By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    8 hours ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    8 hours ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 day ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    8 hours ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    8 hours ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    9 hours ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    1 day ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    8 hours ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 day ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor
Last updated: 2026/08/22 at 3:25 PM
Khaskhabar Editor 1 month ago
Share
10 Min Read
SHARE

રીના બ્રહ્મભટ્ટ
બૂથ લેવલ નેટવર્ક, પોલિટિકલ ફીડબેક અને કેડર ટ્રેનિંગ પક્ષની સતત સફળતાનો મુખ્ય આધાર

કોઈપણ પાર્ટી માટે સત્તામાં આવવું કે ટકીને રહેવું તેમાં પણ સતત 3-3 ટર્મ સુધી તે જરાપણ આસાન બાબત નથી હોતી.રાજનીતિ તે શતરંજનો જંગ છે,
કઈ ચાલ ક્યારે ચાલવી, ક્યુ મહોરું ક્યાં અને ક્યારે બેસાડવું તે ન આવડે તો તમે રાજનીતિમાં ચાલો જ નહીં.મોદીજી મતલબ કે ભારતીય જનતા પાર્ટી સતત 3-3 ટર્મથી દેશમાં સત્તાના સૂત્રો સફળતાપૂર્વક સંભાળી રહી છે તે જરાપણ આસાન નથી.1.5 અબજ નજીકની પબ્લિકમાંથી માની લો કે 50 % જેટલા લોકો પણ મતદારો છે કે મતદાન કરે છે તો પણ આ કોઈ આસાન રાહ નથી.કેમ કે, તમે એક જ ટર્મ કોન્સ્ટન્ટ 5 વર્ષ સત્તા સંભાળો એટલે ગમે તેટલા કામો કરો તો પણ પબ્લિકનો અસંતોષ ક્યાંકને ક્યાંક તમારી સાથે કે તમારા કામ સામે કે કોઈ મુદ્દા આધારિત રહે જ એટલે એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટર તમને બીજી ટર્મમાં ક્યાંક તો નડે જ.પરંતુ બીજેપીની આ જ કુનેહ કે ક્યાંક મોદીજીની લોકપ્રિયતા સતત 3 ટર્મથી આ કરી બતાવતી આવી છે.વળી આમ તેઓ તમામ પીએમના રેકર્ડ તોડી સૌથી વધુ દિવસ સત્તામાં રહેનાર પીએમ તરીકે નો આંક પણ તેઓ જવાહરલાલ નહેરુ બાદ મેળવી ચુક્યા છે.ત્યારે આ સમગ્ર બાબતોમાં કેટલાય ફેક્ટર એકસાથે મળીને તેમને સફળતાનાં દાવેદાર બનાવે છે. આ વિષે અહીં હાલના જ એક મુદ્દા પર ખાસ વાત કરીયે તો,

- Advertisement -

17 ઓગસ્ટ 2026ના રોજ બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન એ નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી. કુલ 65 રાષ્ટ્રીય પદાધિકારીઓમાં 51 નવા ચહેરા છે. ટીમમાં 10 મહિલાઓ અને 6 માઇનોરિટી કોમ્યુનિટી લીડર્સ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સ્મૃતિ ઈરાની, રામ મહાદેવ જેવા અનુભવી નેતાઓને મહત્વની જવાબદારી આપવામાં આવી છે. એટલે આ ફેરફારને માત્ર “કોણ આવ્યું અને કોણ ગયું” તરીકે જોવો અધૂરો અભિગમ રહેશે.
વેલ ત્યારે આ 51 નવા ચહેરા, ગુજરાતના 4 નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી અને અમિત માલવિયા ની જગ્યાએ નવી ડિજિટલ ટીમ આ માત્ર પદોની ફેરબદલી છે કે બીજેપી ના સંગઠનને નવી દિશા આપવાનો પ્રયાસ? ત્યારે અહીં આ વિષે ખાસ થોડી ચર્ચા કરીયે તો,

બીજેપી માં સંગઠન એટલે શું? કેમ આટલું મહત્વ આપવામાં આવે છે ? આ આખી બાબત અહીં સમજીયે તો,
-સરકાર અને રાજકીય સંગઠન બે અલગ ભૂમિકાઓ ભજવે છે.
-સરકાર નીતિ બનાવે છે, યોજનાઓ અમલમાં મૂકે છે અને વહીવટ ચલાવે છે.
-જ્યારે પક્ષનું સંગઠન કાર્યકરોનું નેટવર્ક, ચૂંટણીનું આયોજન, જનસંપર્ક, પ્રચાર, તાલીમ, રાજકીય ફીડબેક k અને વિવિધ સ્તરના પક્ષીય સંકલનનું કામ કરે છે.

