By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    1 hour ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    1 day ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    1 day ago
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    5 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
    47 minutes ago
    કેન્સરની દવાઓ સસ્તીઃ 80 હજારનું ઇન્જેકશન હવે માત્ર 7 હજારમાં મળશે, 543 દવાઓના ભાવ ઘટ્યા
    1 hour ago
    ચૂંટણી પંચની SIR પ્રક્રિયાઃ 6 રાજ્યમાંથી 1600 શંકાસ્પદ વિદેશી નાગરિકો મળ્યા
    1 hour ago
    જિયો પ્લેટફોર્મ્સની આઈપીઓ લિસ્ટિંગ સેરેમની યોજાઈઃ અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ અંબાણી રડી પડ્યા
    1 day ago
    અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ સાથે અથડાયું, સ્કૂલ-કોલેજ-વીજળી બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 day ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 day ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    5 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઑનલાઈન v/s ઑફલાઈન શોપિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ઑનલાઈન v/s ઑફલાઈન શોપિંગ
AuthorBhavy Raval

ઑનલાઈન v/s ઑફલાઈન શોપિંગ

Khaskhabar Editor
Last updated: 2026/10/29 at 1:39 PM
Khaskhabar Editor 1 hour ago
Share
8 Min Read
SHARE

‘વેચેલો માલ પાછો લેવાશે નહીં’ અને ‘આજે રોકડા, કાલે ઉધાર’ના પાટિયા સાથે ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર લોકલ’ ન ચાલે!

ઑનલાઈન શોપિંગ કરતો ગ્રાહક દેશદ્રોહી નથી, એ તો માત્ર સગવડ અને સંતોષ ઈચ્છે છે : સ્થાનિક વેપારીઓ દ્વારા વિવિધ સુવિધાઓ અપાશે તો જ ગ્રાહક બીજીવાર દુકાન પર આવશે

- Advertisement -

ભવ્ય રાવલ : લેખક-પત્રકાર

દિવાળી આવે એટલે ઑનલાઈનને બદલે ઑફલાઈન ખરીદી કરવાની અપીલ શરૂ થઈ જાય છે. ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર લોકલ’ જેવા સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતા કરાય છે. ભાવના સારી છે, હેતુ પણ ઉમદા છે. નાના ધંધાર્થીઓ ટકે અને શહેરનું બજાર ધમધમતું રહે એ કોને ન ગમે? પણ સ્થાનિક વેપારીઓ પાસેથી જ ખરીદી કરવાનું સૂચન કરનારાઓ એક સીધા સવાલનો જવાબ આપશે? જ્યારે ઑનલાઈનની જગ્યાએ ઑફલાઈન એ જ વસ્તુ મોંઘી મળે, રિટર્ન – રિપ્લેસમેન્ટ – રિફંડની સુવિધા ન હોય તેમજ ચુકવણીના વિકલ્પો મર્યાદિત હોય ત્યારે ગ્રાહક માત્ર સ્થાનિક વેપારીને મદદ કરવા માટે પોતાના સમય – સંપત્તિ – સગવડ સાથે સમાધાન શા માટે કરે?

આજે ગ્રાહકના હાથમાં સ્માર્ટફોન છે અને એક ક્લિક પર વિશ્વભરનું બજાર ખુલ્લું છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, અજિયો, મીશો અને ટાટા ક્લિક જેવી અસંખ્ય ઈ-કોમર્સ સાઈટ્સ પર એક જ વસ્તુની અનેક બ્રાન્ડ, અનેક ભાવ અને અનેક ઓફર્સની સરખામણી કરી શકાય છે. ક્યાંક ડિસ્કાઉન્ટ મળે છે, ક્યાંક બેંક ઓફર અવેલેબલ છે, ક્યાંક નો-કોસ્ટ ઈએમઆઈનો ઓપ્શન છે તો ક્યાંક ફ્રી ડિલિવરીની ફેસિલિટી છે. વસ્તુ પસંદ ન પડે અથવા નક્કી કરેલી શરતો હેઠળ ખામી જણાય તો કસ્ટમર ઈઝ કિંગના સૂત્રને સાર્થક કરતી રિટર્ન – રિપ્લેસમેન્ટ – રિફંડની સુવિધા પણ મળી શકે છે.

