By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 hour ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    4 minutes ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 hour ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    54 minutes ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    2 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
TALK OF THE TOWNરાજકોટ

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor
Last updated: 2026/07/08 at 3:04 PM
Khaskhabar Editor 20 minutes ago
Share
4 Min Read
SHARE

ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા યુવાનની હત્યા થઇ હતી

એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાની ધારદાર દલીલ અને સાક્ષીઓના વિરોધાભાસ જૂબાની બાદ કોર્ટનો નિર્ણય

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ નજીક આવેલા સર્વેશ્વર ચોક ખાતે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ સર્જાયેલા લોહિયાળ હુમલામાં એક યુવાનની હત્યા તથા અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચાડવાના ગંભીર ગુનાના કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફરિયાદી, નજરે જોનાર સાક્ષીઓના વિરોધાભાસ જુબાની, સરકાર પક્ષ આરોપ સામે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. પરિણામે અદાલતે આરોપી અમરદીપસિંહ ઉર્ફે બાલી કુબવતસિંહને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

કેસની વિગતો મુજબ, શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલા પુનિતનગર શેરી નં. 13માં રહેતા કાર્તિક જેંતીભાઈ સરવૈયાની દિવાળીની રાત્રે સર્વેશ્વર ચોક ખાતે છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈ પ્રકાશભાઈ સરવૈયાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા. 1 નવેમ્બર, 2024ના રોજ રાત્રે અંદાજે 12:30 વાગ્યે તેઓ પોતાના ભાઈ કાર્તિક સાથે રેસકોર્સ ખાતે ભેળની લારી પાસે હતા. તે દરમિયાન મિત્ર મીત ભટ્ટનો ફોન આવતા તેઓ કાર્તિક તથા માસિયાઈ ભાઈ કેતન વોરા સાથે યાજ્ઞિક રોડ સ્થિત સર્વેશ્વર ચોક ખાતે ફટાકડા ફોડવા ગયા હતા.

- Advertisement -

ફરિયાદ મુજબ, સર્વેશ્વર ચોક ખાતે પંચમિયા કરિયાણાની દુકાન નજીક તેઓ ફટાકડા ફોડતા હતા ત્યારે સામે આવેલા પંજાબી ધાબાના સંચાલક અમરદીપસિંહ ઉર્ફે બાલી પણ ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાર્તિક તરફ ફટાકડાની લૂમ ફેંકી હતી. શરૂઆતમાં મિત્રતાના કારણે કોઈએ વિરોધ કર્યો ન હતો, પરંતુ થોડા સમય બાદ ફરીથી કાર્તિક તરફ ફટાકડાની લૂમ ફેંકાતા કાર્તિક તથા કેતન વોરાએ તેનો વિરોધ કરતાં બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારબાદ હાજર રહેલા મીત ભટ્ટ અને હેમલ વિઠલાણીએ બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

ફરિયાદ અનુસાર, રાત્રે આશરે 1:30 વાગ્યે પ્રકાશ સરવૈયા, કાર્તિક, કેતન વોરા, મીત ભટ્ટ, હેમલ વિઠલાણી તથા અન્ય મિત્રો જગન્નાથ શેરી નં. 20-21ના ખૂણે આવેલા કાવેરી કોમ્પ્લેક્સ નીચે ઉભા હતા. તે સમયે અમરદીપસિંહ ઉર્ફે બાલી ઇનોવા કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે કાર્તિક પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. કાર્તિકને બચાવવા વચ્ચે પડેલા પ્રકાશ સરવૈયા અને કેતન વોરાને પણ છરીના ઘા માર્યા બાદ આરોપી ઇનોવા કારમાં ફરાર થઈ ગયો હતો.

બાદમાં ઇજાગ્રસ્તોને મિત્રોએ ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કાર્તિક સરવૈયાને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી અમરદીપસિંહ ઉર્ફે બાલીની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને તપાસનીશ અધિકારીએ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ફરિયાદી, નજરે જોનાર સાક્ષીઓ, પંચો, તબીબો તથા તપાસનીશ અધિકારી સહિતના સાક્ષીઓની જુબાની કરાવી હતી. જોકે, સુનાવણી દરમિયાન સરકાર પક્ષ આરોપીને દોષિત સાબિત કરવામાં સફળ રહ્યું ન હતું.

બીજી તરફ બચાવ પક્ષ તરફથી લેખિત દલીલો, દસ્તાવેજી પુરાવાઓ તેમજ ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયના વિવિધ ચુકાદાઓનો આધાર રજૂ કરવામાં આવ્યો હતો. બંને પક્ષની દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે અદાલતે આરોપી અમરદીપસિંહ ઉર્ફે બાલીને શંકાનો લાભ આપી તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપી તરફથી સિનિયર એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા સાથે એડવોકેટ ખોડુભા સાકરિયા, મિલન જોષી, જયવીર બારૈયા, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમારે બચાવ પક્ષની વકીલાત સંભાળી હતી.

You Might Also Like

રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો

રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટમાં પ્રથમ વખત કથાકાર જયા કિશોરીજીની ‘સનાતન યુવા કથા’ યોજાશે

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
Next Article રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?