By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    2 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    2 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor
Last updated: 2026/08/13 at 2:46 PM
Khaskhabar Editor 2 hours ago
Share
6 Min Read
SHARE

સાતમ-આઠમની રજાઓ અને શ્રાવણ માસમાં પરિવાર-મિત્રો સાથે વનડે પિકનિક માટે પરફેક્ટ રિલીજીયસ, સ્પિરિચ્યુઅલ એન્ડ નૅચરલ પ્લેસ

આસ્થા, અધ્યાત્મ અને પ્રાકૃતિક સૌંદર્યનો ત્રિવેણી સંગમ માણવા જસદણના કનેસરા ગામ નજીક આવેલા ત્રણ સ્થળોની મુલાકાત અવશ્ય લેવી

- Advertisement -

અહીંનો લીલોછમ નજારો અને આહલાદક વાતાવરણ મનને શાંતિ અને તનને તાજગી આપે છે : એકમાત્ર ભૂતનાથ મહાદેવના દર્શન કરી સંતોષ ન માનશો, તેની નજીકના ધાર્મિક સ્થળોએ પણ અચૂક જજો

ભવ્ય રાવલ (લેખક-પત્રકાર)

સાતમ-આઠમની રજાઓ સાથે પવિત્ર શ્રાવણ માસમાં જો તમે પરિવાર – મિત્રો – સગાસંબંધીઓ સાથે આસ્થા, અધ્યાત્મ, પ્રકૃતિના અદભુત સૌંદર્યનો અનુભવ કરવા માંગતા હોવ તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા
કનેસરા ગામ નજીકના કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને સાત બહેનોના ખોડિયાર માતાજી મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આટકોટ – ભાવનગર રોડ પર હલેન્ડા ગામે ભૂતનાથ
મહાદેવના દર્શનાર્થે પહોંચતા હોય છે પરંતુ તેનાથી થોડાક જ અંતરે નદી કાંઠે આવેલા કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને લાડૂડો ડુંગર પરનું સાત બહેનોના ખોડિયાર માતાજી મંદિર પણ એટલા જ આકર્ષક, રમણીય,
દર્શનીય ધામ છે જેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ હોવાથી ત્યાં જવાનું ઘણીવાર ચૂકાય જતું હોય છે.

- Advertisement -

હરિયાળા જંગલો, નદી કાંઠાનું મનમોહક વાતાવરણ, મોટીમોટી પવનચક્કીઓ અને ડુંગરોની ગોદમાં વસેલા મંદિરો તેમજ સર્વત્ર છવાયેલું પ્રકૃતિનું અવિસ્મરણીય સૌંદર્ય અહીં આવતા દરેક પ્રવાસીઓના મનને મોહી લે છે. એક
તરફ પ્રાચીન ધાર્મિક વારસાનો સ્પર્શ મળે છે તો બીજી તરફ કુદરતના ખોળામાં સૌમ્યતાની અનુભૂતિ થાય છે. વનડે પિકનિક માટે આ પરફેક્ટ રિલીજીયસ, સ્પિરિચ્યુઅલ એન્ડ નૅચરલ પ્લેસ છે. આ ત્રણેય જગ્યા પર વનભોજન
કરવાની મજા જ કઈક અલગ છે. રાજકોટથી તો સવારે સ્કૂટર-બાઈક કે કારમાં નીકળીએ તો સાંજ સુધીમાં બધા સ્થળોની મુલાકાત લઈ આરામથી પરત આવી શકાય.

અંગત આગ્રહ છે કે તહેવારોના દિવસોમાં ભગવાન શિવજીની કૃપા મેળવવાની, હનુમાનજીના આશીર્વાદ લેવાની અને ખોડિયાર માતાજીના ચરણોમાં વંદન કરવાની સાથે પ્રકૃતિના સૌંદર્યને નિહાળવાની તક ચૂકતા નહીં. આ
વખતે ભૂતનાથ મહાદેવની યાત્રા સાથે કનેસરા ગામથી પાંચ-દસ કિલોમીટરના અંતરમાં જ આવેલા આ ત્રણેય સ્થળોને પણ તમારી યાત્રામાં સ્થાન આપો અને ધાર્મિક, આધ્યાત્મિક તેમજ કુદરતી આનંદનો અનોખો અનુભવ
મેળવો.

પશ્ચિમાભિમુખ શિવલિંગવાળું 3500 વર્ષ પુરાણું મંદિર એટલે કંનનાથ મહાદેવ

કનેસરા ગામથી બે કિલોમીટર દૂર હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કાંઠે 3500 વર્ષથી કંનનાથ મહાદેવ બિરાજમાન છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે મોટાભાગના શિવાલયો પૂર્વાભિમુખ હોય છે, જ્યારે આ મંદિરનું
શિવલિંગ પશ્ચિમાભિમુખ છે. શાસ્ત્રો અનુસાર શિવજીનું આ પશ્ચિમાભિમુખ સ્વરૂપ ‘સદ્યોજાત’ તરીકે ઓળખાય છે, જે અત્યંત પવિત્ર અને તાત્કાલિક મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ પ્રજાના હિત ખાતર
અહીં રાજાએ તળાવનું ખોદકામ કરાવ્યું ત્યારે સ્વયંભૂ પ્રસન્ન થયું હતું કંનનાથ મહાદેવનું શિવલિંગ. સાડા ત્રણ હજાર વર્ષ જૂના પશ્ચિમાભિમુખ કંનનાથ મહાદેવનાં દર્શન કરવા શ્રાવણ માસ સિવાય પણ ભક્તો કાયમી ઉમટતા રહે
છે.

