By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
CRIME

મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2026/07/03 at 2:42 PM
Khaskhabar Editor 3 months ago
Share
16 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

કચ્છમાં એસએમસીની ટીમે મોટો દરોડો પાડી ઓઇલ ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સોની ધરપકડ કરી છે પોલીસે 6 ટેન્કર, 2 લાખ કિલોથી વધુ ઓઇલ, ચોરીના સાધનો જપ્ત કરી આદિપુરના મુખ્ય સૂત્રધાર અબ્દુલ અહેમદ હાલેપોત્રા સહિત 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે ચોક્કસ બાતમી આધારે મુન્દ્રા હાઇવે પર આવેલા રતાડીયા ગામની સીમમાં દરોડો પાડીને કુલ 4,34,52,635નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મેગા ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળેથી ઓઇલ ચોરીના નેટવર્કમાં સામેલ 11 આરોપીઓ યુપીના રાજેશકુમાર રામવીરસિંહ રાજપૂત, અવનિશ રામશંકર કાશ્યપ, ઝારખંડના ચંદ્રિકા ભોલાદા પાંડે, રાજસ્થાનના વિક્રમસિંહ ભવરસિંહ ભાટી, ઝારખંડના વિકાસકુમાર જ્યનારાયણ મહેતા, કશિવકુમાર રાજારામ પાસવાન, કચ્છના શક્તા માશાભાઈ મુંધવા, અરૂણ મુના ઉરાંવ, શનીકુમાર બંગાળી પ્રસાદ મહેતા, યુપીના આકાશકુમાર રાજારામ યાદવ અને બિહારના પ્રભાત ભૂષણસિંહ સભાપતિસિંહને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સંચાલક આદિપુરના અબ્દુલ ગફુર અહેમદ હાલેપોત્રા, અબ્દુલ અહેમદ હાલેપોત્રા, પંકજ, ધ્રુવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા, ગોપાલ લાઘા ગઢવી અને હરભમ રબારીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. પોલીસે રેડ દરમિયાન ઘટનાસ્થળેથી ઓઇલ ભરેલા વિશાળ ટેન્કરો અને ચોરી કરવા માટે વપરાતા અદ્યતન સાધનો કબજે કર્યા છે. જેમાં રૂ 1.50 કરોડની કિંમતના 6 ઓઇલ ટેન્કર અને તેમાં ભરેલું 2,05,170 કિલો ઓઇલ રૂ.2.81 કરોડનું જપ્ત કરાયું છે. આ સિવાય ટેન્કરમાંથી ચોરી કરાયેલું 1,78,090 ની કિંમતનું 1,465 કિલો ઓઇલ પણ અલગથી મળી આવ્યું હતું ઉપરાંત બાઈક, 10 મોબાઇલ ફોન, 50 પ્લાસ્ટિકના બેરલ, કેરબા, ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિક પાઇપો, વજન કાંટો, લીકેજ સ્ટોપર્સ, ઓઇલ ટ્રાન્સફર કરવાની આયર્ન પાઇપ અને અન્ય નાના-મોટા સાધનો મળી આવ્યા છે.