બીજેપી ના પોતાના ટ્રેનિંગ ડોક્યુમેન્ટ્સમાં માં મંડળ અને ડીસ્ટ્રીકટ સ્તરે ટ્રેનિંગ , કાર્યકરોને તૈયાર કરવા અને સરકારની કામગીરી અંગે કાર્યકરોને માહિતી આપી તેને લોકો સુધી પહોંચાડવાની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી છે. બીજેપી ના સંગઠન સંબંધિત દસ્તાવેજોમાં નેશનલ થી સ્ટેટ , ડીસ્ટ્રીકટ મંડળ અને લોકલ કમિટી સુધીની રચના પણ દર્શાવવામાં આવી છે.

- Advertisement -

એટલે ચૂંટણીના સમયે માત્ર મોટા નેતાની સભા પૂરતી નથી. લોકોને આ સભાઓ સુધી કોણ પહોંચાડશે ?બુથ પર કોણ કાર્ય કરશે ? મતદારો સુધી કોણ પહોંચશે ?અને સ્થાનિક ફીડબેક ઉપર સુધી કોણ પહોંચાડશે જેવી બાબતો ને લઈને અહીં સંગઠનની ભૂમિકા શરૂ થાય છે.

રાષ્ટ્રીય ટીમથી બુથ સુધી કેવી રીતે કામ ચાલે છે?
વધુમાં સરળ ભાષામાં બીજેપી ની સંગઠનાત્મક રચનાને આ રીતે સમજી શકાય:
રાષ્ટ્રીય સ્તર → રાજ્ય → જિલ્લા → મંડળ → સ્થાનિક/બૂથ સ્તર
રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા રાજકીય અને સંગઠનાત્મક નિર્ણયો નીચેના સ્તરો સુધી પહોંચાડવાનું અને ત્યાંથી મળતી માહિતી ઉપર સુધી પહોંચાડવાનું આખું નેટવર્ક ચૂંટણીમાં મહત્વનું બને છે. બીજેપી ના પોતાના દસ્તાવેજોમાં પણ સંગઠનના વિવિધ સ્તરો અને ટ્રેનિંગ સ્ટ્રક્ચર નો ઉલ્લેખ છે.

સંગઠનના મુખ્ય કામ શું?
1. ચૂંટણીનું ગ્રાઉન્ડ નેટવર્ક :
પ્રદેશથી લઈને જિલ્લા, મંડળ અને સ્થાનિક સ્તર સુધી કાર્યકરોને ચૂંટણીની કામગીરી સાથે જોડવા.
2. પોલિટિકલ ફીડબેક
સ્થાનિક મુદ્દા, લોકોનો પ્રતિસાદ અને રાજકીય પરિસ્થિતિ અંગેનું ફીડબેક ઉપરના નેતૃત્વ સુધી પહોંચાડવું.
3. પોલિટિકલ મેસેજિંગ
પક્ષ કયા મુદ્દા પર ભાર મૂકે અને કાર્યકરો તે મુદ્દાઓને લોકો સુધી કેવી રીતે પહોંચાડે તેની કામગીરી.
4. કેડર ટ્રેનિંગ
કાર્યકરોને સંગઠન, વિચારધારા, સમકાલીન મુદ્દાઓ અને સરકારની કામગીરી અંગે તાલીમ આપવી. બીજેપી ના ટ્રેનિંગ ડોક્યુમેન્ટ્સ માં આ બાબતને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
5. યુથ અને સ્ત્રીઓલક્ષી જનસંપર્ક
યુવા મોરચા, મહિલા મોરચા સહિતના સંગઠનો દ્વારા અલગ-અલગ સામાજિક વર્ગ સુધી પહોંચ વધારવી.બીજેપી ના દસ્તાવેજોમાં મોરચાઓ ને સંગઠનના માળખાનો ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
6. ચૂંટણી દરમ્યાન મતદારો અને કાર્યકરોને સક્રિય કરવાની કામગીરી :
સભાઓ, પ્રવાસ, સભ્યપદ , જનસંપર્ક અને ચૂંટણીના ગ્રાઉન્ડ લેવલ l આયોજનમાં કાર્યકરોને સક્રિય કરવા.
ત્યારે આ તમામ કામગીરીમાં ગુજરાત કે જે મોદીજીનું ગૃહરાજ્ય પણ છે ત્યારે 4 ગુજરાતીઓને પણ તેમાં સમાવવામાં આવ્યા છે.

