જવાબી હુમલા અમેરિકા માટે બોધપાઠ: ઈરાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
- Advertisement -
અમેરિકા અને ઈરાન વચ્ચે બુધવારે ફરી તણાવ વધી ગયો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (ઈંછૠઈ)એ દાવો કર્યો કે તેણે કુવૈત અને બહેરીનમાં અમેરિકી નૌકાદળના પાંચમા કાફલાના હેડક્વાર્ટર, મિલિટરી એરબેઝ અને હેલિકોપ્ટર પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઈઊગઝઈઘખ)એ ડ પર પોસ્ટ કરીને કહ્યું કે ઈરાને પ્રાદેશિક દેશો તરફ ઘણી બેલિસ્ટિક મિસાઈલો છોડી. જોકે, તમામ હુમલા નિષ્ફળ ગયા. કુવૈત પર છોડવામાં આવેલી બે મિસાઈલો કાં તો નિશાન ચૂકી ગઈ અથવા રસ્તામાં જ નષ્ટ કરી દેવામાં આવી. બહેરીન પર છોડવામાં આવેલી 3 મિસાઈલોને અમેરિકી અને બહેરીન એર ડિફેન્સ સિસ્ટમે રોકી દીધી. બીજી તરફ, અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના કેશ્મ આઈલેન્ડ સ્થિત એક કોમ્યુનિકેશન્સ ટાવર પર હુમલો કર્યો હતો. અમેરિકી સેનાએ તેને આત્મરક્ષામાં કરાયેલો હુમલો ગણાવ્યો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ એટલે કે ઈંછૠઈ એ કહ્યું છે કે ખાડી ક્ષેત્રમાં કરવામાં આવેલા તેના વળતા હુમલા અમેરિકા માટે પાઠ હોવા જોઈએ. ઈંછૠઈના નિવેદન મુજબ, અમેરિકી સેનાએ મોડી રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક ઈરાની તેલ ટેન્કર પર હવાઈ હુમલો કર્યો, જેનાથી જહાજના એન્જિન રૂમને નુકસાન થયું. તેના જવાબમાં ઈંછૠઈ એ દાવો કર્યો કે તેણે ‘પનાયા’ નામના એક અમેરિકી-ઝાયોનિસ્ટ જહાજને મિસાઈલોથી નિશાન બનાવ્યું. ઈંછૠઈ એ કહ્યું, ‘અમે પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યા હતા કે કોઈપણ આક્રમક કાર્યવાહીનો વધુ કડક જવાબ આપવામાં આવશે. અમેરિકી સેનાને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા બગાડવાની ભારે કિંમત ચૂકવવી પડશે.’
કુવૈત એરપોર્ટ પર ડ્રોન-મિસાઈલ હુમલો
ઈરાને કહ્યું- અમે આત્મરક્ષામાં વળતો હુમલો કરી રહ્યા છીએ
- Advertisement -
કુવૈતની સેનાએ કહ્યું છે કે કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટના એક ટર્મિનલ પર ડ્રોન અને મિસાઇલ હુમલા થયા, જેનાથી ઇમારતને ભારે નુકસાન થયું અને ઘણા લોકો ઘાયલ થયા.કુવૈત ન્યૂઝ એજન્સી અનુસાર, ઘાયલોની સારવાર ચાલી રહી છે. જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે એરપોર્ટ પર ફ્લાઇટ્સ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. આગામી સૂચના સુધી ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ્સ તરફ વાળવામાં આવશે.
ભારતમાં ઈરાનની દૂતાવાસે એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે અમેરિકી નૌકાદળના પાંચમા કાફલાના મુખ્યાલય અને અમેરિકી સેનાના એર અને હેલિકોપ્ટર બેઝ વિરુદ્ધ આ હુમલો કાયદેસર આત્મરક્ષણમાં કરવામાં આવેલો જવાબ હતો. જોકે, આ પહેલા અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઈઊગઝઈઘખ) એ ડ પર પોસ્ટ કરીને ઈરાન દ્વારા અમેરિકી નૌકાદળના પાંચમા કાફલાના મુખ્યાલય પરના હુમલાને નકારી કાઢ્યો હતો.



