ કેવું હતું કે તમારો ઈતિહાસ કેવો ભવ્ય હતો એ બિલકુલ મહત્વનું નથી. રોબિનસિંઘના રિફલેક્શન્સ ધીમા પડે ત્યારે દુનિયાની આંખો એના પરથી હટીને તાજા આવેલા તરવરિયા યુવરાજસિંઘ પર જતી જ રહે એ નિયમ છે. પર્ફોર્મન્સબેઝ્ડ ક્ષેત્રોનું આ જ અંતિમ સત્ય છે. સચિનનો કે ધોનીનો ઈતિહાસ મહાન હતો, પણ જ્યારે જ્યારે તેઓ નિષ્ફળ જતાં અથવા તો ગયા ત્યારે એમની ટીકા થતી જ ને? એમણે અગાઉ જે કર્યું હોય એની વેલ્યૂ ત્યારે બહુ ઓછી થઈ જતી. આપણે ત્યાં તો ક્રિકેટર્સની કારકિર્દીના પૂર્ણવિરામ પણ ધકેલપંચા દોઢસોના તાલે આવતા હોય છે જ્યારે અપવાદોને બાદ કરતાં સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એમના ફોર્મના પીક પર હોય ત્યારે જ નિવૃત્તિની ઘોષણા કરવા માટે જાણીતા છે. એ પૈકી એડમ ગિલક્રિસ્ટનો દાખલો મારો ફેવરિટ છે. એડમ ગિલક્રિસ્ટે પોતાની બેટિંગની સ્ટાઈલમાં જ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી. એ પછી કોઈ પત્રકારે એમને પૂછ્યું કે હજૂ  તમારામાં ઘણું ક્રિકેટ બાકી છે, તમે સારું પર્ફોર્મ કરતાં હતાં છતાં કેમ નિવૃત્તિ જાહેર કરી દીધી? ગિલક્રિસ્ટનો જવાબ હતો કે મેં એક કેચ પકડેલો એમાં મારા રિફલેક્શન્સ થોડાં ધીમાં હતાં. પત્રકારે કહ્યું કે, પણ તમે કેચ તો પકડી જ લીધેલો… અને તમારા રિફલેક્શન્સ ધીમા હતા એવી અમને ખબર પણ નહોતી પડી. ગિલક્રિસ્ટનો જવાબ હતો કે, હું તમને એની ખબર પડે અને તમે એની નોંધ લેવા લાગો ત્યાં સુધી નિવૃત્તિની રાહ જોવા નહોતો માંગતો.

પછી જેનામાં ઘણું ક્રિકેટ બાકી હતું એવો એ ક્રિકેટર આઈપીએલમાં રમ્યો. આઈપીએલની બીજી સિઝનમાં એણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ડેક્કન ચાર્જર્સ હૈદ્રાબાદની ટીમને ચેમ્પીયન પણ બનાવી. આઈપીએલની પહેલી સિઝનની વિજેતા ટીમ અંડરડોગ રાજસ્થાનની હતી અને એનો કેપ્ટન પણ એક ઓસ્ટ્રેલિયન જ હતો – શેન વોર્ન. એ જ શેન વોર્ન કે જેને હરાજી વખતે કોઈ ફ્રેન્ચાઈઝી ખરીદવા તૈયાર નહોતી. એ પરિસ્થિતિ સમજીને લલિત મોદીએ પોતાનું વર્ચસ્વ ધરાવતી ફ્રેન્ચાઈઝી રાજસ્થાનને વોર્નને ખરીદી લેવાનો ઈશારો કર્યો. જેથી ફિયાસ્કો ન થાય અને એ ખેલાડી રાજસ્થાનને ચેમ્પીયન બનાવી ગયો. આ રીતે ઈન્ડિયન પ્રિમિયર લિગની પહેલી બે સિઝનની ટીમોને ચેમ્પીયન બનાવનારા કેપ્ટન્સ ઓસ્ટ્રેલિયન્સ હતાં.

ઓવરઓલ, મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝ ધેટ કે દુનિયા પાસ્ટ નહીં, પણ લાસ્ટ પર્ફોર્મન્સ જ યાદ રાખે છે માટે જો પોતાના યુગની વાતો વાગોળ્યાં કરીને પર્ફોર્મન્સ સતત ઈમ્પ્રૂવ નહીં કરો તો ફેંકાઈ જતા વાર નહીં લાગે. સતત ઈમ્પ્રૂવ થવામાં પણ ‘પડશે એવા દેવાશે’ની નીતિ નહીં ચાલે કારણ કે આજના યુગમાં તો પડશે એવા કે દેતાં ય નહીં આવડે. હોવ…

ફ્રી હિટ :

તમારા બાપ-દાદાના ભલેને સિક્કા પડે છે,

પણ તમારા નામે ક્યાં પાવલી યે પરવડે છે.

– કવિનું નામ નથી યાદ આવતું નથી મળતું

You Might Also Like

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

જેન ઝી કો સબ આતા હૈ, રિયલી ??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિડીયો કોલમાં મેં એને બીજા પુરુષ સાથે કામક્રિડા કરતી જોઇ
Next Article રાજકોટમાં એક કિશોરીએ સરકારને પરખાવ્યું-‘તમારાથી કંઈ ન થતું હોય તો અમને કહી દો,મે જાતે અમારું રક્ષણ કરીશું’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?