By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    15 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    14 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    15 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    15 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    15 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
TALK OF THE TOWNગુજરાત

માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર

Khaskhabar Editor
Last updated: 2026/07/07 at 12:57 PM
Khaskhabar Editor 2 weeks ago
Share
6 Min Read
SHARE

ડાયરા કલાકાર માયાભાઈ આહીર દ્વારા સામાન્ય નાગરિકો અને કરદાતાઓ અંગે કરવામાં આવેલા નિવેદનથી વિવાદ

સામાન્ય નાગરિકોને “રેશનિંગના ઘઉં ખાનારા” અને “જિંદગીમાં ટેક્સ ન ભરનારા” કહીને તેમની મજાક ઉડાવવી એ માત્ર અજ્ઞાનતા જ નહીં પરંતુ સામાન્ય જનતાના સ્વાભિમાન પર પણ પ્રહાર

- Advertisement -

સુરત શહેરમાં થોડા દિવસ પહેલા યોજાયેલા એક કાર્યક્રમે હવે સામાજિક અને રાજકીય વિવાદનું રૂપ ધારણ કરી લીધું છે. હાલમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મેળવીને સેવા નિવૃત્ત થનાર અધિકારીના વિદાય સમારોહ નિમિત્તે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, લોકગાયક કીર્તિદાન ગઢવી અને લોકગાયિકા મૈથિલી ઠાકુર જેવા નામાંકિત કલાકારો હાજર હતા.

જોકે, આ ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે સામાન્ય નાગરિકો અને ટેક્સપેયર્સને લઈને એક ટિપ્પણી કરી હતી કે, ‘જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. ‘તમે અમારો પગાર ખાઓ છો…’ જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા!’ તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાતા હોય. આ નિવેદનનો સોશિયલ મીડિયા યૂઝર્સ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. યૂઝર્સ કહી રહ્યા છે કે, સામાન્ય નાગરિકોને “રેશનિંગના ઘઉં ખાનારા” અને “જિંદગીમાં ટેક્સ ન ભરનારા” કહીને તેમની મજાક ઉડાવવી એ માત્ર અજ્ઞાનતા જ નહીં, પરંતુ સામાન્ય જનતાના સ્વાભિમાન પર પણ પ્રહાર છે.

ડાયર દરમિયાન પોતાના નિવેદનમાં માયાભાઈ આહીર કદાચ માત્ર ‘ઇનકમ ટેક્સ’ (આવકવેરો)ને જ ટેક્સ ગણવાની ભૂલ કરી બેઠા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશનો દરેક નાગરિક, ભલે તે ગરીબ હોય કે અમીર, તે સવારથી સાંજ સુધી સરકારને ટેક્સ ચૂકવે છે જેને GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અથવા ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. મીઠું, સાબુ કે દિવાસળી ખરીદનાર પણ કરદાતા છે. એક મજૂર જ્યારે પોતાના બાળક માટે પારલે-જી બિસ્કિટનું પેકેટ, તેલનું પાઉચ, સાબુ, ચંપલ કે દવા ખરીદે છે, ત્યારે તેના પર તે સરકારને નિયત ટેક્સ ચૂકવે છે. દેશના અર્થતંત્રમાં માત્ર ડાયરેક્ટ ટેક્સ (આવકવેરો) ભરનારાઓનો જ ફાળો નથી, પરંતુ બહુમતી હિસ્સો ઇનડાયરેક્ટ ટેક્સ (GST અને એક્સાઇઝ ડ્યુટી)નો છે, જે દેશની ૧૪૦ કરોડની જનતા સામૂહિક રીતે ચૂકવે છે.

