મોંઘવારી-વ્યાજદર વધારા બાદ નવું દબાણ તહેવારો ટાંકણે નહી સર્જાય, સરકાર પુનઃવિચારણા કરશે
દેશમાં આર્થિક રીતે તંગ બનેલા માહોલ-ફુગાવો મોંઘવારી તથા રાજકીય આંદોલનની પણ ચાલી રહેલી ગુંજ વચ્ચે તા.૧૫થી યુપીઆઈ વ્યવહારો પર ૦.૪૦% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટના અમલનો પણ વધતો વિરોધ સરકારને ચિંતાનું કારણ બની ગયા છે. ગત તા.રના જે રીતે દેશભરમાં નો-યુપીઆઈ-ડેના એલાનની વ્યાપક અસર જોવા મળી પછી સરકાર માટે આ એમડીઆર ચાર્જ અંગે પુનઃ વિચારણાની ફરજ પડી છે તથા ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ યુપીઆઈ ચાર્જના અમલ હવે તા.૧ જાન્યુઆરી સુધી મુલત્વી રખાય તથા તેમાં હાલના રૂા.૧ લાખ નહી રૂા.૪૦ લાખ સુધીના ટર્નઓવરમાં એમ.ડી.આર. મુક્તિ અપાય તેવા સંકેત છે અને તા.૧૫ પુર્વે આ જાહેરાત થશે. આજે મહત્વની જીએસટી કાઉન્સીલની બેઠક છે અને તેમાં યુપીઆઈ ચાર્જ અમલી બને તો તેના પર ૧૮% જીએસટીના અમલ પર પણ ચર્ચા થશે અને તેના પરથી પણ સરકારના નિર્ણયનો સંકેત મળી જશે. ખાસ કરીને એક તરફ મોંઘવારી વધી રહી છે. રિઝર્વ બેન્કે વ્યાજદર પણ વધાર્યા છે અને તેની અસર પણ હવે શરૂ થશે તથા ભાવ વધારાની માંગ વચ્ચે યુપીઆઈ ચાર્જ નવા ભડકો થશે. ગઈકાલે જ નેશનલ પેમેન્ટ કોર્પોરેશનની બેઠક મળી હતી જેમાં આ એમડીઆર લાગું કરવાના મિકેનીઝમની ફોર્મ્યુલા તૈયાર થઈ છે અને આ બેઠકમાં હાજર રહેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે યુપીઆઈ સ્ટીયરીંગ કમીટીની બેઠકમાં અનેક મુદાઓ જે વ્યાપારી સંગઠનોએ ઉઠાવ્યા છે તેના પર ચર્ચા થઈ હતી.




