૨૪ કલાકમાં ૧૧ ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા
રત્નાગિરીમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી
- Advertisement -
મહારાષ્ટ્રના નાસિક અને ત્ર્યંબકેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ૧૧ ઈંચ સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નાસિકમાં વાદળ ફાટવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. નાસિકની તમામ શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. જયારે, ત્ર્યંબકેશ્વર મંદિર અને સાડા ત્રણ શક્તિપીઠોમાં સામેલ સપ્તશૃંગી મંદિર શ્રદ્ધાળુઓ માટે આજે બંધ રહેશે. આ તરફ, રત્નાગિરી જિલ્લાના શેલારવાડીમાં વરસાદને કારણે ભૂસ્ખલન થયું. તેની ઝપેટમાં આવતા એક મકાનનો ભાગ ધરાશાયી થયો. એક મહિલાને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી. જયારે, અન્ય બે લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. તેમને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ગોદાવરી નદીનું જળસ્તર વધ્યું
નાસિકમાં ભારે વરસાદ બાદ ગોદાવરી નદીનું જળસ્તર વધ્યું. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના નાસિકમાં વરસાદને કારણે >ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં પાણી ભરાયું હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.
મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર
મુંબઈ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે આજે રદ થયેલી ટ્રેનો
૧૯૦૧૬ પોરબંદર-દાદર એક્સપ્રેસ – રદ
૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – રદ
૧૨૯૪૧ ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ – રદ
- Advertisement -
પ્રયાગરાજ-ચંદૌલીમાં ભારે વરસાદ, તમામ 75 જિલ્લામાં એલર્ટ
યુપીના વારાણસી, પ્રયાગરાજ, ચંદૌલી અને બરેલીમાં મંગળવારે સવારે ભારે વરસાદ થયો. આજે તમામ ૭૫ જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. તેમાંથી ૮ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. પીલીભીતમાં વરસાદના કારણે તળાવનું જળસ્તર વધતા મગર બહાર નીકળીને રહેણાંક વિસ્તારમાં આવી ગયો.સહારનપુરના મા શાકંભરી દેવી મંદિર પાસેથી પસાર થતી શાકંભરી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવી ગયો. પોલીસે લાઉડસ્પીકરથી જાહેરાત કરીને કહ્યું- પાણી ઝડપથી આવી રહ્યું છે, અહીંથી જલ્દી નીકળી જાઓ.