- Advertisement -

નિવેદનમાં રેશનિંગના ઘઉં ખાનારા લોકોને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે, જે અત્યંત આઘાતજનક છે. સરકાર ગરીબોને જે સસ્તું કે મફત અનાજ આપે છે, તે કોઈ નેતા કે કલાકાર પોતાના ગજવામાંથી આપતા નથી. તે દેશના નાગરિકો દ્વારા જ ચૂકવાયેલા ટેક્સના નાણાંમાંથી બનેલી ‘વેલફેર સ્ટેટ’ (કલ્યાણકારી રાજ્ય)ની યોજનાઓ છે. રેશનિંગની દુકાને લાઈનમાં ઊભો રહેતો સામાન્ય નાગરિક પણ જ્યારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદે છે ત્યારે ટેક્સ ચૂકવે જ છે. તેથી કોઈપણ નાગરિકને સસ્તા અનાજના નામે ટોણો મારવો એ લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

સોશિયલ મીડિયા પર જ્યારે યુવાનો પોલીસ કે સરકારી અધિકારીને કહે છે કે “તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો”, ત્યારે તે કોઈ અપમાન નથી પરંતુ બંધારણીય વાસ્તવિકતા છે. સરકારી તંત્રના દરેક નાના-મોટા કર્મચારી, અધિકારી, મંત્રીઓ અને ન્યાયાધીશોના પગાર અને ભથ્થાં દેશની જનતાની પરસેવાની કમાણીમાંથી એકત્રિત થયેલા સરકારી ખજાનામાંથી જ ચૂકવાય છે. જનતા ‘માલિક’ (પબ્લિક) છે અને સરકારી તંત્ર ‘સેવક’ (પબ્લિક સર્વન્ટ) છે. માલિક જ્યારે પોતાના સેવકને સવાલ પૂછે અથવા જવાબદારી યાદ અપાવે, ત્યારે તેને ‘બાપુજીનો ટેક્સ’ કહીને ઉડાવી ન શકાય.

આ ઉપરાંત ડાયરામાં માયાભાઈ દ્વારા વીડિયો ઉતારનારા યુવાનો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આજે સોશિયલ મીડિયા અને મોબાઈલ કેમેરા એ ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ સામે સામાન્ય માણસનું સૌથી મોટું હથિયાર બન્યા છે. જો કોઈ સરકારી કર્મચારી ફરજ દરમિયાન લાંચ લેતો હોય કે સામાન્ય જનતા સાથે ગેરવર્તણૂક કરતો હોય કે કાયદાનું ઉલ્લંઘન કરતો હોય તો તેનો વીડિયો ઉતારવો એ ગુનો નથી પણ જાગ્રત નાગરિકતાની નિશાની છે. પારદર્શિતાથી એ જ ડરે છે જેને કંઈક છુપાવવાનું હોય. ઈમાનદાર અધિકારીઓને ક્યારેય જનતાના કેમેરાથી ડર લાગતો નથી.

કલાકારો અને સાહિત્યકારો સમાજનો અરીસો હોય છે. તેમની જવાબદારી જનતામાં જાગૃતિ લાવવાની અને સત્તાધારીઓને આયનો બતાવવાની હોય છે, નહીં કે સત્તા કે વહીવટીતંત્રના મોહમાં આવીને સામાન્ય જનતાનું અપમાન કરવાની. માયાભાઈ આહીરનું આ નિવેદન આર્થિક ગેરસમજ અને અહંકારથી પ્રેરિત દેખાય છે. દેશનો રિક્ષાચાલક, શાકભાજી વેચનાર કે મજૂર પણ એટલો જ સન્માનનીય ટેક્સપેયર છે જેટલો કોઈ મોટો ઉદ્યોગપતિ કે કલાકાર છે. લોકશાહીમાં ‘જનતા જ જનાર્દન છે’ એ વાત કલાકારોએ ક્યારેય ભૂલવી જોઈએ નહીં.

ડાયરામાં માયા આહીરનું સંપૂર્ણ નિવેદન શું હતું?

સુરતના ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે સોશિયલ મીડિયા પર પોલીસના વીડિયો ઉતારતા સામાન્ય યુવાનો પર કટાક્ષ કરતા મંચ પરથી કહ્યું હતું કે, “અને એમાંય હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. ‘તમે અમારો પગાર ખાઓ છો…’ જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા! આવી જ રીત છે. આજે ઈ ત્યાં દેવા જાય છે ને ‘તમે અહીંયા અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો…’ ઈ રેશનિંગના ઘઉં ખાતા હોય ઈ બધા… અને એણે જિંદગીમાંય ટેક્સ નો ભર્યો હોય સાહેબ.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સામાન્ય જનતામાં આક્રોશ ફેલાયો હતો.

You Might Also Like

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0
Previous Article અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
Next Article પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ગુજરાત

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?