ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને જ્યારે પણ રહેણાકના વિસ્તારો કે જાહેર માર્ગો ઉપર કોઈપણ ગુનાઇત પ્રવૃત્તિ થાય છે ત્યારે ગુનાખોરોને શોધવા માટે પોલીસ માટે સીસીટીવી કેમેરા આશીર્વાદરૂપ સાબિત થાય છે.
ગુજરાત સરકારે પણ સરકારી ક્ચેરીઓ સહિત જાહેર માર્ગો, વ્યસ્ત રહેતા ચાર રસ્તાઓ ઉપર સીસીટીવી ગોઠવવાનું અભિયાન શરૂ કર્યું છે.
- Advertisement -
હવે રાજ્ય સરકારે રહેણાકની સોસાયટીઓમાં પણ સીસીટીવી કેમેરાને ફરજિયાત બનાવવા માટેની નવી નીતિને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ તેના નિયમો બનાવવાના બાકી છે પરંતુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે આ નવી સીસીટીવી કેમેરા નીતિ તૈયાર કરવા બાબતે ખાસ્સી મહેનત કરી હતી પરંતુ હવે, ત્યારબાદ તૈયાર થયેલી આ નવી નીતિ અને રાજ્યના ગૃહ વિભાગે એક દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી હતી. જેને સરકારે આખરે મંજૂરી આપી દીપી છે.
રાજ્ય સરકારનો આ નિર્ણય લોકો માટે ખર્ચાળ સાબિત થશે પરંતુ આ નિર્ણયને કારણે રહેણાકના સોસાયટીઓમાં ગુનાખોરી ઉપર જડબેસલાક લગામ લાગી શકે છે.



