By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    15 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    14 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    14 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    15 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    15 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
TALK OF THE TOWNગુજરાત

‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ

Khaskhabar Editor
Last updated: 2026/07/06 at 2:11 PM
Khaskhabar Editor 2 weeks ago
Share
5 Min Read
SHARE

૧૨ વર્ષમાં 18.83 લાખથી વધુ મહિલાને સહારો આપનાર ‘૧૮૧ અભયમ’ બન્યું સુરક્ષાકવચ
રાજકોટ જિલ્લામાં માત્ર એક વર્ષમાં 2,670 કેસમાં સ્થળ પર પહોંચી ટીમ
રાજકોટ જિલ્લામાં હાલમાં કુલ પાંચ અભયમ રેસ્ક્યુ વાન કાર્યરત છે
ગુજરાત દેશનું પહેલું રાજ્ય જ્યાં 181 અભયમની કુલ 59 રેસ્ક્યુ વાન 24 કલાક મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે કાર્યરત
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને સંકટની ઘડીએ તાત્કાલિક સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલી ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ આજે ગુજરાતની લાખો મહિલાઓ માટે આશાનું કિરણ બની છે. ઘરેલુ હિંસા, છેડતી, માનસિક ત્રાસ, કાનૂની માર્ગદર્શનથી લઈને તાત્કાલિક બચાવ સુધીની વિવિધ સેવાઓ પૂરી પાડતી આ હેલ્પલાઈન દ્વારા છેલ્લા ૧૨ વર્ષમાં સમગ્ર રાજ્યમાં 18,83,543થી વધુ મહિલાઓને સલાહ, માર્ગદર્શન અને બચાવની સેવા પૂરી પાડવામાં આવી છે. વર્ષ 2014માં ત્રણ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી આ સેવા 8 માર્ચ, 2015ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી સમગ્ર રાજ્યમાં કાર્યરત બની હતી. સેવાની શરૂઆતથી અત્યાર સુધીમાં તાકીદની પરિસ્થિતિમાં અભયમ રેસ્ક્યુ વાન અને કાઉન્સિલર ટીમ દ્વારા સીધા ઘટનાસ્થળે પહોંચી 3,75,989થી વધુ મહિલાઓને મદદ પહોંચાડવામાં આવી છે. અનેક મહિલાઓને ઘરેલુ હિંસા, શારીરિક અને માનસિક શોષણ જેવી પરિસ્થિતિમાંથી બહાર કાઢીને તેમને સુરક્ષિત અને સ્વાભિમાની જીવન તરફ આગળ વધવાની નવી દિશા આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં હાલમાં કુલ પાંચ અભયમ રેસ્ક્યુ વાન કાર્યરત છે, જેમાંથી ત્રણ રાજકોટ શહેર વિસ્તારમાં અને બે ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપી રહી છે. સેવા શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ 1,36,171થી વધુ મહિલાઓને સલાહ, માર્ગદર્શન અને બચાવની સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, તાત્કાલિક પરિસ્થિતિમાં અભયમ રેસ્ક્યુ વાન અને કાઉન્સિલર ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી 31,271થી વધુ મહિલાઓને સીધી મદદ કરવામાં આવી છે, જેના કારણે અનેક મહિલાઓને ગંભીર પરિસ્થિતિમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવામાં સફળતા મળી છે. જુલાઈ-2025થી જૂન-2026 દરમિયાન રાજકોટ જિલ્લામાં અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા કુલ 2,670 કેસોમાં ઘટનાસ્થળે પહોંચી મદદ પૂરી પાડવામાં આવી હતી. તેમાંમાંથી 1,894 કેસોમાં કુશળ કાઉન્સિલિંગ અને સમજાવટ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી. જ્યારે 723 જેટલા ગંભીર કેસોમાં પીડિત મહિલાઓને પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વન સ્ટોપ સેન્ટર સહિતની સંસ્થાઓ સુધી પહોંચાડી કાનૂની અને સામાજિક ન્યાય અપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘરવિહોણી, અજાણી અથવા વૃદ્ધાવસ્થાના કારણે પરિવારથી વિખુટા પડેલા લોકોનું પુનઃમિલન કરાવવામાં પણ અભયમ ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે.
મહિલાઓની સુરક્ષા માટે ‘સેફ સિટી’ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં ઝડપી પ્રતિસાદ માટે નવી 12 રેસ્ક્યુ વાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નવી વાનનું લોકાર્પણ તા. 5 માર્ચ, 2023ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ કુલ 59 રેસ્ક્યુ વાનનો કાફલો 24 કલાક મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે કાર્યરત છે. અભયમ મહિલા હેલ્પલાઈન ટેકનોલોજી આધારિત સુવિધાઓથી સજ્જ છે. જીપીએસ ટ્રેકિંગ, તાલીમબદ્ધ મહિલા કાઉન્સિલર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને આધુનિક રેસ્ક્યુ વાનના માધ્યમથી ઝડપથી પ્રતિસાદ આપવામાં આવે છે. કાઉન્સિલર દ્વારા જો કોઈ મહિલાની સમસ્યા ગંભીર હોવાનું જણાય તો તેને પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, મહિલા સહાયતા કેન્દ્ર, નારીગૃહ, વૃદ્ધાશ્રમ, ફેમિલી કાઉન્સિલિંગ સેન્ટર અથવા નારી અદાલત સુધી પહોંચાડીને લાંબા ગાળાની સુરક્ષા અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અભયમ હેલ્પલાઈન દ્વારા ઘરેલુ હિંસા, જાતીય સતામણી, છેડતી, લગ્નજીવનના વિવાદો, કાર્યસ્થળે થતી હેરાનગતિ, સાયબર ગુનાઓ, કાનૂની માહિતી અને સરકારની મહિલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જરૂરિયાત જણાય તો રેસ્ક્યુ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મહિલાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરે છે.

- Advertisement -

મોબાઈલ એપ્લિકેશનથી વધુ ઝડપી મદદ
વર્ષ 2018માં અભયમ મહિલા હેલ્પલાઈનનું આધુનિક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ એપમાં પેનિક બટન, મોબાઈલ શેકિંગ દ્વારા કોલ, જીપીએસ આધારિત લોકેશન શેરિંગ, ફોટો-વિડિયો અપલોડ અને પરિવારના પાંચ સભ્યોને ઓટોમેટિક એસએમએસ મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે. મહિલા ઘટનાસ્થળ વિશે અજાણ હોય ત્યારે પણ એપ દ્વારા તેની ચોક્કસ લોકેશન રિસ્પોન્સ સેન્ટર સુધી પહોંચે છે, જેના કારણે સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં સરળતા રહે છે.

You Might Also Like

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર
Next Article રાજકોટના યુવકને કેનેડાની શેરબજાર અને ક્રિપ્ટોમાં 1 કરોડનું રોકાણ કરાવ્યા બાદ બુચ મારી દીધુ : યુવકનો આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ગુજરાત

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?