અમદાવાદમાં કેબિન ચલાવતાં પ્રજ્ઞાચક્ષુએ પેકેટ ચોરી થયાની આશંકાએ એક સગીરનો હાથ પકડી લેતાં PSI માતા બેફામ બની
પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે મારતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદમાં રહેતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. પંચવટી વિસ્તારમાં તેઓ કેબીન પર ફ્રાઈમ્સ અને નમકીનનાં પેકેટ વેંચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈના જણાવ્યા અનુસાર તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી. સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તેઓ કેબીન પર આવી પહોંચ્યા હતા અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
પોલીસ સ્ટેશન સામાન્ય વ્યક્તિ સાથે થતા અન્યાય, અત્યાચાર અને ગુનાખોરીની ફરિયાદ કરવા માટે છે, પણ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઊલટી જ ગંગા વહી. પોલીસ સ્ટેશનમાં મહિલા ઙજઈં સોનલ રાઠોડ દ્વારા ગોપાલભાઇ નામના પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર માર્યો હતો. જેમાં પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે મારતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. જેના બીજા દિવસે મહિલા ઙજઈંએ આ બાબત મીડિયામાં પ્રકાશિત થયા બાદ ભીનું સંકેલવા અને રેલો આવતા સમાધાન કરવા માટે ધમપછાડા કર્યા હતાં. તો બીજી તરફ પોલીસ સ્ટેશનના ઙઈં અને સ્ટાફ આ પ્રકારની ઘટના બની હોવાનો ઈન્કાર કરી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારનાર મહિલા ઙજઈં સોનલ રાઠોડ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, આ બનાવ બાદ મહિલા ઙજઈં સોનલ રાઠોડ દિવ્યાંગ વ્યક્તિના ઘરે માફી માંગવા પહોંચ્યા હતા. જ્યાં ઙજઈં સોનલ રાઠોડે પીડિતના પરિવારજનો સમક્ષ કહ્યું કે, હું ગિલ્ટી ફીલ કરું છું. જ્યારે પીડિત પરીવારે જણાવ્યુ કે અમારે ન્યાય જોઇએ છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને 24 કલાકથી વધુ સમય થયો છે, છતાં પીડિત પ્રજ્ઞાચક્ષુની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી નથી. જેને લઈને યુનિવર્સિટી પોલીસની કામગીરી પર પણ શંકા થઈ રહી છે. આ ઘટના ઉપરથી એક વાત કહી શકાય કે, જો આ બાબતે ફરિયાદ થશે તો, પોલીસ સ્ટેશન જ ઘટના સ્થળ ગણાશે, અને ત્યાં હાજર પોલીસકર્મી સામે જ ફરિયાદ નોંધાશે. હવે આ સમગ્ર મામલામાં જોવું એ રહ્યું કે, મહિલા ઙજઈં ધમપછાડા કરીને સમાધાન કરવામાં સફળ રહે છે?, શું અન્ય પોલીસ સ્ટેશનમાં જઈ કોઈ અન્ય પોલીસકર્મી આ રીતે પ્રજ્ઞાચક્ષુ કે અરજદારને આ રીતે બેફામ માર મારે તો શું તેની સામે કોઈ પગલા નહીં લેવાય?, શું પોલીસકર્મીઓ અને જવાબદારો અંદરખાને સમાધાન કરીને ભીનું સંકેલી લેશે અને ન્યાય માટે ઝંખતા લોકોને દબાવી દેવામાં આવશે?. આ ઉપરાંત શું રૂરલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મહિલા ઙજઈં સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડશે કે પછી ભીનું સંકેલીને આખો કેસ દબાવશે?
મહિલા ઙજઈં સોનલ રાઠોડએ પ્રજ્ઞાચક્ષુને બેફામ માર મારી ઇગો સંતોષ્યો
- Advertisement -
પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ એક દિવસ પહેલા તેમના ગલ્લે એક બાળકે પેકેટ તોડી રહ્યો હોવાની આશંકા રાખીને ટપલી મારી હોવાથી તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 7 કલાકથી વધુ સમય બેસાડી રાખવામાં આવ્યા હતા. આ પછી પોલીસ સ્ટેશનમાં જ આ અરજી અંગે સમાધાન કરવા બાળકની માતા પોલીસ સ્ટેશન આવી રહી હોવાનું કહીને રાહ જોવડાવવામાં આવી હતી. ઘટનાના દિવસે કલાકો વિત્યા બાદ ચાંગોદરમાં ફરજ બજાવતી મહિલા ઙજઈં સોનલ રાઠોડે સાંજે આવીને કહ્યુ કે, ‘ક્યાં છે મારા છોકરાને મારનાર’, અને પ્રજ્ઞાચક્ષુને લાતો, લાફા અને લાકડીના ફટકા મારી બેફામ માર માર્યો હતો.



