કૉંગ્રેસ પર જબરદસ્તી રજીસ્ટ્રેશન કરાવવાનો આરોપઃ રાહુલનો આજે ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ
પુણેની COEP ટેકનોલોજીકલ યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં શુક્રવારે રાત્રે NSUI અને અઇટક કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વિવાદ રાહુલ ગાંધીના શનિવારે યોજાનારા ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ પહેલા થયો હતો.
ઘટના બાદ હોસ્ટેલમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. ABVPનો આરોપ છે કે કોંગ્રેસ કાર્યકરો વિદ્યાર્થીનીઓ પર રાહુલના કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવવા દબાણ કરી રહ્યા હતા. જ્યારે, NSUIએ દાવો કર્યો હતો કે કાર્યક્રમના સમર્થનમાં બોલનારી ૨ વિદ્યાર્થિનીઓને ABVP સભ્યોએ હોસ્ટેલમાં રોકીને ધમકાવી હતી. અહીં ABVPના વિદ્યાર્થી સાથે મારપીટના કેસમાં ૬ નામજોગ લોકો અને લગભગ ૫૦-૬૦ NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાહુલ આજે પુણેમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. આ પહેલા તેમણે કોટામાં ૧૭ જૂન, દેહરાદૂનમાં ૧૭ જુલાઈ અને પ્રયાગરાજમાં ૮ ઓગસ્ટે આ કાર્યક્રમ કર્યો હતો. તેમણે પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા.




