By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 hour ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    13 minutes ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    2 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 hour ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    3 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    28 minutes ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન

Khaskhabar Editor
Last updated: 2026/07/08 at 2:26 PM
Khaskhabar Editor 1 hour ago
Share
0 Min Read
SHARE

દેશ-વિદેશના અગ્રણી વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રસાયણશાસ્ત્રના વિવિધ આધુનિક વિષયો પર પોતાના સંશોધનો રજૂ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ પાઠવી આયોજનને બિરદાવ્યું અને સફળતાની શુભકામના પાઠવી

- Advertisement -

NEP-2020 હેઠળ યુનિવર્સિટી સંશોધન અને નવીનતાને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે: કુલપતિ ડૉ. ઉત્પલ જોષી

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ તથા ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ત્રણ દિવસીય “RASAYAN-23″ International Symposiumનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના સંગમને નવી દિશા આપતા આ પરિસંવાદની આ વર્ષની થીમ “Science Beyond Boundary: Invention, Discovery, Innovation and Society” રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદનો પ્રારંભ અતિથિઓના સ્વાગત ઉદ્બોધન બાદ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિક અને પદ્મ-વિભૂષણથી સન્માનિત ડૉ. અનિલ કાકોડકર ઉપસ્થિત રહ્યા હતા, જેમના વરદહસ્તે આ પરિસંવાદનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન આજીવન સિદ્ધિ પુરસ્કાર વિજેતા ડૉ. અનિલ કાકોડકરનું પુષ્પગુચ્છ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

મુખ્ય અતિથિ ડૉ. અનિલ કાકોડકરે પોતાના સંબોધનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો શુભેચ્છા સંદેશ રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદનું આયોજન થઈ રહ્યું છે તે જાણીને તેમને અત્યંત આનંદ થયો છે. તેમણે સમગ્ર આયોજન સમિતિને અભિનંદન પાઠવી પરિસંવાદની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ડૉ. કાકોડકરે વધુમાં જણાવ્યું હતું કે ભારતની ઊર્જા આત્મનિર્ભરતા માટે થોરિયમ આધારિત પરમાણુ ઊર્જા કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત પાસે થોરિયમનો વિશાળ ભંડાર હોવાથી ભવિષ્યમાં پرમાણુ ઊર્જા ક્ષેત્રે ભારત વિશ્વમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું કે કોઈપણ દેશના વિકાસનું સ્તર પરમાણુ ઊર્જાના અસરકારક ઉપયોગ પર નિર્ભર રહે છે. પોતાના વક્તવ્યમાં તેમણે યુવા સંશોધકોને ખુલ્લા મનથી વિચારવાની, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની તથા સમસ્યાઓના નવીન અને વ્યવહારુ ઉકેલો શોધવાની પ્રેરણા આપી હતી.

ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના પરિચય દરમિયાન પ્રો. બ્રજ ગોપાલ બાગે જણાવ્યું હતું કે આ પરિસંવાદનો મુખ્ય હેતુ વિશ્વભરના વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓને એક જ મંચ પર લાવી વૈજ્ઞાનિક જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને MERU જેવા અભિગમોના અમલીકરણ સાથે યુનિવર્સિટી સંશોધન અને નવીનતાને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. યુનિવર્સિટી પશ્ચિમ ભારતના અગ્રણી સંશોધન કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહી છે. આ પરિસંવાદમાં કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાએ સફળ આયોજન માટે તમામ પ્રાયોજકો, વૈજ્ઞાનિકો, સંશોધકો અને આયોજક સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહના અંતે રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. ઉમેદ સી. ભોયાએ ઔપચારિક આભારવિધિ વ્યક્ત કરીને પરિસંવાદના પ્રારંભની જાહેરાત કરી હતી.

આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં દેશ-વિદેશના અગ્રણી વૈજ્ઞાનિકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રસાયણશાસ્ત્રના વિવિધ આધુનિક વિષયો પર પોતાના સંશોધનો રજૂ કરશે. આ સિમ્પોઝિયમ દરમિયાન વિશિષ્ટ વ્યાખ્યાનો, ટેક્નિકલ સત્રો, પોસ્ટર પ્રેઝન્ટેશન યોજાશે તથા CRS દ્વારા વૈજ્ઞાનિકોના H-index અને સંશોધન પ્રદાનના મૂલ્યાંકનના આધારે વિવિધ એવોર્ડ પણ આપવામાં આવશે. આ પરિસંવાદનો સૌથી મોટો લાભ યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓને મળશે, જેમને નેનોટેકનોલોજી, ગ્રીન કેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી અને કૃષિ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં નવું જાણવા સાથે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવવાની અનોખી તક પ્રાપ્ત થશે.

 

You Might Also Like

રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો

રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટમાં પ્રથમ વખત કથાકાર જયા કિશોરીજીની ‘સનાતન યુવા કથા’ યોજાશે

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા
Next Article રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજકોટ

રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?