ગુજરાતના 4 નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી:
આ નવી ટીમમાં ગુજરાતને પણ મહત્વનું પ્રતિનિધિત્વ મળ્યું છે.
વર્ષાબેન દોશી — રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
જગદીશ પટેલ — રાષ્ટ્રીય સચિવ
રોહન ગુપ્તા — રાષ્ટ્રીય સચિવ
હેમાંગ જોશી — ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ

હેમાંગ જોશીની જવાબદારી કેમ મહત્વની?
વડોદરાના સાંસદ હેમાંગ જોશીને તેજસ્વી સૂર્ય ના સ્થાને બીજેપીના યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એટલે ગુજરાતના એક નેતાને દેશભરના બીજેપી ના યુવા સંગઠનનું નેતૃત્વ સોંપાયું છે.વિશેષમાં ,દેશમાં જંતર -મંતર ખાતેના પ્રદર્શન બાદ Gen G કે યુવા મતદારોનું મહત્વ વધતું જાય છે ત્યારે આ જવાબદારી માત્ર સંગઠનાત્મક પદ નથી; તે યુવાનો સુધી પક્ષનો સંપર્ક અને સંગઠનનું વિસ્તરણ કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ બની શકે છે.

રોહન ગુપ્તાની પસંદગી પણ ચર્ચાસ્પદ ?
રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. તેમની રાજકીય પૃષ્ઠભૂમિને જોતા તેમની નિમણૂક પર “જૂના કાર્યકરો અને આયાતી નેતાઓ” અંગે રાજકીય ચર્ચા થઈ છે.
પરંતુ અહીં એક વાત સ્પષ્ટ જરૂરી છે કે,
બીજેપી એ તેમની નિમણૂકનું સત્તાવાર કારણ “જૂના કાર્યકરોની અવગણના” તરીકે જાહેર કર્યું નથી.તેથી આ મુદ્દાને નિશ્ચિત તથ્ય તરીકે નહીં પરંતુ રાજકીયઅર્થઘટન તરીકે જ જોવો જોઈએ.

આ સાથે જ અમિત માલવિયા ની જગ્યાએ દિપક મહાસ્કે કેમ ચર્ચામાં?
નવી ટીમમાં સૌથી વધુ ચર્ચાયેલા ફેરફારોમાંથી એક છે બીજેપી આઇટી /સોશિઅલ મીડિયા ઓપરેશન સાથે લાંબા સમયથી જોડાયેલા અમિત માલવિયા નું નવી રાષ્ટ્રીય યાદીમાં સ્થાન ન હોવું.પીટીઆઈ Iના અહેવાલ મુજબ માલવિયા 2015થી બીજેપીના ના આઇટી અને સોશિઅલ મીડિયા વિભાગના વડા હતા અને હવે છત્તીસગઢ ના દિપક મહાસકે તેમની જગ્યાએ જવાબદારી આપવામાં આવી છે.તે સિવાય પણ નવી વ્યવસ્થામાં પ્રીતિ ગાંધી , શિવાનંદ દ્વિવેદી , આલોક ભટ્ટ અને અરુણ યાદવ ને સોશયલ મીડિયા કો-કન્વીનર તરીકે જવાબદારી આપવામાં આવી છે.આથી એટલું ચોક્કસ કહી શકાય કે ડિજિટલ કોમ્યુનિકેશન્સ ની જવાબદારીમાં મોટો સંગઠનાત્મક ફેરફાર થયો છે.

