હાઇકોર્ટનું ઐતિહાસિક જજમેન્ટ : 38 આરોપીને ફાંસી અને 11 આરોપીને આજીવન કેદની સજા યથાવત રાખી
સિરિયલ બ્લાસ્ટમાં 56નાં મોત થયા હતાં
- Advertisement -
૨૦૦૮ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી ૩૮ આરોપીને ફાંસી અને ૧૧ને આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ તમામ મૃતકોને ૧૦ લાખ, ગંભીર ઈજાગ્રસ્તોને ૫ લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને ૧ લાખનું વળતર ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી ચૂકવવા આદેશ કરાયો છે. ચુકાદો આવ્યા બાદ કોર્ટ પરિસરમાં બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના ૩ પીઆઈ અને ૨ સ્થાનિક પીઆઈને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે ૩૮ આરોપીઓને ફ્રાંસી અને ૧૧ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય અને ૪૮ આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા.
૨૬ જુલાઈ, ૨૦૦૮ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ ૨૦ સ્થળો પર થયેલા ૨૧ સિરિયલ બ્લાસ્ટમાં ૫૬ નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા જયારે ૨૦૦થી અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે ચુકાદો આપ્યો છે.
- Advertisement -
૨૦૦૮ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને હાઈકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં તમામ મુલાકાતીઓને બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી. DCP હર્ષદ પટેલ, સોલા PI, ગુજરાત યુનિવર્સિટી PI સહિતનો ૧૨૦ પોલીસનો સ્ટાફ અને SRP તહેનાત કરાઈ હતી સાથે જ વીડિયોગ્રાફર પણ હાજર હતા. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કોર્ટમાં તપાસ કરાઈ હતી.