દુઃખભંજન હનુમાનજી મંદિર અને અષ્ટમુખી શિવાલય

કનેસરા ગામ નજીક હનુમાનજી દાદા શ્રદ્ધાળુઓના સર્વે દુઃખો, કષ્ટો અને વિઘ્નો દૂર કરનારા ‘દુઃખભંજન’ તરીકે પૂજાય છે. જ્યારે હનુમાનજીને ડરાવવા રાવણે દસમુખના દર્શન કરાવ્યા ત્યારે હનુમાનજીએ અગિયારમુખ ધારણ
કરી રાવણને અચંબિત કરી દીધેલા. આ મંદિરનું પ્રવેશદ્વાર હનુમાનજીની અગિયારમુખી વિશાળ પ્રતિમા ધરાવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી દાદાની તેજોમય મૂર્તિ સ્થપાયેલી છે, જેને સિંદૂર અને સુંદર શણગારથી
સુશોભિત કરવામાં આવી છે. આ જ પરિસરમાં દાદાના દર્શનની સાથેસાથે અષ્ટમુખી ભગવાન શંકરનું પવિત્ર શિવાલય પણ આવેલું છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બને છે.

​લાડૂડો ડુંગર પર બિરાજમાન સાત બહેનોના ખોડિયાર માતાજી મંદિર

કનેસરા ગામ પાસે આવેલા લાડૂડો ડુંગર ઉપરના સાત બહેનોના ખોડિયાર માતાજી મંદિર ખાસ જવા અને જોવા જેવું છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં સાત બહેનોના ખોડિયાર માતાજીની સુંદર મૂર્તિઓ શણગાર સાથે ભક્તોને દર્શન
આપે છે. લાડૂડો ડુંગરની ઉપર જવા માટે સીડીઓ બનાવાઈ છે. ડુંગર તરફ જતાં રસ્તાની બંને બાજુએ વિવિધ પ્રકારના ફૂલ-છોડ અને નાળિયેરીના વૃક્ષો વાવીને ખૂબ જ સુંદર બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત
ડુંગર પર અને આસપાસના સીમ વિસ્તારમાં સ્થપાયેલી વિશાળ પવનચક્કીઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.​ આશરે પચાસેક પગથિયાં ચઢીને ડુંગરની ટોચ પર પહોંચતા જ આસપાસનો નયનરમ્ય નજારો જોવા મળે
છે.

આ ત્રણેય સ્થળો જીવનની ભાગદોડ, શહેરથી લઈ સોશિયલ મીડિયાના ઘોંઘાટ વચ્ચે આત્માને તૃપ્તિ અને આંખોને ટાઢક આપનારા છે. અહીં પહોંચ્યા પછી સમજાય છે કે પ્રકૃતિ અને પરમાત્માનો સાથ મળે ત્યારે પ્રવાસ માત્ર
પ્રવાસ રહેતો નથી, એક યાદગાર અનુભવ બની જાય છે. એક તરફ સાડા ત્રણ હજાર વર્ષ જૂના પશ્ચિમાભિમુખ કંનનાથ મહાદેવ, બીજી તરફ આગળ જતાં દુઃખ હરનારા અગિયારમુખી હનુમાનજી અને અષ્ટમુખી શિવજી ત્યારબાદ
ત્રીજી બાજુ લાડૂડો ડુંગર પર સાત બહેનોના ખોડિયાર માતાજી.. આ સમગ્ર યાત્રા ભક્તિ અને પ્રકૃતિ વચ્ચેનો અનોખો સેતુ બની રહે છે. કદાચ એટલા માટે જ અહીં એકવાર આવનાર વ્યક્તિ ફરીથી આવવાની ઈચ્છા રાખે છે. તેથી
આ વખતે ભૂતનાથ મહાદેવ જતી વખતે વધુ ત્રણ સ્થળોને પણ તમારા પ્રવાસમાં સામેલ કરો. શક્ય છે કે આ યાત્રા તમને માત્ર દર્શનનો સંતોષ જ નહીં પરંતુ મનમાં શાંતિ, હૃદયમાં પ્રસન્નતા અને પ્રકૃતિ પ્રત્યે નવો પ્રેમ પણ
ઉત્પન્ન કરી જાય.

You Might Also Like

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

શૂન્યનો સ્વીકાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
Next Article અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?