કુલ 1,855 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા: વીજ પુરવઠો, એસ.ટી. બસ સેવા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનાઓ અપાઈ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના પ્રવેશ પર પ્રતિબંધ: પરીક્ષા કેન્દ્રો પર સઘન ચકાસણી કરવા તાકીદ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 11 જૂન થી 20 જૂન, 2026 દરમિયાન આયોજિત ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારુ વાતાવરણમાં યોજાય તે માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ પૂરક પરીક્ષાની કામગીરીને અત્યંત ગંભીરતાથી લઈ તમામ જરૂરી તકેદારી રાખવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. પરીક્ષાના દિવસો દરમિયાન પી.જી.વી.સી.એલ. (ઙૠટઈક) વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો, એસ.ટી. વિભાગ દ્વારા નિયમિત બસ સેવા અને પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવા અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાએ કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ન લઈ જાય તેની પરીક્ષા પૂર્વે જ સઘન ચકાસણી કરવા સ્થળ સંચાલકોને જણાવ્યું હતું. ધોરણ-10 ના ઝોનલ અધિકારી શૈલેષભાઈ મેરજા અને ધોરણ-12 ના ઝોનલ અધિકારી ભાવેશભાઈ ભાલોડીયાએ ‘પાટા એપ્લિકેશન’ (ઙઅઝઅ આાહશભફશિંજ્ઞક્ષ) તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
મોરબી જિલ્લામાં આ પૂરક પરીક્ષા હેઠળ ધોરણ-10 માં 5 બિલ્ડિંગના 44 બ્લોકમાં કુલ 1,241 વિદ્યાર્થીઓ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 2 બિલ્ડિંગના 11 બ્લોકમાં 308 વિદ્યાર્થીઓ અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 2 બિલ્ડિંગના 15 બ્લોકમાં 306 વિદ્યાર્થીઓ મળીને કુલ 9 બિલ્ડિંગના 70 બ્લોકમાં કુલ 1,855 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.



