સમિતિના મંત્રીઓની નિમણૂકો કરી તમામને અલગ અલગ કાર્યોની જવાબદારી આપવામાં આવી : મનોજભાઈ ડોડીયા
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓને વેગ આપવામાં આવી રહ્યો છે. મહોત્સવને ભવ્ય, દિવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવવા માટે સમિતિની વિવિધ
જવાબદારીઓની વરણી અંતર્ગત માર્ગદર્શન સમિતિના સભ્યો ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇન્ચાર્જ પરેશભાઇ
રુપારેલીયા સર્વે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે હિન્દુ રાષ્ટ્રહિત રક્ષક ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી કરવામાં આવી હતી. ભક્તિ પ્રકાશદાસ મહારાજ સ્વામિનારાયણ સનાતન આશ્રમ, ખીરસરા, રણમલજી,
મેટોડા સાથે સંકળાયેલા છે. ધર્માધ્યક્ષ તરીકે તેમની વરણી થતાં આ વર્ષનો જન્માષ્ટમી મહોત્સવ નવી અને ઐતિહાસિક ઉચાઇઓ પાર કરશે તથા સમાજમાં હિન્દુ ધર્મ અને રાષ્ટ્રભક્તિ માટે અસંખ્ય લોકોને પ્રેરિત કરશે તેમ
માર્ગદર્શક સમિતિના માવજીભાઇ ડોડીયા અને શાંતુભાઇ રુપારેલીયાએ જણાવ્યું હતું.
- Advertisement -
ભક્તિ પ્રકાશદાસ મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદથી જન્માષ્ટમી મહોત્સવના તમામ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોને વધુ ભવ્યતા અને આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત થશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. તેમના
માર્ગદર્શન હેઠળ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવને રાજકોટમાં ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે સૌ કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ બન્યા છે. સમિતિ દ્વારા આગામી દિવસોમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક, સામાજિક,
સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તે દરેકમાં મહારાજનું માર્ગદર્શન અને આશીર્વાદ પ્રાપ્ત થશે તેમ પરેશભાઇ રુપારેલીયાએ જણાવ્યુ હતુ.
આ ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી. આયોજન પૂર્વક સંગઠનાત્મક તૈયારીઓને વેગ આપવામાં માટે અને મહોત્સવના વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન
માટે સમિતિ દ્વારા વિવિધ જવાબદારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મંત્રીઓ તરીકે રવિન્દ્રભાઈ બડગુજર, જયદીપભાઈ વિસપરા, અલ્પેશભાઈ નાંઢા, સંદીપભાઈ આસોદરીયા,
ધ્વનિતભાઈ સરવૈયા, લલિતભાઈ ગોહેલ, પારસભાઈ શેઠ, ધર્મેશભાઈ ગોહેલ, વિપુલભાઈ પંડ્યા, ડો. રવી પાટડિયા, યોગેશભાઈ ચોટલીયા, મહેશભાઈ ડોડીયા, દિનેશભાઈ ચારણીયા, હર્ષભાઈ વ્યાસ, ભાવેશભાઇ લાઠીયા,
સુશીલભાઈ પાંભર અને જીતેશભાઈ રાઠોડ ની નિમણૂક કરવામાં આવી છે. રથયાત્રા ની સુરક્ષા, રથયાત્રાની વ્યવસ્થા, પાણી, પ્રસાદ અને દર્શન જેવી મૂળભૂત વ્યવસ્થાઓ, રૂટ સુશોભન, ફળો વ્યવસ્થા, સ્ટેજ સંચાલન, સ્ટેજ
વ્યવસ્થા, અને ફ્લોટ અને લતા સુશોભન સ્પર્ધા નિર્ણયો વગેરે જેવી અનેક કામગીરીઓ ની સફળતા માટે તમામ જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી રહી છે તેમ સમીતીના સહ ઇન્ચાર્જ મનોજભાઇ ડોડીયાએ જણાવ્યુ હતુ.