- Advertisement -

વિછિયામાં 15 હજાર સામે 66 હજાર ચૂકવ્યા છતાં દાગીના પરત ન આપ્યા
વિંછિયામાં મહિલાએ બીમારીની સારવાર માટે પાડોશમાં રહેતા શખસ પાસેથી 15 હજાર વ્યાજે લીધા હતા જેની સામે 66 હજાર ચૂકવી દીધા છતાં આ શખ્સ ચાર મહિનાના વ્યાજની ઉઘરાણી કરી મહિલાએ ગીરવે મૂકેલા દાગીના પડાવી લઇ વ્યાજની રકમ નહીં ચૂકવે તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વિંછિયામાં બોટાદ રોડ પર રહેતા મધુબેન વલ્લભભાઈ પાટડીયા ઉ.40એ પાડોશમાં રહેતા કનુ ભીખા રાવળ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2022માં તે બીમાર પડતાં પૈસાની જરૂરિયાત હોય જેથી કનુ પાસેથી 15 હજાર વ્યાજે લીધા હતા જામીન પેટે સોનાની બુટ્ટી અડધા તોલાની અને ચાંદીના સડા 500 ગ્રામના ગીરવે મૂકયા હતા. વ્યાજે રકમ લીધા બાદ દર મહિનાની પહેલી તારીખે મહિલા કનુના ઘરે જઈ વ્યાજના 1500 ચૂકવતી હતી છેલ્લા ચારેક મહિનાથી પૈસાની સગવડ ન થતા તે વ્યાજના ચૂકવી શકતી ન હતી. જેથી કનુએ ઘરે આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કહેતો હતો કે, જો તમે વ્યાજના પૈસા નહીં આપો તો તમારા ઘરેણાં વેચાવી નાખીશ તેમ કહી ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી દરમિયાન મહિલા પાસે પૈસાની સગવડતા થતા તેણે ગઈ તા.28 ના સાંજના કનુ પાસે જઈ 15 હજાર રોકડ આપ્યા હતા જે કનુંએ લઇ લીધા હતાં. બાદમાં મહિલાએ તેની પાસે દાગીના માંગતા તેણે કહ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી વ્યાજના પૈસા આપ્યા નથી તે આપીશ પછી જ તમારા ઘરેણા પાછા આપીશ અને જો તું મારા ઘરે ઘરેણા લેવા આવી તો તારા ટાંટિયા ભાંગી નાખીશ કહી ગાળો આપી હતી અને કહ્યું હતું કે મારા ઘરે બીજીવાર આવી તો મજા નહીં આવે. જેથી મહિલાએ 15 હજાર વ્યાજે લીધા હોય તેના બદલામાં 66 હજાર ચૂકવી દીધા હોવા છતાં દાગીના પરત નહીં આપી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી અમરેલી પંથકની સગીરા સાથે દુષ્કર્મ
રાજકોટમાં એક હોસ્ટેલમાં રહેતી અમરેલી પંથકની 16 વર્ષીય વિદ્યાર્થિનીને મોહજાળમાં ફસાવી જૂનાગઢના પૂર્વ સહપાઠીએ ધમકીઓ આપી રાજકોટ અને જૂનાગઢ લઇ જઈ દુષ્કર્મ ગુજારાયાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે યુનિવર્સીટી પોલીસે જૂનાગઢ રહેતા હર્ષદસિંહ લાખાભાઇ દેવધરીયા અને મદદગારી કરનાર એક કિશોર સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ભોગ બનનાર છાત્રા અઢી વર્ષ પહેલા જૂનાગઢમાં એક હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. ત્યારે સાથે જ અભ્યાસ કરતા હર્ષદસિંહ સાથે સંપર્ક થયા બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. ત્યાર બાદ 2025માં તે રાજકોટમાં એક હોસ્ટેલમાં રહીને – અભ્યાસ કરતી હતી ચારેક મહિના પહેલા આરોપી હર્ષદસિંહ રાજકોટ આવી છાત્રાને મોહજાળમાં ફસાવી રૈયા ગામ વિસ્તારમાં રહેતા પરિચીત કિશોરના ઘરે લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં આરોપીએ જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ ધમકી આપી હતી. ત્યાર બાદ તે વેકેશનમાં જૂનાગઢ ગઈ ત્યાં પણ આરોપી હર્ષદસિંહે ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટ આવ્યા બાદ તેણે હોસ્ટેલના ગૃહપતિને વાત કરતા તેણે તેના પરિવારજનોને જાણ કરતા તેઓ રાજકોટ આવ્યા બાદ યુનિવર્સીટી પોલીસનો સંપર્ક કર્યો હતો જેના આધારે પોલીસે ભોગ બનનારની ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સ્પામાંથી 70 હજારનો દારૂ મળી આવતા સંચાલકની ધરપકડ
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર બીગ બજાર પાછળ સત્યસાંઈ રોડ પર આવેલા કાયા ફેમિલિ – સ્પામાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી 70 હજારના અંગ્રેજી દારૂ સાથે ઘંટેશ્વર રહેતા સંચાલક પ્રતિપાલસિંહ અજયસિંહ ચુડાસમાને ઝડપી લીધો હતો દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાંચની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી આધારે કાયા સ્પાનું બોર્ડ લગાડેલા – મકાનમાં દરોડો પાડતાં ત્રીજા માળે આવેલા રૂમમાંથી અંગ્રેજી દારૂની નાની-મોટી મળી 120 બોટલ મળી આવી હતી જેથી આરોપીની અટકાયત કરી હતી આરોપીએ આ મકાન ભાડે રાખ્યું છે. સ્પાનું રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે. પરંતુ તેને લગતી કોઈ પ્રવૃતી થતી ન હતી. દારૂ ક્યાંથી લઈ આવ્યો હતો તે સહિતના મુદ્દે હવે તપાસ કરવામાં આવશે.

