ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
ગૃહમંત્રી હર્ષ સંઘવી ના નિર્દેશ બાદ ગુજરાત ભરમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા પોલીસ ટીમો તપાસ ચલાવી રહી છે જેમાં મોરબી પોલીસે ગત મોડી રાત્રીના ઓપરેશન દરમિયાન બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી હતી.
મોરબી ડીવાયએસપી જે એમ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓપરેશન ડેલ્ટા અન્વયે મોરબી જીલ્લાના ચાર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લાની એલસીબી, એસઓજી, સાયબર ટીમ ઉપરાંત તમામ પોલીસ મથકોની અલગ અલગ ટીમો બનાવી પોલીસે બાંગ્લાદેશીઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી ગત રાત્રીના કુલ 100 લોકોને તપાસવામાં આવ્યા હતા જેમાં બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં પોલીસ ટીમને સફળતા મળી છે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરતા હોવાથી સિરામિક ઝોનમાં વિશેષ તપાસ ચલાવી હતી હાલ બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી છે તો અન્ય બે શકમંદોની પૂછરપછ ચાલી રહી છે
ઝડપાયેલી બે બાંગ્લાદેશી મહિલાઓ ક્યાં રૂટથી આવી, કોની પાસે રોકાઈ હતી તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે ઉપરાંત તેમની પાસે ભારતના આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ છે કે નહિ તેની તપાસ ચાલી રહી છે ગત વર્ષે ઓપરેશન ચલાવી 10 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા હતા તેમ ડીવાયએસપીએ જણાવ્યું હતું.



