હાલ વૈશ્વિક ગરમી સરેરાશ કરતા 1.5 ડિગ્રી વધુ : કૃષિ પેદાશો પર વિપરીત અસરથી અર્થતંત્ર 3 વર્ષ પાછળ ધકેલાશે
વર્તમાન પેઢીએ ક્યારેય ન જોઇ હોય તેવી અસર અનુભવાશેઃ અલ નીનોનો પ્રભાવ 9 માસથી એક વર્ષ સુધી રહેશે
- Advertisement -
ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી છુટા છવાયા વરસાદ સિવાય મેઘવિરામ છે. દેશના અન્ય ભાગોમાં પણ અત્યાર સુધી વરસાદી અનિયમિતતા વચ્ચે વરસાદની ખાદ્ય છે. ચોમાસાને વેરવિખેર કરતા અલનીનોને કારણે આ
હાલત છે. જ્યારે વર્તમાન પેઢીએ ક્યારેય નિહાળી ન હોય તેવી ભયાનક હવામાન અસર અલનીનોથી સર્જાય તેમ હોવાની ડરામણી આગાહી કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે વર્તમાન સક્રિય અલનીનો ચાલુ
સદીનું-છેલ્લા ૧૦૦ વર્ષનું સૌથી ભયંકર અને શક્તિશાળી બની રહેવાની શક્યતા છે અને એમ કહ્યું છે કે ૨૦૨૭માં અલનીનોની ભયાનક અક્ષર દુનિયાના અર્થતંત્રને ૨૦૨૪માં ધકેલી દેશે. અર્થાત ત્રણ વર્ષ પાછળ કરી દેશે
સાથોસાથ ૨૦૨૪નો સૌથી વધુ ગરમી-તાપમાનનો રેકોર્ડ પણ તૂટી જવાની ભીતિ છે. અલનીનોને કારણે ચોમાસા પર પ્રભાવ પડ્યો જ છે. ભારતના અનેક ભાગોમાં વરસાદી ખાદ્ય વધુ છે.
દેશ લેવલે પણ વરસાદની ખાદ્ય છે. કૃષિ ક્ષેત્ર પર સંકટ સર્જાવાની ભીતિ છે. આ ઉપરાંત આવતા મહિનાઓમાં તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે. તાપમાન સરેરાશ કરતા ત્રણ ડીગ્રી વધુ રહી શકે છે.
બ્રિટીશ એજન્સીના રીપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે છેલ્લા ૧૦૦ વર્ષમાં લોકોએ અનુભવી ન હોય તેવી અલનીનોની અસર ચાલુ અને આવતા (૨૦૨૬ અને ૨૦૨૭) વર્ષમાં જોવા મળશે. પ્રશાંત મહાસાગરનું
તાપમાન હજુ સતત વધી રહ્યું છે. ૨૦૨૫ની સરખામણી કરવામાં આવે તો તાપમાન ૨.૬ ડીગ્રી વધુ છે. નવેમ્બર સુધીમાં ૩.૯ ડીગ્રી ઉંચે પહોંચી શકે છે. અનુમાન મુજબ જ અલનીનો ભયંકર બને તો સમગ્ર દુનિયાનું હવામાન
પ્રભાવિત બનશે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે. હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે અનુમાન પ્રમાણે જ ભયાનક અસરના સંજોગોમાં ૨૦૨૭માં તાપમાન-ગરમીના તમામ રેકોર્ડ તૂટી જશે. અલનીનોનો પ્રભાવ ૯ મહિનાથી માંડીને
૧૨ મહિના રહેતો હોય છે અને દુનિયાભરમાં તાપમાન પ્રભાવિત હોય છે.




