By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    8 minutes ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    24 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    15 minutes ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    43 minutes ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 hour ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    24 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં પાડોશી સગીરે ઘરમાં ઘુસી સગીરાને નિર્વસ્ત્ર કરી આચર્યું દુષ્કર્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં પાડોશી સગીરે ઘરમાં ઘુસી સગીરાને નિર્વસ્ત્ર કરી આચર્યું દુષ્કર્મ
CRIME

રાજકોટમાં પાડોશી સગીરે ઘરમાં ઘુસી સગીરાને નિર્વસ્ત્ર કરી આચર્યું દુષ્કર્મ

Khaskhabar Editor
Last updated: 2026/07/07 at 2:08 PM
Khaskhabar Editor 3 months ago
Share
13 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સગીર દીકરી ઘરે હોય પાડોશી સગીરે ઘરમાં ઘુસી એકલતાનો લાભ લઇ દીકરીને મારી નાખવાની ધમકી આપી કપડાં ફાડી નિવસ્ત્ર કરી અવાજ કરીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે પોલીસે સગીર સામે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ભોગબનનાર સગીરાની માતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમમાં પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. દીકરો શાકભાજીની લારી ચલાવે છે. ગત 5 જુલાઈ 2026ના રોજ સાંજના 7થી 7:30 વાગ્યા દરમિયાન બન્ને સગીર વયની દીકરી ઘરે એકલી હતી અને આ સમયે નાની દીકરી પડોશમાં રમવા માટે ગઈ હતી અને મોટી દીકરી ઘરે એકલી હતી. મોટી દીકરી ઘરે એકલી હોવાની જાણ થતા નજીકમાં જ રહેતો 17 વર્ષીય સગીર ઘરે પહોંચ્યો હતો અને ભોગ બનનાર બાળકીને અવાજ કરીશ તો મારી નાખીશ કહી તેના કપડાં ફાડી નાખી નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ પછી થોડીવારમાં નાની દીકરી જે ઘરે રમવા ગઈ હતી ત્યાં પાડોશીએ મેગી બનાવી હોવાથી તેને મોટી બેનને પણ મેગી ખાવા માટે બોલાવવા જવાનું કહેતા નાની બહેન ઘરે પહોંચતા તેને આરોપીને નિર્વસ્ત્ર હાલતમાં જોઈ જતા ગભરાઈને પરત આવી પાડોશી મહિલાને જાણ કરતા તુરંત પાડોશી મહિલા સગીરાના ઘરે પહોંચી હતી પરંતુ આ સમયે આરોપી સગીર કપડાં પહેરી ઘરમાંથી બહાર નીકળી ગયો હતો અને થોડી વારમાં ભોગ બનનાર સગીરાનો ભાઈ પણ ઘરે સાંજના સમયે ધૂપ દિવા કરવા માટે આવતા બેનને રડતી જોઈ માતાને જાણ કરી હતી.માતાએ ઘરે આવી દીકરીને પૂછતાં ડરી ગયેલી હાલતમાં રડતા રડતા ભોગબનનાર દીકરીએ માતાને આપવીતી જણાવતા માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવો આઘાત લાગ્યો હતો અને તુરંત તેમના પતિને પણ બનાવ અંગે જાણ કરી તાલુકા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. સમગ્ર મામલે ભોગબનનારની માતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સગીરને સકંજામાં લઇ તેની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં આરોપી સગીર પણ પડોશમાં જ રહેતો હોવાનું અને પોતે પણ શાકભાજીની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

