By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    4 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    4 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    5 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી વૈશ્વિક વૈજ્ઞાનિક સંમેલન ‘રસાયણ-23’ નો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી વૈશ્વિક વૈજ્ઞાનિક સંમેલન ‘રસાયણ-23’ નો પ્રારંભ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી વૈશ્વિક વૈજ્ઞાનિક સંમેલન ‘રસાયણ-23’ નો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2026/07/03 at 1:34 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

‘સાયન્સ બિયૉન્ડ બાઉન્ડ્રીઝ: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી’ થીમ હેઠળ યોજાશે કાર્યક્રમ

નોબેલ પારિતોષિક વિજેતા પ્રો. વેંકટરામન રામકૃષ્ણન અને પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકર સહિત દેશ-વિદેશના 40થી વધુ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે

- Advertisement -

 

વિજ્ઞાનના વૈશ્વિક મંચ પર રાજકોટને એક નવી અને મજબૂત ઓળખ અપાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન તથા ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના સંયુક્ત ઉપક્રમે આગામી ૮ થી ૧૦ જુલાઈ દરમિયાન ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદ ‘રસાયણ-23’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. “સાયન્સ બિયૉન્ડ બાઉન્ડ્રીઝ: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી” થીમ પર આધારિત આ વૈશ્વિક સંમેલન હાઇબ્રિડ સ્વરૂપે એટલે કે ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને માધ્યમથી યોજાશે, જેમાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણવિદો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં નોબેલ પારિતોષિક વિજેતા પ્રો. વેંકટરામન રામકૃષ્ણન અને દેશના અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકર સહિત દેશ-વિદેશના ૪૦થી વધુ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો રસપ્રદ વ્યાખ્યાનો અને માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહેવાના છે.

ત્રણ દિવસ દરમિયાન ચાલનારા આ મહાકુંભમાં એડવાન્સ્ડ ફંક્શનલ મટિરિયલ્સ, નેનોટેકનોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, એગ્રીકલ્ચરલ સાયન્સ, પોલિમર કેમિસ્ટ્રી અને ગ્રીન કેમિસ્ટ્રી જેવા આધુનિક તેમજ સમાજલક્ષી વિષયો પર વિસ્તૃત વૈજ્ઞાનિક સત્રો યોજાશે. આ ઉપરાંત, રસાયણશાસ્ત્ર, ફાર્માસ્યુટિકલ્સ અને ઔદ્યોગિક ક્ષેત્રે થઈ રહેલા તાજેતરના સંશોધનો અંગે વૈજ્ઞાનિકો વિચાર-વિમર્શ કરશે. પરિસંવાદમાં સંશોધનપત્રોનું પ્રસ્તુતિકરણ, પોસ્ટર પ્રેઝન્ટેશન અને યુવા સંશોધકો માટે વિશેષ ઇન્ટરેક્ટિવ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે વિવિધ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વચ્ચે જ્ઞાનના આદાન-પ્રદાન તેમજ વૈશ્વિક સહયોગને વધુ મજબૂત બનાવશે.

- Advertisement -

આ આયોજનનો સૌથી મોટો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને મળશે, કારણ કે તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો પાસેથી સીધું માર્ગદર્શન અને પ્રેરણા મેળવવાની અજોડ તક પોતાના જ કેમ્પસમાં મળશે. આજના સમયમાં રસાયણશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન જેવા વિષયો સીધા સમાજ અને ઉદ્યોગ સાથે જોડાયેલા હોવાથી, આ કોન્ફરન્સના માધ્યમથી ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે નવા સહયોગની નવીન શક્યતાઓ ઊભી થશે. કાર્યક્રમ દરમિયાન દેશ-વિદેશના નામાંકિત વૈજ્ઞાનિકોને તેમના વિશિષ્ટ પ્રદાન બદલ લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ, લીડરશીપ એવોર્ડ અને ગોલ્ડ-સિલ્વર મેડલ જેવા સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવશે.

આ ભવ્ય આયોજનના પેટ્રન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) ઉત્પલ એસ. જોશી, CRSના પ્રમુખ પ્રો. બ્રજ ગોપાલ બાગ તથા સેક્રેટરી પ્રો. સી.વી. યેલામગડ કામગીરી સંભાળી રહ્યા છે. જ્યારે કન્વીનર તરીકે પ્રો. ઉમેદ સી. ભોયા, કો-કન્વીનર તરીકે પ્રો. યોગેશ ટી. નલિયાપરા અને પ્રો. મનીષ કે. શાહ તેમજ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે પ્રો. રંજન સી. ખૂંટ સહિતના અધ્યાપકો સ્થાનિક આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ માત્ર એક કોન્ફરન્સ નથી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ અને સમગ્ર ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાને વિશ્વ સમક્ષ રજૂ કરવાની ઐતિહાસિક તક છે, જે ભવિષ્યમાં અનેક નવી શોધોનો પાયો નાખશે.

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિખ્યાત કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના મહેમાન બન્યા
Next Article ચીખલીમાં આભ ફાટ્યું : બે કલાકમાં 8 ઇંચ વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?