- Advertisement -

કાલાવડ રોડ પર 3.50 લાખના ડુપ્લીકેટ તમાકુના ડબ્બા સાથે શખ્સની ધરપકડ
રાજકોટના કાલાવડ રોડ પર જાનકી પાર્ક પાસે પીસીબીની ટીમે દરોડો પાડી કોઈપણ આધાર પુરાવા વગર એક બ્રાંડના ડબ્બામાં ડુપ્લીકેટ તમાકુનું વેંચાણ કરનાર મિહિર ભરતભાઈ બુધ્ધદેવને પકડી લઈ 3.50 લાખની કિંમતના ડુપ્લીકેટ તમાકુના ડબ્બા કબજે કર્યા હતા. અમદાવાદ ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા અને એક કંપનીમાં પ્રોપરાઈટર હિરેનભાઈ મુકેશભાઈ પટેલને માહિતી મળતાં પીસીબીના સ્ટાફને સાથે રાખી કાલાવડ રોડ પર જાનકી પાર્કમાં રેડ કરી મિહિર બુધ્ધદેવને પકડી લઈ તપાસ દરમિયાન તેની પાસેથી પ્લાસ્ટિકના બાચકામાંથી અલગ-અલગ પાંચ પાર્સલ મળી આવ્યા હતા. પાર્સલ ખોલતા એક બ્રાંડના ડુપ્લીકેટ તમાકુના 1000 ડબ્બા મળી આવ્યા હતા પુછપરછ દરમિયાન આરોપી એક બ્રાંડની ઓરીજનલ તમાકુ અને લુઝ તમાકુ બંને મિક્સ કરી ડુપ્લીકેટ તમાકુ બનાવી એક ડબ્બો 350 લેખ વેંચતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે 3.50 લાખનો ડુપ્લીકેટ તમાકુનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લોઠડામાં રમતા બાળક પર બોલેરોનું ટાયર ફરી વળતા મોત
શહેરની ભાગોળે આવેલા લોથડા ગામે એક હૃદયદ્રાવક અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે, જેમાં માત્ર 10 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે આજી ડેમ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. લોથડા ગામે આવેલી વરુણ કાસ્ટીંગ ફેક્ટરીની બાજુમાં રહેતા અનિલભાઈ મખોડીયાનો 10 વર્ષનો પુત્ર આર્યન ઘર નજીક આંગણામાં રમી રહ્યો હતો. આ દરમિયાન નજીકમાં જ એક ઢાળ પર પાર્ક કરેલી બોલેરો ગાડી અચાનક રિવર્સમાં નીચે ઉતરી આવી હતી.દુર્ભાગ્યે, ઢાળ પરથી સરકેલી બોલેરોનું આગળનું વ્હીલ સીધું માસૂમ આર્યન પર ફરી વળ્યું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ખરેખર બનાવ કેવી રીતે બન્યો તે અંગે વિશેષ તપાસ યથાવત રાખી છે.