નવનિયુક્ત મંત્રીઓ સમિતિના વિવિધ સંગઠનાત્મક અને વ્યવસ્થાકીય કાર્યોમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે તેમજ જન્માષ્ટમી મહોત્સવના વિવિધ કાર્યક્રમોના આયોજન, સંકલન અને સફળ સંચાલનમાં સક્રિય ભૂમિકા
ભજવશે. સામાજિક અને ધાર્મિક આગેવાનો દ્વારા નવનિયુક્ત મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સૌ મંત્રીઓએ તેમને સોંપવામાં આવેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કરી, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી
મહોત્સવને રાજકોટમાં ભવ્ય, દિવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સમીતીના અધ્યક્શ રાજાભાઇ વાવડી, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા અને
કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલે શહેરના લોકોને સમીતી દ્વારા આયોજીત જન્માષ્ટમી મહોત્સવના દરેક કાર્યક્રમોમા ભારે ઉત્સાહ અને આત્મીયતાથી જોડાઇ ને હિંદુ એકતાનો સંદેશ આપવા આહવાન કર્યુ હતુ. ઉપરાંત
માર્ગદર્શક સમીતીના નરેંદ્રભાઇ દવે અને વનરાજભાઇ ગરૈયાએ મહોત્સવ સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ, લતા અને ફ્લોટ શુશોભન મંડળો, સંસ્થાઓ, ધાર્મીક, સામાજીક અને વ્યવસાયિક સંગઠનો અને જાહેર જનતાને આજે
સાંજે 6:30 વાગ્યે શિલ્ડ વિતરણ કાર્યક્રમમા સહભાગી થવા અને તાવાનો પ્રસાદ લેવા પધારવા નિમંત્રણ પાઠવ્યુ હતુ.
- Advertisement -
વાદ નહીં વિવાદ નહીં, હિન્દુત્વ સિવાય બીજી કોઈ વાત નહીં સૂત્રને જીવન મંત્ર બનાવનાર ભક્તિ પ્રકાશદાસ મહારાજ
ભક્તિ સ્વામી સ્વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરા રણમલજીના સંસ્થાપક છે. શ્રીમદ ભાગવત, રામાયણ, શિવપુરાણ જેવા પૌરાણિક ગ્રંથોના સુપ્રસિદ્ધ વક્તા છે. તેઓ જ્યારે કથાનું વાંચન અને પઠન કરે છે ત્યારે અસંખ્ય
ભક્તો ભગવાનના ભક્તિરસમાં તરબોળ થઈ જાય છે. મહારાજના પ્રયાસોથી અનેક ભક્તોને જીવનનો સાચો માર્ગ અને દિશા પ્રાપ્ત થઈ છે. સમગ્ર વિશ્વમાં યુવાનો હિન્દુ ધર્મની પરંપરા અને સંસ્કૃતિને જાણે, સમજે અને જીવનમાં
ઉતારે તેના માટે મહારાજના અથાક પ્રયાસોથી અનેક યુવાનો પ્રભાવિત થઈ હિન્દુત્વ તરફ જાગૃત થયા છે. હિન્દુ ધર્મ માનવ જાતને શ્રેષ્ઠ જીવન જીવવાનો ઉપદેશ અને મોક્ષ મેળવવાના માર્ગની શિક્ષા પ્રદાન કરે છે. રાષ્ટ્રહિત
જેમના માટે સર્વોપરી છે તેવા ભક્તિ પ્રસાદ દાસ મહારાજને રાષ્ટ્રવાદી સંત તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે. પોતાના આધ્યાત્મિક પ્રવાસની સાથે સાથે રાષ્ટ્રહિત અને ધર્મ રક્ષાને પોતાનું દાયિત્વ સમજીને સમાજને નવો રાહ
બતાવનાર એવા સંત જેઓ અખિલ ભારતીય સંત સમિતિ-રાજકોટ જિલ્લાના અધ્યક્ષ પદે પણ પોતાની જવાબદારીનું નિર્વાહન કરી રહ્યા છે. રાષ્ટ્ર આરાધના એ જ પ્રભુ આરાધના આ સૂત્રને ચરિતાર્થ કરવા માટે સમાજના યુવાનો
યુવતીઓ હિન્દુ ધર્મનું સાચું જ્ઞાન, સાચા સંસ્કાર, સાચા સદગુણ પ્રાપ્ત કરે એના માટે વિવિધ જગ્યાએ સેમિનારો કરી હિન્દુ જાગરણની અદભુત સેવા કરી રહ્યા છે. તેમનું જીવન હિંદુત્વ માટે સમર્પિત છે. વાદ નહીં વિવાદ નહીં,
હિન્દુત્વ સિવાય બીજી કોઈ વાત નહીં આ સૂત્રને તેમણે પોતાનો જીવન મંત્ર બનાવ્યો છે.




