રોકડ કરતાં ઓનલાઈનનો ક્રેઝ વધ્યો: 2.69 લાખ કરદાતાઓએ ઘરે બેઠા 177.60 કરોડનો વેરો ચૂકવ્યો
જૂનના સુધીમાં મનપા દ્વારા કરદાતાઓને 27.12 કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે શરૂ કરવામાં આવેલી મિલ્કતવેરા અને પાણી વેરાની વસુલાત ઝુંબેશને રાજકોટના કરદાતાઓ તરફથી અભૂતપૂર્વ અને ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ એટલે કે તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં મનપાની તિજોરીમાં રૂ. ૨૪૫.૪૫ કરોડની અધધ આવક જમા થઈ છે.આ વર્ષની વેરા વસુલાતમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે રાજકોટના નાગરિકો હવે ડિજિટલ પેમેન્ટ તરફ ઝડપથી વળ્યા છે. કુલ વસુલાતના આંકડાઓ પર નજર કરીએ તો ઓનલાઈન માધ્યમથી ટેક્સ ભરનારાઓની સંખ્યા ઘણી મોટી છે મહાનગરપાલિકા દ્વારા સમયસર અને વહેલો વેરો ભરતા પ્રમાણિક કરદાતાઓ માટે ખાસ એડવાન્સ ટેક્સ ડિસ્કાઉન્ટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાનો લાભ ઉઠાવવામાં રાજકોટવાસીઓ જરાય પાછળ રહ્યા નથી. જૂનના સુધીમાં મનપા દ્વારા કરદાતાઓને કુલ રૂ. ૨૭.૧૨ કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ આકર્ષક યોજનાને કારણે નાગરિકોને આર્થિક બચત થઈ છે અને મનપાને પણ વર્ષના પ્રારંભિક તબક્કામાં જ વિકાસ કાર્યો માટે મોટું ભંડોળ મળી ગયું છે.