પરંતુ અહીં પણ નોંધવી જરૂરી છે કે, માલવિયા ને “કોઈ ચોક્કસ નિષ્ફળતાને કારણે હટાવવામાં આવ્યા” અથવા “કોઈ ચોક્કસ કારણસર બહાર કરવામાં આવ્યા” એવું કોઈ સત્તાવાર કારણ જાણવા મળતું નથી.ત્યારે અટકળો થઈ શકે, પરંતુ અટકળને તથ્ય ન મળે ત્યાં સુધી રજૂ કરવું યોગ્ય નથી.

તો શું આ 2029ની તૈયારી છે?
અહીં સૌથી રસપ્રદ રાજકીય પ્રશ્ન ઊભો થાય છે.નવી ટીમમાં 51 નવા ચહેરા આવ્યા છે, જેમાં સ્મૃતિ ઈરાની, રામ મહાદેવ, વસુંધરા રાજે જેવા અનુભવી નેતાઓને પણ મહત્વની જવાબદારી આપવામાં આવી છે.અટલે આ ફેરફારને માત્ર “જૂનાઓની વિદાય” તરીકે જોવો યોગ્ય નથી.

તેમાં ત્રણ બાબતો એકસાથે જોવા મળે છે:
નવું નેતૃત્વ + જૂનો અનુભવ + સામાજિક/પ્રાદેશિક પ્રતિનિધિત્વ
આ સંયોજન આગામી ચૂંટણી માટે સંગઠનને વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ હોઈ શકે છે. કેટલાક અહેવાલોએ આ ફેરફારને આગામી વિધાનસભા ચૂંટણી અને લાંબા ગાળાની ચૂંટણી તૈયારી સાથે પણ જોડ્યો છે. પરંતુ “આ આખી ટીમ માત્ર 2029 માટે જ બનાવાઈ છે” એવું સત્તાવાર અહીં કહેવાનો આશય નથી. તેથી તેને અહીં એક રાજકીય વિશ્લેષણ તરીકે જ રજૂ કરવું યોગ્ય છે.
આખરે સવાલ શું છે?
બીજેપી ની નવી રાષ્ટ્રીય ટીમને જોતા સૌથી મોટો સવાલ એ નથી કે કયા નેતાને કયું પદ મળ્યું?
સવાલ અહીં તે ઉઠે છે કે ,શું બીજેપી હવે પોતાના સંગઠનને નવી પેઢી, નવી ડિજિટલ વ્યૂહરચના અને વધુ વ્યાપક સામાજિક પ્રતિનિધિત્વ સાથે ફરી ગોઠવી રહી છે?
51 નવા ચહેરા એ મોટા સંગઠનાત્મક પરિવર્તનનો સંકેત છે.
ગુજરાતના ચાર નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી મળવી ગુજરાત માટે મહત્વપૂર્ણ છે.
અમિત માલવિયા ની જગ્યાએ નવી ડિજિટલ લીડરશીપ ગોઠવવવી પણ ધ્યાન ખેંચે છે.
તેમજ સ્મૃતિ ઈરાની તથા રામ મહાદેવ જેવા અનુભવી ચહેરાઓની વાપસી બતાવે છે કે આ ફેરફારમાં માત્ર “નવું” જ નથી અનુભવને પણ માઈલેજ આપવામાં આવ્યું છે.અંતે રાજકારણમાં સંગઠનની સાચી તાકાત પદોની યાદીમાં નહીં, પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વથી લઈને સૌથી નીચેના કાર્યકર અને મતદાર સુધીનું નેટવર્ક કેટલું અસરકારક રીતે કામ કરે છે તેમાં હોય છે.એટલે બીજેપી ની આ નવી ટીમને માત્ર “કોને પદ મળ્યું અને કોને કાઢ્યા?” એટલા સવાલથી જોવી કદાચ સૌથી મોટી ભૂલ હશે.કારણ કે ચૂંટણી જીતવા માટે નેતા મંચ પર હોય છે, પરંતુ ચૂંટણી લડાવતું સંગઠન ઘણીવાર મંચની પાછળ કે પડદા પાછળ કામ કરતું હોય છે.

You Might Also Like

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
Next Article કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?