40 દિવસમાં ઘટીને 4 ફૂટના થયા બાબા બર્ફાની
અમરનાથમાં બનતા પવિત્ર શિવલિંગનું કદ એક ફૂટ રહી ગયું છે. ૨૩ મેના રોજ BSFના જવાનોએ જે તસવીર જાહેર કરી હતી, તેમાં શિવલિંગનું કદ લગભગ ૭ ફૂટ હતું. ૨૯ જૂનના રોજ પ્રથમ પૂજાના દિવસે પણ હિમલિંગની ઊંચાઈ ૫ ફૂટથી વધુ હતી. ૬ જુલાઈએ સામે આવેલી તસવીરમાં હિમલિંગ લગભગ ૯૦% ગાયબ થઈ ચૂક્યું છે. ૫૭ દિવસ ચાલનારી યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈ હતી. છેલ્લા ૩ દિવસમાં ૫૬ હજારથી વધુ યાત્રાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં લગભગ ૧૮.૬% વધુ રહ્યો. ૨૦૨૫માં પહેલા ત્રણ દિવસમાં ૪૭,૯૭૨ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ૪૮ કિમી લાંબા નુનવાન-પહેલગામ રૂટ અને ૧૪ કિમીવાળા નાના પણ કઠિન બાલટાલ રૂટ પરથી સતત યાત્રાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. યાત્રા ૨૮ ઓગજીના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.