- Advertisement -

બીજી તરફ ​તમે કોઈ સ્થાનિક દુકાનમાં જઈને જુઓ. કેશ કાઉન્ટરની બરાબર પાછળ પિત્તળ કે પ્લાસ્ટિકનું એક પાટિયું ગર્વથી લટકતું હશે: ‘વેચેલો માલ પાછો લેવાશે નહીં’ અને ‘આજે રોકડા, કાલે ઉધાર’. તમે કપડાં લીધા, ઘરે જઈને માપ ન બેઠું કે પછી ન ગમ્યા, પાછા જાવ એટલે દુકાનદારનું મોં ચડી જાય. ‘બીજું કંઈક લઈ લો, પૈસા પાછા નહીં મળે’ એવો રોકડિયો જવાબ મળે. ઈલેક્ટ્રોનિક આઈટમમાં ખરાબી નીકળે તો ‘એ કંપનીવાળા જાણે, સર્વિસ સેન્ટરે જાઓ, અમારો વાંક નથી’ કહી હાથ ખંખેરી લેવાય. અમુક તો પાકું બિલ પણ આપતા નથી. બીજી તરફ ઑનલાઈન શોપિંગ સાઈટ્સ શું કરે છે? સાઈઝ ન ગમી? કલર સારો ન લાગ્યો? એક ક્લિક કરો. ડિલિવરી બોય બારણે આવીને માલ લઈ જશે અને ખાતામાં સીધા પૈસા જમા થશે. કોઈ આઈટમ બગડી છે તો કંપનીનો માણસ મોકલી આપશે. કદાચ આ કારણોસર હવે ઑનલાઈન કપડાંથી લઈ ગેજેટ્સ મંગાવતી જેન ઝી દુકાનદાર સાથે જીભાજોડી કરવા તૈયાર નથી.

વાત માત્ર કપડાંથી લઈ ગેજેટ્સ પૂરતી નથી, ખાણીપીણી અને રોજિંદી ચીજોમાં પણ આ જ વાસ્તવિકતા છે. જો કોઈ રેસ્ટોરન્ટમાં જઈને જમતી વખતે ખાવાનું ખરાબ નીકળે કે ન ભાવે તો સામાન્ય રીતે માફી સિવાય કશું મળતું નથી, આખરે બિલ તો પૂરેપૂરું જ ચૂકવવું પડે છે. એવી જ રીતે ઝોમેટો કે સ્વિગી પરથી મંગાવેલી વાનગી ખરાબ હોય તો માત્ર એક ફોટો અપલોડ કરવાથી ક્ષણભરમાં રિફંડ અથવા કૂપન મળી જાય છે. બ્લિન્કિટ, ઝેપ્ટો, ઈન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ જેવી ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા તો તલથી લઈને તેલના ડબ્બા સુધી બધું દસ-પંદર મિનિટમાં ઘરના દરવાજે પહોંચાડવાનું શરૂ કરાયું છે. ટ્રાફિક-પાર્કિંગની માથાકૂટ અને ધૂળ-ધૂમાડા વચ્ચે બજારમાં જઈને દુકાનદારની મનમાની સહન કરવી એના કરતાં ઘરમાં સોફા પર આરામથી બેસીને ઓર્ડર કરવો એ આજના દોડધામભર્યા સમયમાં સમજદારી નથી તો શું છે?