રાજકોટમાં સાસરિયાના ત્રાસનો ભોગ બંને બે પરિણીતા પહોંચી પોલીસ સ્ટેશને

રાજકોટમાં વધુ બે મહિલાઓ સાસરિયાના ત્રાસનો શિકાર બની છે ઘરેલુ હિંસાના બે ચોંકાવનારા કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં એક કિસ્સામાં પતિએ બીજા લગ્નની હકીકત છુપાવી દારૂના નશામાં ગર્ભવતી પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે જ્યારે બીજા કિસ્સામાં માત્ર ઘરખર્ચ અને કરિયાણાના પૈસા જેવી બાબતે પતિએ પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે બંને ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી ભૂમિબેન હર્ષદભાઈ અમરેલિયા ઉં.34એ પતિ હર્ષદ લવજીભાઈ અમરેલિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ હર્ષદે પોતાના આ બીજા લગ્ન હોવાની અને પ્રથમ પત્નીનું અવસાન થયું હોવાની ખોટી હકીકત જણાવી ભૂમિબેન સાથે ૨૧ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હર્ષદ દારૂના નશામાં અવારનવાર શંકા રાખી મારઝૂડ કરતો હતો. ભૂમિબેન જ્યારે ગર્ભવતી હતા ત્યારે બાળક ન રાખવા દબાણ કરાતું હતું. એટલું જ નહીં, ગર્ભાવસ્થાના આઠમા મહિનામાં નશાની હાલતમાં હર્ષદે ધક્કો મારતા ભૂમિબેન નીચે પટકાઈ ગયા હતા દીકરીના જન્મ બાદ પણ ત્રાસ ચાલુ રહેતા ભૂમિબેનને આઘાતમાં ‘બ્રેઈન સ્ટ્રોક’ આવ્યો હતો અને આઈસીયુમાં સારવાર લેવી પડી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પતિ તેમને માવતરે મૂકી ગયો હતો અને હવે પરત રાખવાનો ઇનકાર કરી છૂટાછેડા માટે દબાણ કરી રહ્યો છે. ગત 4 જુલાઈની રાત્રે આરોપી હર્ષદ સસરાના ઘરે પહોંચ્યો હતો અને ગાળાગાળી કરી દીકરીને પરાણે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારે તુરંત ‘૧૧૨’ નંબર પર પોલીસને ફોન કરતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જયારે ગાંધીગ્રામ વિસ્તારના વેદ એપાર્ટમેન્ટમાં રહેતા તૃપ્તીબા મહાવીરસિંહ જાડેજાએ તેમના પતિ મહાવીરસિંહ ભૂપતસિંહ જાડેજા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તૃપ્તીબાના લગ્ન આશરે 14 વર્ષ પહેલાં થયા હતા. અગાઉ પણ સાસરિયાંના ત્રાસના કારણે તેમણે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે. ઘરનું કરિયાણું, શાકભાજી લાવવા અને રોજિંદા ઘરખર્ચ માટે પૈસા આપવાની બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. ગત 3 જુલાઈના રોજ આ જ મુદ્દે ફરી બોલાચાલી થઈ હતી ઉશ્કેરાયેલા પતિ મહાવીરસિંહે પત્નીને બિભત્સ અપશબ્દો કહી, “તે મારી જિંદગી બગાડી નાખી છે” તેમ કહીને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપીને પિયર ભેગી થઈ જવા ફરમાન કર્યું હતું. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પતિ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બુટલેગર ટોળકી સામે નોંધાયેલા ગુજસીટોકમાં વધુ એક ઝડપાયો : ધરપકડનો આંક 11 પર પહોંચ્યો : હજુ 3 આરોપીની શોધખોળ

- Advertisement -

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી ગેંગના 20 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 10 આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં 6 આરોપીઓ જેલમાં બંધ હોવાથી તેમનો કબ્જો મેળવી ફરાર 4 પૈકી એક આરોપી જૂનાગઢના કરણ ઉર્ફે કાલિયો સામતની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ટોળકીના મુખ્ય સંચાલકો ફિરોઝ ઉર્ફે ફીરીયો હાસમ મેણુ અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા છે. આ ગેંગ વર્ષ 2017થી 2026 દરમિયાન સક્રિય રહીને રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્ય, વલસાડ, વડોદરા ગ્રામ્ય, ખેડા અને સુરેન્દ્રનગર જેવા અનેક જિલ્લાઓમાં દારૂ સહિતના ગુનાહિત નેટવર્ક ચલાવતી હતી આ સાથે ધરપકડનો આંક 11 પર પહોંચ્યો છે હજુ 6 આરોપીઓનો જેલમાંથી કબ્જો લેવામાં આવશે જયારે આ ગુનામાં વોન્ટેડ 3 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

નવાગામ આણંદપરમાં બ્રહ્માણી માતાજીના મંદિરે દર્શન કરવા આવેલો શખ્સ 1.95 લાખની મતા ચોરી ગયો