સોખડા ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા શુક્લ પીપળીયાના યુવકનું મોત
રાજકોટના બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા પુલ ઉતરતા રોડ પર બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા શુક્લ પીપળીયા ગામના 20 વર્ષીય યુવકનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શુક્લ પીપળીયા ગામે રહેતા કરણ મહેશભાઈ સરવૈયા ઉ.20 ગત રાત્રીના પોતાનું બાઈક લઈને રાજકોટથી શુક્લ પીપળીયા જતો હતો ત્યારે બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા પુલ ઉતરતા રોડ પર એક ટ્રક ઉભો હતો. જે ધ્યાને ન આવ્યા કરણનું બાઈક ટ્રક પાછળ અથડાયુ હતું. તેને માથે શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ રૂમે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. કરણ રાજકોટમાં પેડક રોડ પર આવેલા બંગડીના કારખાનામાં કામ કરતો હતો. તે બે ભાઇમાં નાનો હતો પ્રાથમિક તપાસમાં તે બાઈક લઈને રાજકોટ ચકર મારવા નીકળ્યો હતો પછી પરત ઘરે પરત આવતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

ખારચીયા ગામે જુગાર રમતા છ ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના પિયુષ ચિરોડીયા અને ગોપાલભાઈ બોળીયા સહિતની ટીમે બાતમી આધારે ખારચીયા ગામે વાડી પાસે દરોડો પાડી લાઈટના અજવાળે જુગાર રમતા અશોક ગોવિંદભાઇ મકવાણા, જગદીશ રવજીભાઈ પરમાર, કાળું ભલાભાઈ સોહેલિયા, દિનેશ દેવજીભાઈ સોહેલિયા, સુનિલ હીરાભાઈ ચૌહાણ અને નરેશ કાળુભાઇ મકવાણાની ધરપકડ કરી 5,910 કબ્જે કર્યા છે.

અજમેર ફરીને આવ્યા બાદ ત્રણ સંતાનોની માતાનો આપઘાત
રાજકોટના દૂધસાગર રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાટરમાં રહેતી અને ગુંદાવાડીમાં આવેલ દુકાનમાં નોકરી કરતી ભગવતી ઉર્ફે ગાયત્રી પવન પરીહાર ઉ.28 નામની પરિણીતા આજે પોતાના ઘરે હતી ત્યારે પ્રથમ બ્લેડથી છરકા માર્યા હતા અને ત્યાર બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો પ્રાથમિક તપાસમાં એક ચિઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે મને કોઈનું દબાણ નથી હું મારી મરજીથી આ પગલું ભરું છું પરિવારની પૂછતાછમાં ગત મંગળવારે અમન નામના છોકરા સાથે તેણી અજમેર ગઈ હતી અને ત્યાંથી પરત આવ્યા બાદ આ પગલું ભરી લીધું હતું તેણીના મોતથી 2 દીકરી અને 1 દીકરાએ માતાનું છત્ર ગુમાવ્યું છે પોલીસે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટની વધુ એક ગેંગ સામે ગુજસીટોક
રાજકોટમાં ગેંગ બનાવી ગુનાખોરી આચરતી ટોળકીને ડામી દેવા શહેર પોલીસે ગુજસીટોકનું હથિયાર ઉગામ્યું છે અત્યાર સુધીમાં લાલો રાઉમાં ગેંગના 11 શખ્સો, ભીસ્તીવાડની ગેંગના 13 શખ્સો, ચડ્ડી બનીયાનધારી ગેંગના 11 શખ્સો, પેડા ગેંગના 21 શખ્સો, મુરઘા ગેંગના 17 શખ્સો, ઓડીયા ગેંગના 10 શખ્સો, બાટલી ગેંગના 14 શખ્સો, રમેશ રાણા ગેંગના 3 શખ્સો, ઇભલા ગેંગના 7 શખ્સો, શામજી મકા ગેંગના 12 શખ્સો, અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગના 6 શખ્સો અને રામદેવ ડાંગરની ગેંગના 5 શખ્સો સહીત કુલ 130 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર બાદ આજે વધુ એક ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી છે સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ ગેંગમાં 20 જેટલા આરોપીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે આ અંગે સાંજે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા પત્રકાર પરિષદ યોજી વધુ વિગતો જાહેર કરશે.