એઆઈના યુગમાં આજે નાના-મોટા ધંધાર્થી-વેપારી ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વીકારવામાં આનાકાની કરે છે અથવા વધારાનો ચાર્જ માગે છે. ગ્રાહક પાસે કડકડતી નોટોનું બંડલ હોય તો તરત બસો-પાંચસો રૂપિયા ઓછા કરી આપે છે એની ના નહીં. જોકે હજારોની ખરીદી પછી ડિસ્કાઉન્ટ તો દૂરની વાત છે, કેટલાક કાપડની એક થેલી પણ મફતમાં આપતા નથી અને ઘરે વસ્તુ મોકલાવી આપવા કહો તો ટ્રાન્સપોર્ટ ચાર્જ વસૂલી લેતા હોય છે. સામે પક્ષે ઑનલાઇન પ્લેટફોર્મ્સ ક્રેડિટ કાર્ડ, નો-કોસ્ટ ઈએમઆઈ, પે-લેટર, કેશ ઓન ડિલિવરી અને ક્રેડિટ રિવોર્ડ્સ જેવી વ્યવસ્થા પૂરી પાડે છે જેનાથી તહેવારોના મોટા ખર્ચને મહિનાઓમાં વહેંચી શકાય છે.

મધ્યમવર્ગીય પરિવાર દિવાળીમાં કપડાં, જૂતાં, ઈલેક્ટ્રોનિક આઈટમ, ઘરવખરી, ભેટસોગાદો અને સજાવટની વસ્તુઓ ખરીદે છે. એક-એક પાઈનો હિસાબ રાખતા પરિવારો માટે પાંચસો-હજાર રૂપિયાનો તફાવત પણ મહત્ત્વનો છે. જ્યારે એ જ વસ્તુ ઑનલાઈન ઓછી કિંમતે મળે, ઘરે બેઠાં ઓર્ડર આપી શકાય, નિર્ધારિત શરતો હેઠળ પરત કરવાની સુવિધા હોય ત્યારે ગ્રાહક સ્થાનિક દુકાનમાંથી મોંઘી વસ્તુ શા માટે ખરીદે? માત્ર એટલા માટે કે દુકાન આપણા શહેરમાં છે? માત્ર એટલા માટે કે દુકાનદાર સ્થાનિક છે?

ફેરિયા અને લારીવાળાઓ પાસેથી ખરીદી કરવાની વાત આવે ત્યારે પણ એક વ્યવહારુ સવાલ ઊભો થાય છે. રસ્તા પર ઊભા રહીને સસ્તા ભાવે વસ્તુઓ વેચતા ફેરિયા કે લારીવાળા પાસેથી આપણે કોઈ વસ્તુ ખરીદીએ અને ઘરે જઈને તેમાં ખામી નીકળે કે વસ્તુ પસંદ ન પડે તો ક્યાં જવાનું? થોડી કલાકોમાં એ ફેરિયો કે લારીવાળો એ જ જગ્યાએ મળશે એની પણ કોઈ ખાતરી નથી. અલબત્ત, દરેક ફેરિયો કે લારીવાળો અવિશ્વસનીય નથી અને તેમની પાસેથી ખરીદી કરવાથી અનેક પરિવારોને રોજગારી મળે છે પરંતુ માત્ર સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવાના નામે ગ્રાહકે ખરીદી કરવાની?

હા, દરેક દુકાનદાર, ફેરિયા, લારીવાળા સરખા નથી હોતા. અમુક વેપારીઓ વ્યાજે પૈસા લઈ માલ ભરતા હોય તો પણ ગ્રાહકની ખુશી ખાતર નફાની પરવા કર્યા વિના હસતાં મોઢે ખોટ સહન કરી લેતા હોય છે. બીજું કે ઑનલાઈન પ્લેટફોર્મ પર દર્શાવાતી કિંમતમાં દરેક ખર્ચનો સમાવેશ હોય જ એવું નથી. કેટલીક વસ્તુઓની ગુણવત્તા, વેચાણકર્તાની વિશ્વસનીયતા, ડિલિવરી ચાર્જ, વોરન્ટી અને ખરીદ-પરતની શરતો પણ તપાસવી પડે છે. ઑનલાઈન ખરીદીમાં નકલી વસ્તુ, ફેક રિવ્યૂ કે રિફંડમાં વિલંબ જેવી ફરિયાદો પણ ઘણી થાય છે. એટલે ઑફલાઈનની સરખામણીમાં ઑનલાઈન ખરીદી હંમેશાં સારી – સસ્તી – સુરક્ષિત હોય એવો દાવો યોગ્ય નથી પરંતુ ગ્રાહકને ભાવની સરખામણી કરવાની અને પોતાની જરૂરિયાત પ્રમાણે વિકલ્પ પસંદ કરવાની તક મળે છે, ખાસ તો ઑનલાઈન શોપિંગમાં સેટિસ્ફેક્શન વધુ મળે છે એ હકીકત નકારી શકાય નહીં.

