તા.12 જાન્યુ.એ વિરાટ યુવા સંમેલન યોજાશે.
શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની એક યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યમાં યુવાનોને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા માટે યુવા મિત્ર અભિયાન તા. 25 ડીસેમ્બર- અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિથી તા. 12 જાન્યુ. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ દરમિયાનના સમય ગાળામાં કાર્યરત કરવામાં આવેલ છે જેમાં ત્રણ તબક્કે યુવા વર્ગને પાર્ટીમાં જોડવામાં આવશે.

- Advertisement -
પ્રથમ તબક્કામાં તા. 25 ડીસેમ્બરથી તા. 31 ડીસેમ્બર સુધીમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ગુજરાતની પ્રથમ 182 વિધાનસભા સીટ પર કુલ 3600 લોકો વિસ્તારક તરીકે ગયા છે જેમાં 1800 યુવાનો પ્રવાસી વિસ્તારક તરીકે અને 1800 યુવાનો સ્થાનિક વિસ્તારક તરીકે કામ કરી રહ્યા છે, જેમાં તમામ બુથ સ: 100 યુવાનોને જોડવાનું મહાઅભિયાન ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.
ત્યારબાદ બીજા તબક્કામાં તા. 1 જાન્યુ. 2022થી તા. 7 જાન્યુઆરી 2022 સુધીમાં ‘મહાસંપર્ક અભિયાન’ દરમ્યાન દરેક વિધાનસભામાં આવેલ તમામ સ્કુલ, શાળા-કોલેજો, હોસ્ટેલ, યુનિવર્સિટી તથા શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જાહેર ચાર રસ્તા, શોપિંગ મોલ, મેઈન માર્કેટ, ગાર્ડન વિગેરે જેવા સ્થળો પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મહાસંપર્ક હાથ ધરી વધુમાં વધુ યુવાનોને યુવા મિત્ર અભિયાનમાં મોબાઈલ નંબર 7304473044 ઉપર મીસ્ડ કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવીને જોડવામાં આવશે.

- Advertisement -
ત્યારબાદ ત્રીજા તબક્કામાં તા. 12 જાન્યુઆરી 2022ના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસના ભાગરૂપે દરેક જિલ્લામાં વિધાનસભા સ: અને મહાનગર સ: સમગ્ર વિસ્તારક યોજના દરમિયાન જોડાયેલા તમામ નવા યુવાનો સાથેનું ‘વિરાટ યુવા સંમેલન’નું આયોજન કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના યશસ્વી અધ્યક્ષ ડૉ. પ્રશાંતભાઈ કોરાટના અધ્યક્ષસ્થાને સમગ્ર ગુજરાતમાં ત્રણેય તબક્કા મળી લાખો યુવાનોને રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવશે.
ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રાજકોટ મહાનગરમાં હજારો યુવાનો પાર્ટીમાં જોડાય તે માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વેશ ભટ્ટ, પ્રવીણ સેગલીયા, જયકિશન ઝાલા, જયપાલ ચાવડા, સહદેવસિંહ ડોડીયા, કરણ સોરઠીયા, કેયુર અનડકટ, સંજય વચકાની અને ગૌરવ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.