રાજકોટના નવાગામ આણંદપરના ખોડિયાર પાર્કમાં રહેતા અને ખેતી કરતા જસમતભાઈ દયાળજીભાઈ પરસાણા ઉ.47એ 1.95 લાખની ચોરી અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણવ્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી રોડ ખાતે પરસાણા પરિવારના સુરાપુરા દાદાનું મંદિરની બાજુમાં અમારા પરીવારના કુળદેવી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલ છે જે મંદિરની સાળ સંભાળ અમારા કુટુંબી ટપુભાઈ પરસાણા કરે છે ગત તારીખ 5ના રોજ હું ગોંડલ ખાતે હતો ત્યારે ટપુભાઇનો ફોન આવેલ અને જણાવેલ કે હું બપોરે જમતો હતો ત્યારે એક ભાઇ આવેલ જેઓ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે મારી પાસેથી આપણા મંદિરની ચાવી લઇ ગયેલ હતા અને ઘણો સમય થવા છતા તે ચાવી પરત આપવા આવેલ નહી જેથી મે મં દિર પાસે જઇને જોતા મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને મંદિરની અંદર જઇને જોતા ચાંદીનું એક મોટુ છત્તર તથા એક ફળુ ખેતલાઆપા વાળુ જોવા મળેલ નહી જેથી તમે જલ્દી આવો જેથી હું તરત જ ગોંડલથી રાજકોટ આવ્યો હતો અને મંદિરમાં જોયુ તો મંદિરમાથી એક ચાંદીનુ મોટુ છત્તર તથા ખેતલાઆપાનું ફળુ જે બન્ને વસ્તુનું વજન આશરે એક કિલોગ્રામ જેની કિંમત 1.95 લાખ ગણાય જેને મંદિરમાં દર્શન કરવા આવેલ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંબેડકરનગરમાં જુગાર રમતી 3 મહિલા સહીત 5 ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે એમ કૈલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ કે બી શેખલીયા, જયદીપસિંહ ભટ્ટી અને અલ્કાબેન ટીલાવત સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ શેખલીયાને મળેલી બાતમી આધારે આંબેડકરનગરમાં લક્ષ્મીબેનના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા લક્ષ્મીબેન વાલજીભાઇ ગોહિલ, પ્રભાબેન વસંતભાઈ રાખોલીયા, સંગીતાબેન વિનેશભાઈ બથવાર, હસુભાઈ ચનાભાઈ પરમાર અને મયુરસિંહ કનકસિંહ સેલારાની ધરપકડ કરી રોકડા 26,800 કબ્જે કર્યા છે.

