કોંગ્રેસ દ્વારા સ્થળ પહોંચી મનપાના અધિકારીઓને જાણ કરી
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ રાજકોટના આજી ડેમમાં માર્ચ મહિના સુધી ચાલે તેટલું પાણી રહ્યું છે. ત્યારે બીજી તરફ આજીડેમ પાસે જ શહેરીજનોને પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં કાણા પડી ગયાનું સામે આવ્યું છે.

- Advertisement -
જેમાંથી રોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જોકે પાણીને લઇને મનપાએ અગાઉ પાઇપલાઇનનું નિયમિત ચેકિંગ થતું હોવાની વાતો કરી હતી. પરંતુ આજે આ દૃશ્યો જોઇને મનપાની વાતો પોકળ સાબિત થઈ છે.

આ અંગે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે જણાવ્યું હતું કે, અધિકારીઓને તપાસ કરવા માટે આદેશ કરાયો છે. પાઈપલાઈન સડી ગયેલી હોવાથી ઉપયોગ કરાતો નથી.

- Advertisement -
નવા પાણીની લાઈનનો વાલ્વ ખરાબ થતા પાણી લાઈનમાં આવ્યું છે. વાલ્વ રિપેરિંગની કામગીરી શરૂ કરાઇ છે. આજીડેમમાં હાલ પાણીનો મર્યાદિત જથ્થો છે. આ અંગે સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અગ્રણી રણજીત મુંધવા સ્થળ પહોંચી મનપાના અધિકારીઓને જાણ કરી હતી.



