મિત્રએ ફાઈલ ન ખોલવા મૂકેલું સ્ટેટ્સ જોયું ત્યાં મોડૂં થઇ ગયું હતું : થોરાળા પોલીસમાં ફરિયાદ
રાજકોટના સંત કબીર રોડ પર કબીરવન સોસાયટીમાં રહેતા અને ઘુઘરાનો વેપાર કરતા વ્રજલાલભાઈ વલ્લભદાસભાઈ ગરાછ ઉ.64ને ગઠીયાએ મિત્રના નામે વોટ્સએપમાં આમંત્રણની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી
અઢી લાખ ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે જે મિત્રના નંબરમાંથી આ ફાઈલ આવી હતી તેણે પોતાના સ્ટેટ્સમાં મેં કોઈ ફાઈલ મોકલી નથી અને કોઈએ મારા નંબરમાંથી આવેલી ફાઈલ
ખોલવી નહિ તેવું સ્ટેટ્સ પણ મૂક્યું હતું પરંતુ તે વૃદ્ધ વેપારીએ જોયું ત્યાં તો પૈસા ઉપડી ગયા હતા.
- Advertisement -
ફરિયાદમાં વ્રજલાલભાઈએ જણાવ્યું છે કે એક મહિના પહેલા ગ્રાહક મનોજભાઈ ગોલના વોટ્સએપ નંબર પરથી એક આમંત્રણને લગતી ફાઈલ આવી હતી. જે ઓપન કરતાં એપીકે ફાઇલ આવતાં તે ફાઇલ ઓપન કરતાં
મોબાઇલ અચાનક બંધ થઈ ગયો હતો બાદમાં તેણે જમાઇ સુભાષચંદ્રને આ બાબતે વાત કરતાં તેણે મોબાઇલ ચાલુ કરી આપ્યો હતો. મોબાઈલ ચાલુ થતાં જ અલગ-અલગ આશરે ૫૦ જેટલા ઓટીપી આવવા લાગ્યા હતાં.
જેથી શંકા જતાં ગુગલ પે એપ્લીકેશન ચેક કરતાં અઢી લાખ ઉપડી ગયાની ખબર પડી હતી જેથી આ અંગે તુરંત ફરિયાદ નોંધાવી હતી.




