By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    11 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    11 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    11 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    11 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    11 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    11 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 day ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતપુરમાં આપમાંથી ચૂંટણી લડનાર યુવતીને મરવા મજબુર કરનાર અસલમ, તેની પત્ની ભૂકંપ અને સાસુ ગુડી સામે ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > જેતપુરમાં આપમાંથી ચૂંટણી લડનાર યુવતીને મરવા મજબુર કરનાર અસલમ, તેની પત્ની ભૂકંપ અને સાસુ ગુડી સામે ફરિયાદ
CRIME

જેતપુરમાં આપમાંથી ચૂંટણી લડનાર યુવતીને મરવા મજબુર કરનાર અસલમ, તેની પત્ની ભૂકંપ અને સાસુ ગુડી સામે ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2026/07/07 at 1:45 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

દાગીના ગીરવે મૂકી લોન લઇ લીધી, પૈસા પડાવવા ગળું દબાવી, મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો

લિવ ઈન રિલેશનથી કંટાળેલી યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો : તાલુકા પોલીસે ગુનો નોંધી કરી ત્રણેયની ધરપકડ

- Advertisement -

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા નંદનીબેન બોસમીયાએ રાજકોટમાં કરેલા આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. ગત 22 જૂન, 2026ના રોજ રાજકોટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરનાર નંદનીને મરવા મજબૂર કરવા બદલ જૂનાગઢના અસલમ સમા, તેની પત્ની અને સાસુ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે ત્રણેયને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના નવાગઢ ખાતે રહેતા અને સાગની પટ્ટીનો વેપાર કરતા મૃતક નંદનીના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયાએ જૂનાગઢ રહેતા અસલમ સમા, ઝરીના ઉર્ફે ભૂકંપ અને ગુડીબેન સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની 23 વર્ષીય મોટી દીકરી નંદનીએ નવ મહિના પહેલા જૂનાગઢના અસલમ હુશેનભાઈ સમા સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તેઓ જૂનાગઢ તથા રાજકોટમાં સાથે રહેતા હતા. અસલમની પત્ની અગાઉ રિસામણે ગઈ હોવાથી તે નંદની સાથે રહેતો હતો. જોકે, થોડા સમય પહેલાં અસલમની પત્ની પરત આવી જતાં અસલમે નંદનીને સ્પષ્ટ કહી દીધું હતું કે, “હવે મારી પત્ની આવી ગઈ છે એટલે તારી કોઈ જરૂર નથી. આ પછી તે નંદનીને શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો અને તેને પિયર જતી રહેવા દબાણ કરતો હતો.આજથી ચાર મહિના પહેલાં અસલમની સાસુ ગુડીબેનએ નંદનીની નાની બહેન રૂપલને ફોન કરીને ધમકી આપી હતી કે, “નંદનીને કહી દેજે કે અમે તેને અસલમ સાથે જીવવા નહીં દઈએ. અસલમને કંઈ નહીં કરીએ પણ નંદનીની જિંદગી બરબાદ કરી નાખીશું.” જ્યારે અસલમની પત્ની ઝરીના ઉર્ફે ‘ભૂકંપ’ નામની મહિલાએ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે, “નંદનીને કહી દેજે કે હું તેને બદસૂરત કરી નાખીશ અને અસલમ સાથે સુખેથી જીવવા નહીં દઉં.”લગ્નજીવનમાં ભંગાણ પડવાની સાથે અસલમે નંદનીનું આર્થિક શોષણ પણ શરૂ કર્યું હતું. તેણે નંદનીનો સોનાનો ચેઈન બેંકમાં ગિરવે મૂકીને પૈસા ઉપાડી લીધા હતા તે અવારનવાર નંદની પાસે રૂપિયાની માંગણી કરતો હતો અને પૈસા ન આપે તો ઢોર માર મારતો હતો. નંદની મુશ્કેલીમાં ન મુકાય તે માટે તેની માતા પણ તેને થોડા-થોડા પૈસા મોકલતી હતી. આપઘાતના આગલા દિવસે એટલે કે 21 જૂનના રોજ અસલમે ફરી પૈસા માંગ્યા હતા. નંદનીએ ના પાડતા અસલમે તેનું ગળું દબાવીને માર માર્યો હતો. ત્રાસથી કંટાળીને નંદની તે રાત્રે તેના મિત્ર ઉમંગ ઉર્ફે રવિ જોશીના ઘરે રોકાઈ હતી અને બીજા દિવસે વતન પરત ફરવાની હતી.

22 જૂનના રોજ બપોરે અસલમના માસીના દીકરા સાહિદે નંદનીને ફોન કરીને અસલમ સાથે સમાધાન માટે જંગલેશ્વર ખાતે પોતાના ઘરે બોલાવી હતી. મિત્ર ઉમંગ તેને ત્યાં મૂકી આવ્યો હતો. જો કે, આ મુલાકાત બાદ ત્રાસથી ભાંગી પડેલી નંદનીએ રાજકોટ સ્થિત પોતાના ફ્લેટ પર આવીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પિતા આનંદભાઈની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે મુખ્ય આરોપી અસલમ હુશેનભાઈ સમા, તેની પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને સાસુ ગુડીબેન વિરુદ્ધ મરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

નંદની મામલતદાર અને પીએસઆઇની પરીક્ષાની તૈયારી કરતી હતી

ફરિયાદી પિતા આનંદભાઈએ જણાવ્યું કે, તેની પુત્રી નંદનીએ કોલેજનું બીજું વર્ષ પૂર્ણ કર્યું હતું. હાલ મામલતદાર અને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતી હતી. જૂનાગઢમાં એમઆર તરીકે નોકરી કરતી ત્યારે અસ્લમના મકાનમાં ભાડે રહેવા જતાં તેની સાથે પરિચયમાં આવી હતી. ત્યાર પછી બંને લીવ ઈનમાં જૂનાગઢ રહ્યા બાદ રાજકોટ રહેવા આવી ગયા હતા.

You Might Also Like

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
Next Article ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?