ગોંડલના કારખાનેદારને ઝેરી દવા પીવા મજબુર કરનાર રાજકોટના વ્યાજખોર સામે ફરિયાદ

ગોંડલના કારખાનેદારે રાજકોટના કણકોટ ગામે રહેતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે કારખાનામાં નુકસાની જતા યુવાને કણકોટના શખ્સ પાસેથી 7 લાખ 30% વ્યાજે લીધા હતા જેની સામે યુવાને પત્નીના દાગીના ગીરવે મૂકી 3 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 12 લાખની ઉઘરાણી કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા ગોંડલ બી ડિવિઝન પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોનદી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ કાલાવડ પંથકના વતની અને હાલ ગોંડલના ગુંદાળા ચોકડી નજીક ઉર્જા સોસાયટીમાં રહેતા અને ત્રણ વર્ષ પહેલા ગુંદાળા ગામ પાસે આવેલ રાધે ઇન્સ્ટ્રીઝ એરીયામા બાયોકોલનું કારખાનુ ભાગીદારીમા શરૂ કરનાર કારખાનેદાર બિપીનભાઇ જયંતીભાઈ ઉર્ફે દિનેશભાઈ ઠુમ્મરએ રાજકોટના કણકોટ ગામે રહેતા વ્યાજખોર વિશાલ ઉર્ફે વિર કિશોર સોંદરવા સામે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ધંધામાં નુકશાની જતા છ માસ પૂર્વે કારખાનું બંધ કરી દીધૂ હતું કારખાનુ બંધ થયા બાદ ભાગીદારોને નુકશાનીના રૂપીયા ચુકવવા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા વિશાલ જેને અગાઉ શાપર પાનની દુકાન હોય તે પરિચયમા આવ્યો હતો તેની પાસેથી પહેલા 1 લાખ 30 ટકા વ્યાજે ઓગષ્ટ 2025મા લીધા હતા વિશાલે વ્યાજ પેટે 30 હજાર કાપી 70 હજાર મોટાબાપાના દિકરા દક્ષેશ ઠુંમરના નંબર પર ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા બાદ અલગ અલગ સમયે વિશાલ પાસેથી કુલ 7 લાખ વ્યાજે લીધા હતા વ્યાજખોર વ્યાજના રૂપીયા માટે અવાર નવાર ફોન કરી તથા ઘર પાસે આવી, રૂબરૂ મળી ગાળો આપી મોતનો ભય બતાવી બળજબરીથી વ્યાજની ઉઘરાણી કરતો હતો જેથી પત્નીના સોનાના દાગીના ગીરવે મુકી 3 લાખ 3 મહિના પહેલા આંગડીયા મારફતે વિશાલને મોકલ્યા હતા. બાદ વિશાલને 4 લાખ દેવાના બાકી રહેતા હતા પરંતુ વિશાલે બે કોરા ચેક લીધેલ અને વ્યાજ સહિત તેને 12 લાખ આપવાના રહેશે તેવું લખાણ કરાવી લીધું હતું. વિશાલ વારંવાર પૈસાની ઉઘરાણી કરતો હોય પણ પૈસાની સગવડતા ન હોય જેથી ગઈ તા.29ના બપોરે ઘરેથી નીકળી ગુંદાળા ચોકડી ખાતે આવેલ એગ્રોની દુકાનમાંથી ઝેરી દવા ખરીદી જામવાડી ગામ આગળ નેશનલ હાઇવે ઉપરથી વોરા કોટડા રોડ ઉપર કારમા ધમકીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી બાદ પત્નીને ફોનથી દવા પી લીધાની જાણ કરી હતી. જેથી તુરંત જ પરીજનો દોડી આવ્યા હતા અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જે બાદ યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં અરજી કરી હતી તેમ છતાં વ્યાજખોર પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો અંતે ગોંડલ બી.ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર વિશાલ સોંદરવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કારમાં બનાવેલા ચોરખાનામાં સંતાડેલા 3.71 લાખના દારૂ સાથે એક ઝડપાયો

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે કુવાડવા જીઆઇડીસી પાસે વોચ ગોઠવી કાર અટકાવી જડતી લેતા કારમાં સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી 3,70,800 રૂપિયાની કિંમતની દારૂની 120 બોટલ મળી આવતા પોલીસે નાગેશ્વર વિસ્તારમાં રહેતા શખ્સની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહીત 13,80,800 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે પકડાયેલા શખ્સ સામે અગાઉ દાહોદમાં દારૂનો એક કેસ નોંધાઈ ચુક્યો છે. રાજકોટમાં દારૂનું દુષણ ડામી દેવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી બસિયાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના નવનિયુક્ત પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના રાજેશભાઈ ચાવડા અને અનિલભાઈ સોનારાને બાતમી મળી હતી કે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપરથી એક કાર રાજકોટ તરફ આવી રહી છે અને તેમાં મોંઘીદાટ વિદેશી દારૂનો જથ્થો છે આ બાતમી આધારે સ્ટાફે કુવાડવા જીઆઇડીસી પાસે વોચ ગોઠવી બાતમીવાળી કાર અટકાવી કોર્ડન કરી જડતી લેતા સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી 3,70,800 રૂપિયાની દારૂની 120 બોટલ મળી આવતા કારચાલકને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પોતે નાગેશ્વર વિસ્તારના શંખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હિતેશ સવદાસ મોઢવાડીયા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહીત 13.81 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે હિતેશ સામે અગાઉ આ જ વર્ષમાં દાહોદમાં દારૂનો એક ગુનો નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

You Might Also Like

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
Next Article 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
કચ્છના ખાવડા પાસે બોલેરો અને ટ્રકની ભયાનક ટક્કરમાં 7નાં મોત
દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?