તમામ પ્રાઈવેટ સ્કૂલોમાં રજા, મોહાલીમાં હાઈવે જામ, લુધિયાણામાં નિહંગ જામ કરવા પહોંચ્યાઃ જલંધર બસ સ્ટેન્ડ પર મુસાફરો ફસાયા
કૌમી ઈન્સાફ મોરચા તરફથી આજે (૨૧ ઓગસ્ટ) સવારે ૭વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી પંજાબ બંધ છે. બસના પૈડા થંભી ગયા છે. તમામ પ્રાઈવેટ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે, ટ્રેનો પર હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી. ખરડ-ચંદીગઢ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં ડયુટી પર જતા લોકોની મોરચાના સભ્યો સાથે દલીલ થઈ હતી. જલંધર, પઠાણકોટ અને લુધિયાણામાં બંધની મિશ્ર અસર જોવા મળી રહી છે. અહીં કેટલીક જગ્યાએ બજારો સંપૂર્ણપણે બંધ છે તો ઘણી જગ્યાએ દુકાનો ખુલ્લી છે. મોરચો સજા પૂરી થયા પછી પણ જેલમાં બંધ શીખોની મુક્તિ અને પૂર્વ CM બેઅંત સિંહની હત્યાના દોષિત જગતાર હવારાના પેરોલની માંગ કરી રહ્યો છે. ચંદીગઢ-મોહાલી બોર્ડર પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. અહીં ચંદીગઢ પોલીસ સાથે RAF અને CRPFના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. RAFના જવાનો પાસે આંસુ ગેસ ગન પણ જોવા મળી.
- Advertisement -
પંજાબમાં આજે શું-શું બંધ?
સ્કૂલો-કોલેજ: ચંદીગઢ-મોહાલીની કેટલીક સ્કૂલો બંધ કરવામાં આવી છે. પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશને પણ રજા રાખવા અપીલ કરી છે.
બજાર અને દુકાનો: મુખ્ય બજારો, શોપિંગ મોલ, જથ્થાબંધ બજારો અને અન્ય વ્યાપારી સંસ્થાઓ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.
ટ્રાફિક: નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જિલ્લા માર્ગો પર ટ્રાફિક રોકવામાં આવશે.
બસ, ઓટો અને ટેકસી: હાઈવે બંધ થવાથી તેના પર અસર પડશે.
ટ્રેનો: મોરચાએ બંધ દરમિયાન રેલવે ટ્રેક પણ જામ કરવાની જાહેરાત કરી છે.
SGPC સંસ્થાઓઃ SGPCની કચેરીઓ અને તેના હેઠળની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.




