બ્લાસ્ટમાં 15 વર્ષના વિદ્યાર્થીનો હાથ ઊખડી ગયો
5 હજારની ધરપકડ, ધરપકડ કરાયેલા લોકોમાંથી 87% સગીર
- Advertisement -
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સપ્ટેમ્બરમાં શરૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. વિદ્યાર્થીઓ શાળાઓમાં વધતી ભીડ, જર્જરિત ઇમારતો અને શિક્ષકોની અછતનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ સેંકડો શાળાઓ બંધ કરાવી છે. આંદોલન દરમિયાન ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ છે. લેન્સ શહેરમાં એક શાળાની નજીક થયેલા વિસ્ફોટમાં ૧૫ વર્ષના એક વિદ્યાર્થીનો હાથ ઊડી ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલાં ગયા અઠવાડિયે ૧૪ વર્ષના ઈડન નામના વિદ્યાર્થીના માથા પર ટિયર ગેસ છોડ્યાના સમાચાર સામે આવ્યા હતા. તેના જડબામાં બે જગ્યાએ ફ્રેક્ચર થયું હતું અને તેને મોટી સર્જરી કરાવવી પડી હતી. પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા ૧૯૦ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જ્યારે ૫,૦૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંના ૮૭% સગીર છે. આ આંદોલન સપ્ટેમ્બરમાં પેરિસથી શરૂ થયું હતું. તેની શરૂઆત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કરી હતી. બાદમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાઈ ગયા.