સ્થાનિક વેપારીઓના હિતાર્થે ગ્રાહકે ઑનલાઈન શોપિંગ છોડી દેવી જોઈએ, એવી અપેક્ષા રાખનારાઓએ ગ્રાહકને સ્થાનિક વેપારીની દુકાન પસંદ કરવાનું નક્કર કારણ આપવું જોઈએ. વાજબી ભાવ, સારી ગુણવત્તા, વધુ વળતર, એકની સાથે એક મફત એ બધું તો ઠીક છે પણ સ્થાનિક વેપારીની વૃત્તિમાં ખરેખર ખુમારી હોય તો તેણે વટથી કહેવું જોઈએ – ‘વસ્તુ પસંદ ન પડે તો પાછી આપી જજો, પૂરા પૈસા પરત લઈ જજો. રોકડા નથી તો કાંઈ વાંધો નહીં, ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કરી હપ્તા કરાવી નાખજો.’ જો વેપારીઓ આ પ્રકારની સુવિધાઓ આપશે તો ગ્રાહક સ્થાનિક બજારમાંથી ખરીદી કરવા તૈયાર જ છે.

અંતે વાત એટલી જ છે કે ગ્રાહક દેશદ્રોહી નથી બની જતો કારણ કે તેણે ઑનલાઈન ખરીદી કરી અને સ્થાનિક વેપારી માત્ર સ્થાનિક છે એટલા માટે દરેક ખરીદીનો હકદાર પણ બની જતો નથી. દિવાળીએ સ્થાનિક વેપારી પાસેથી ખરીદી કરવાની અપીલ જરૂર કરો પરંતુ તેની સાથે સ્થાનિક વેપારીઓને પણ અપીલ કરો કે તેઓ ઑનલાઈન શોપિંગ સાઈટ્સ જેટલી નહીં તો થોડીઘણી ગ્રાહકને સુવિધા – સંતોષ આપે. બાકી ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર લોકલ’ના નારા લગાવી ગ્રાહકને એકવાર લાગણીથી દુકાન સુધી લાવી શકાય, બીજીવાર લાવવા માટે તેનો વિશ્વાસ જીતવો પડે. ઑનલાઈન કંપનીઓ ગ્રાહકને આકર્ષવા માટે પોતાની સુવિધાઓ સતત સુધારે છે તેથી સ્થાનિક વેપારીઓએ પણ પોતાની વેપારપદ્ધતિમાં સમયની માગ પ્રમાણે સવલતો ઉમેરે તો સારું રહે. હવે વેપારીઓને ઑફલાઈન બિઝનેસ કેમ કરવો કે ઑનલાઈન શોપિંગ સાઈટ્સ સામે કેમ ટકી રહેવું એ પણ આપણે શીખવવું – સમજાવવું પડશે?

You Might Also Like

અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?

કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર ભાજપના જૂના જોગી ભરત બોઘરા, નીતિન ભારદ્વાજ, મુકેશ દોશી અને જયમીન ઠાકરની C R પાટીલ સાથે મુલાકાત
Next Article દુનિયા માટે ખતરાની ઘંટડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
PM કિસાન ઉત્સવ દિવસઃ રાજકોટ જિલ્લામાં કાલે 73 સ્થળોએ કાર્યક્રમ
રાજકોટમાં ઝેડ ઇવેન્ટ કંપનીના મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ
દિવાળીએ રેસકોર્સ રીંગ રોડ ઝગમગશે: ચાર દિવસ કાર્નિવલ અને રંગોળી સ્પર્ધા
85થી વધુ ગુનામાં સંડોવાયેલ જેતપુરનો ડબલી સહિત 3 કુખ્યાત જુગાર રમતાં ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorKinnar Acharya

અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorમનીષ આચાર્ય

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?