હવે જો અમારી સામે આવશો તો તમને જીવતા નહીં મૂકી તેવી ધમકી આપી : સીટી પોલીસે તપાસ હાથ ધરી
આજે તો બચી ગયા હવે પછી અમારા જોડે માથાકૂટ કરશો તો જાનથી મારી નાખીશું
- Advertisement -
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટ ઓફિસ ચોક પાસે બાઈક અથાડવા જેવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતાં સાત લોકોને ગંભીર ઈજા પહોંચતી હતી બનાવ અંગે ધોરાજી સિટી પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ 49 શખ્સો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધોરાજીમાં જમનાવડ રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા કોલેજીયન યુવક અર્જુન શૈલેષભાઈ પાલ ઉ.22એ ફન્ટી કાદરી, મોહસીન કલીવાલા, રસીદ રફાઈ, ઇમ્તિયાઝ કલીવાલા, શાબીર ખલીફા તથા 20 જેટલા અજાણ્યા શખસો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તથા તેનો મિત્ર મનીષ રાઠોડ બંને ગઈકાલે બાઈક લઈ એટીએમમાં પૈસા જમા કરાવવા જતા હતા પોસ્ટ ઓફિસ ચોકમાં પહોંચ્યા ત્યારે સામેથી ઇ-બાઇક આવ્યું હતું અને તેની સાથે બાઈક અથડાયું હતું જેથી બંને બાઇક પરથી પડી ગયા હતા ત્યાર બાદ આ ઇ-બાઈકના ચાલકે કહ્યું હતું કે, ગાડી ધીમે ચલાવતા નથી આવડતું તેમ કહેતા યુવાને કહ્યું હતું કે, તને ગાડી ચલાવતા નથી આવડતું. તારો વાંક છે તારું ધ્યાન ન હતું. દરમિયાન એકત્ર થયેલા લોકો વચ્ચે પડતા યુવાન પોતાનું બાઈક લઇ એટીએમ તરફ જતો હતો ત્યારે અજાણ્યા શખ્સે તેની પાસે આવી કહ્યું હતું કે, તારે મગજમારી કરવી છે ને તેમ કહી તેને ફ્રન્ટી કાદરી નામના શખસને બોલાવ્યો હતો અને થોડીવારમાં ફન્ટી આવી ગયો હતો ત્યાર બાદ રસીદ, ઈમ્તિયાઝ, શાબીર સહિતના પણ આવી ગયા હતા અને ઝપાઝપી કરી ચાલ્યા ગયા હતા યુવાને તેના પિતાને ફોન કરી જાણ કરતા અજાણ્યા શખ્સો ફરી આવ્યા હતા અને ચાની હોટલેથી ચાનો ડોયો લઈ યુવાન તથા તેના પિતાને માર મારવા લાગ્યા હતા યુવાનના કાકા રાજેશભાઈ આવતા તેની સાથે પણ આ લોકોએ ઝપાઝપી કરી હતી દરમિયાન આ શખ્સો તથા અજાણ્યા 20 જેટલા શખસોએ ભેગા થઈ માર માર્યો હતો અને કહેતા હતા કે, હવે જો અમારી સામે આવશો તો તમને જીવતા નહીં મૂકી તેવી ધમકી આપી ગાળો ભાંડી ચાલ્યા ગયા હતા. મારામારીમાં યુવાન તેના પિતા અને તેના કાકાને ઈજા પહોંચી હતી.
જયારે સામા પક્ષે ધોરાજીમાં બહારપૂરા વિસ્તારમાં રહેતા મોહસીનમીયા ઈબ્રાહીમમિયા સૈયદ ઉ.39 નામના યુવાને અર્જુન શૈલેષ પાલ, રાજેશ હરેશ પાલ, શૈલેષ યોગેશ્વર પાલ અને મનીષ નવીન પાલ સામે નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તે ઘરે હતો ત્યારે નાના ભાઈ ઈમ્તિયાઝનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે પોસ્ટ ઓફિસ ચોક પાસે મારા દીકરાને કોઈ સાથે ઝઘડો થયો છે જેથી તેના ભાઈ સહિતના ગયા હતા ત્યારે આરોપીઓ તથા 20 જેટલા અજાણ્યા શખ્સો ભેગા થઈ મંડળી રચી યુવાનના મિત્ર રિફાકતને માર મારતા હતા જેથી વચ્ચે પડતા આ શખસોએ તેમને પણ ઢીકાપાટુનો માર મારી રસીદને પછાડી દઈ છાતી પર પાટા માર્યા હતા. રિફાકતને કોઈ શખસે માથામાં કડુ મારી દીધું હતું કહ્યું હતું કે, આજે તો તમે બચી ગયા હવે પછી અમારા જોડે માથાકૂટ કરશો તો જાનથી મારી નાખીશું આ હુમલામાં યુવાનને તેમજ તેના મિત્ર રસીદને, રિફાકતને અને સેજાદને ઇજા પહોંચી હોય તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે સામસામી ફરિયાદ આધારે ધોરાજી સિટી પોલીસે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.સમગ્ર મામલે ધોરાજી એએસપી સીમરન ભારદ્વાજએ જણાવ્યું હતું કે, આ બનાવમાં બંને પક્ષોના 5થી 6 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેથી તેમને ત્વરિત સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે મારામારી, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી જેવી ગંભીર કલમોં હેઠળ ગુનાઓ નોંધ્યા છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ શરૂ કરી છે.




