રિટેલ આઉટલેટ પરથી ઉદ્યોગોને ડીઝલ આપવા પર સરકારી પ્રતિબંધ, રોજ 8થી 9 હજાર ટ્રકોની અવરજવર ધરાવતા ટ્રાન્સપોર્ટરો લાચાર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
- Advertisement -
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધની અસર આપણા દેશમાં પણ પડી રહી છે અગાઉ તેલ અને ગેસમાં ભાવવધારો આવ્યા બાદ હવે સપ્લાય ચેન ખોરવાઈ જતા ડીઝલની અછત વર્તાઈ રહી છે ડીઝલની અછતને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ, માળિયાનો મીઠા ઉદ્યોગ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો લાચારી અનુભવી રહ્યા છે અને જીલ્લા કલેકટરને રૂબરૂ મળીને ડીઝલ સમસ્યા નિવારવા રજૂઆત કરવામાં આવી છે
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો પ્રમુખ મનોજ એરવાડિયા દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મધ્ય/પર્વ યુદ્ધની અસરથી અછૂત રહ્યું નથી પરંતુ સરકારની પ્રોત્સાહક નીતિથી ઇન્ડસ્ટ્રીઝને સારું બળ મળી રહે છે હાલ રીટેઈલ આઉટ લેટ પરથી ઓદ્યોગિક ગ્રાહકોને ડીઝલનું વેચાણ રોકવા બાબતનો હુકમ થઇ આવેલ છે જેથી સિરામિક ઉદ્યોગને હાલાકી સહન કરવી પડે છે સિરામિક ઉદ્યોગમાં 24 કલાક પ્રોડક્શન કામગીરી ચાલે છે અને 24 કલાક વીજળીની જરૂરત રહે છે. મીઠા ઉદ્યોગ અગ્રણી દિલુભા જાડેજાએ જણાવ્યું હતું કે આજે કલેકટરને રૂબરૂ મળીને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ડીઝલ અછત અંગે રજૂઆત કરી હતી મીઠા ઉદ્યોગમાં હિટાચી મશીન અને અન્ય વાહનો વપરાય છે જેથી પ્રોડક્શન ચાલુ રાખવા ડીઝલ નિયમિત પૂરતા પ્રમાણમાં મળતું રહે તે જરૂરી છે જે રજૂઆત અંગે જીલ્લા કલેકટરે યોગ્ય પગલા લેવાની ખાતરી આપી હતી વધુમાં દિલુભાએ જણાવ્યું હતું કે રોજ મીઠા ઉદ્યોગમાં 40-50 હજાર લીટર ડીઝલ વપરાશ થાય છે અને હાલ 20 હજાર લીટર મળે છે છેલ્લા 2-3 દિવસથી મુશ્કેલી પડી રહી છે અને સ્થિતિ નહિ સુધરે તો પ્રોડક્શન બંધ કરવાની ફરજ પડશે સમગ્ર ગુજરાતનું 30 ટકા ઉત્પાદન માત્ર માળિયા તાલુકામાં મીઠા ઉદ્યોગ કરે છે. સિરામિક અને મીઠા ઉદ્યોગ જ નહિ ડીઝલ અછતથી ટ્રાન્સપોર્ટરો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કચ્છ અને મોરબી જીલ્લામાં સ્થિતિ વધુ ખરાબ છે રાજકોટમાં તપાસ કરતા ટ્રક ઉભી રાખવી પડે તેવી શોર્ટેજ નથી કારમાં 1000 થી વધુ ડીઝલ ભરી આપવા ઇનકાર કરે છે ડીઝલની અછત છે મોરબીમાં રોજ 8 થી 9 હજાર ટ્રક આવજા કરે છે સિરામિક સહિતના ઉદ્યોગમાં અને ટ્રકમાં 3000 થી 4000 ડીઝલ મળે તો માલ ક્યારે પહોંચે તેમજ દરેક ફેકટરીમાં પણ વાહનોમાં ડીઝલ વપરાય છે જેથી ટ્રાન્સપોર્ટરો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે જલ્દીથી ડીઝલની સપ્લાય અંગે યોગ્ય નિર્ણય લેવાય તે જરૂરી છે.