કંસારા બજારમાં ત્રીજા માળે દુકાનનો દરવાજો તોડી તસ્કરો 4.79 લાખની મતા ચોરી ગયા
રાજકોટના એરપોર્ટ રોડ ઉપર મારુતિનગરમાં રહેતા અને નવા નાકા રોડ કંસારા બજારની પાછળ ત્રિભુવનદાસ દામોદરદાસ શેઠ નામની પેઢી ચલાવતા સચીનભાઈ રસીકલાલ શેઠ ઉ.45એ 4,79,250ની ચોરી અંગે ચાર અજાણ્યા તસ્કરો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 28 તારીખે હું પેઢીને તાળા મારી સુરેન્દ્રનગર ખાતે ઘરકામ સબબ ગયો હતો અને ગત તા.2ના રાત્રીના એકાદ વાગ્યે ૫રત આવ્યો હતો બાદ મારા સગા મોટાબાપાના દીકરા દીલીપભાઈનો ફોન આવેલ કે, તમો દુકાને આવો તમારા દુકાનમા ચોરી થઈ છે તેવુ મને પિન્ટુ ભાઈ ગોહીલ જે આર.એમ.સી કચરા પેટીની ગાડી ચલાવે છે તેને મને ઘરે આવી જાણ કરેલ છે અને મે ચાર માણસોને ભાગતા જોયા છે આ વાત કરતા હું તુરંત મારી પેઢીએ ગયેલ અને ત્યા દુકાનનુ તાળુ ખોલેલ અને અંદર જઈને જોયુ તો મારી બે માળની દુકાનમાં જોતા બધું વેરવિખેર પડ્યું હતુ અને દુકાનમા ત્રણેય ભાઇઓએ તપાસ કરતા નિચેના માળેથી કોઈ માલસામાન ચોરી થઈ નથી પરંતુ કાઉન્ટરમા રાખેલ રોકડ રૂપીયા 1.52 લાખની ચોરી થયેલાનુ જાણવા મળ્યું હતું બાદ ઉપરના માળે ભંગારનો જુનો સામાન રાખીએ છીએ ત્યા જઈ તપાસ કરતા ત્યાથી 1100 ગ્રામ ચાંદીની ચમચી તથા લોટી, 640 ગ્રામ ચાંદીનો છુટક ભંગાર, 3 મોટા જર્મન સિલ્વરનો મંદીરનો સામાન જેમા અગરબતી સ્ટેન્ડ ધુપેલીયા અને 3 નાના તેમજ પીતળની નાની નાની 2 વાટકી, જર્મન સીલ્વરની હિચકાના 48 સળીયા, એક બાજોટનો પીતળનો સિંહ પાયો, જુનવાણી અલગ અલગ તાંબાના 2 કિલો 800 ગ્રામના સિકક્કા, જર્મન સિલ્વરની 6 કિલોની સાંકળ, જર્મન સિલ્વરના 32 વાટકા, જર્મન સીલ્વરના ડીસ, કીટલી વીગેરે 6 નંગ, પીતળનો 1 ત્રાંસ, જર્મનના અઢી કિલો છુટક વાસણો, પીતળનો 500 ગ્રામ ભંગાર તથા જર્મન સિલ્વરનો ભંગાર તથા પિતળનો ભંગાર તથા જુનવાણી તાંબાના અલગ અલગ સિક્કા મળી અલગ અલગ ભંગારના કુલ 3,27,250 તેમજ રોકડ રૂપીયા 1.52 લાખ મળી કુલ 4,79,250ની કોઈ ચોર ઈસમો અમારી પેઢીમાથી ચોરી કરી લઈ ગયેલ છે. આ ચોરી રાત્રિના ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા દરમીયાન ગઢની રાંગની દિવાલથી ત્રીજા માળે
આવેલ કેબીનનો દરવાજો તોડી બીજા માળે નીચે સીડી વાટે રાત્રીના સમયે અપપ્રવેશ કરી આ ચોરી કરેલ છે અને અમારી પેઢીની પાછળ ગઢની રાંગની દીવાલ જે મારી પેઢીને અડીને આવેલ છે ત્યાથી ચાર ચોર ઈસમોએ ચોરી કર્યાનુ મારૂ માનવુ છે તેમજ પિન્ટુભાઈ મગનભાઈ ગોહીલ જે આર.એમ.સી કચરા પેટીની ગાડી ચલાવે છે તેણે આ ચાર ચોર ઈસમોને ભાગતા જોયા હોય ફરિયાદ નોંધાવતા પીઆઇ વાઢિયા સહિતે તપાસ હાથ ધરી છે.

You Might Also Like

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ
Next Article માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?