જૂનાગઢ જિલ્લા આહીર યુવક મંડળ દ્વારા આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા આહીર યુવક મંડળ દ્વારા જ્ઞાતિ રત્ન સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જૂનાગઢ મનપાનાં આહીર સમાજનાં કોર્પોરેટરનું સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં આહીર સમાજ દ્વારા જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લા આહીર યુવક મંડળ દ્વારા જ્ઞાતિ રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભવનાથમાં આવેલા મંગનાથબાપુની જગ્યામાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિનાં આગેવાનો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા જનતાનાં પ્રતિનિધીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ મહાનગર પાલીકાની ચૂંટણીમાં ચૂટાયેલા આહીર સમાજનાં કોર્પોરેટર કીરીટભાઇ (મુનાભાઇ) ભીંભા, ધરમણભાઇ ડાંગરનું સન્માન કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમમાં મનપાનાં કોર્પોરેટર કીરીટભાઇ (મુનાભાઇ) ભીંભાનું ખડિયા અને વધાવી ગામનાં આહીર સમાજનાં આગેવાનો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.



