By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 hour ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    17 minutes ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    26 minutes ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    1 hour ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    2 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક ઉધોગ સાહસિકની સોળ વર્ષની તપસ્યા, સૂરત શહેરને “ઓર્ગન ડોનેટ સીટી”ની ઓળખ અપાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > એક ઉધોગ સાહસિકની સોળ વર્ષની તપસ્યા, સૂરત શહેરને “ઓર્ગન ડોનેટ સીટી”ની ઓળખ અપાવી
સુરત

એક ઉધોગ સાહસિકની સોળ વર્ષની તપસ્યા, સૂરત શહેરને “ઓર્ગન ડોનેટ સીટી”ની ઓળખ અપાવી

Khaskhabar Editor
Last updated: 2021/10/27 at 12:46 PM
Khaskhabar Editor 5 years ago
Share
11 Min Read
SHARE

પિતાની કિડની નિષ્ફળ જતા પ્રેરણા મળી.

અંગદાન જાગૃતિમાં શરૂઆતમાંઅપમાન અને ધક્કે ચડ્યા ગાળોથી નવજાયા. ખૂબ સહન કરવાનો વારો આવ્યો. પણ આખરે પરિસ્થિતિ બદલી આજે અંગ દાન માટે લોકો સામે થી બોલાવે છે, સુરતમાંથી ૩૬ હદય દાનમાં મેળવ્યા બીજા ઘણાબધા અંગોનું દાન કરાવીને  સંખ્યાબંધને નવું જીવન.

૮૭૦વ્યક્તિઓને નવું જીવન પ્રાપ્ત થયું, ઓર્ગનમેન” નિલેશભાઈ માંડલેવાલાનું સેવારત જીવન. 

સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વસેલું સૂરત. અનેકઉપનામોથી સુશોભિત છે. સિલ્કસિટી, ટેક્ષટાઈલ અને ડાયમન્ડ સીટી તરીકે પણ ઓળખાતા સુરત શહેરને છેલ્લા થોડા સમયથી એક નવી ઓળખ મળી છે અને તે છે “ઓર્ગન ડોનર સીટી” તરીકેની. એની પાછળ છે એક ઉમદા વ્યક્તિત્વ દ્વારા સમાજ સેવાની નિસસ્વાર્થ ખેવના સોળ વર્ષની તપસ્યા અને એમની સાથે જોડાયેલી ટીમ ની સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને લગન.

Contents
પિતાની કિડની નિષ્ફળ જતા પ્રેરણા મળી.અંગદાન જાગૃતિમાં શરૂઆતમાંઅપમાન અને ધક્કે ચડ્યા ગાળોથી નવજાયા. ખૂબ સહન કરવાનો વારો આવ્યો. પણ આખરે પરિસ્થિતિ બદલી આજે અંગ દાન માટે લોકો સામે થી બોલાવે છે, સુરતમાંથી ૩૬ હદય દાનમાં મેળવ્યા બીજા ઘણાબધા અંગોનું દાન કરાવીને  સંખ્યાબંધને નવું જીવન.૮૭૦વ્યક્તિઓને નવું જીવન પ્રાપ્ત થયું, ઓર્ગનમેન” નિલેશભાઈ માંડલેવાલાનું સેવારત જીવન. 

 આવુ વ્યક્તિત્વ એટલે આ ટીમનું સફળ નેતૃત્વ કરનાર  નિલેશ માંડલેવાલા.  નિલેશભાઈ એટલે સધર્ન ચેમ્બર ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતના સફળ પ્રમુખ તરીકે સેવા આપનારતેમજ સમાજ સેવાનીઅનેક પ્રવૃતિઓમાં પણ તેઓ હંમેશા કાર્યરત રહ્યા. થોડાક વર્ષો પહેલાં તેઓ માત્ર એક ઉદ્યોગ સાહસિક બિઝનેસમેન અથવા ચેમ્બર પ્રમુખ તરીકે  ઓળખાતા હતા, પરંતુ એમની આ ઓળખ અધુરી ગણાય. હવે તેઓ ઓર્ગન ડોનેશન એટલે અંગદાન માટેડોનેટ લાઈફના માધ્યમથી સંખ્યાબંધ લોકોના જીવનદાતાબની ગયા છે.

- Advertisement -

એક સક્ષમ ઉધોગપતિ માં એકાએક  પરિવર્તન  એ રીતે આવ્યુ  કે આ વાત ૧૯૯૭ ની છે. એમના પિતાની કિડની નિષ્ફળ થતા વર્ષ ૨૦૦૪ થી તેઓનું  નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું, આ દરિમયાન તેઓ કિડનીના અન્ય દર્દીઓ અને તેમના પરીવારની તકલીફોઅને દુઃખથી નજરો નજર  વાકેફ  થયેલા. આ બધું જોયા પછી તેમના જીવનમાં એક નવી ચેતના અને નવી દિશા પ્રાપ્ત થઈ અને એ હતી અંગદાન મેળવવાની પ્રવૃત્તિવર્ષ -૨૦૦૫ થી તેમણે સુરત શહેરમાં અંગદાન અંગે ઝુંબેશ ઉપાડી.

- Advertisement -

એ સમયે લોકોમાં અંગદાન અંગેની જાગૃતિનો અભાવ હતો. જયારે તેઓ ને ખબર પડે કે કોઈ હોસ્પિટલમાં બ્રેન ડેડ  વ્યક્તિ સારવાર હેઠળ છે.. તુરંત પોતાનો બીઝનેસ છોડી તે દર્દીના સ્વજનોનોને મળવા હોસ્પિટલમાંપહોંચી જતા અને બે હાથ જોડી સમજણ આપવાનો પ્રયાસ કરતા પણ તેઓને વ્યાપક નિરાશા મળતી કેટલીકવાર અસભ્ય વર્તન, અપમાન, અપશબ્દો સાંભળવાં સહન કરવા પડતા અને ક્યારેક ધક્કે ચડવાનો વારો પણ આવતો. પણ ઉદ્યોગ સાહસિક એવા નિલેશભાઈહિંમત હાર્યા વગર ICU ની બહાર, હોસ્પિટલ ના પેસેજમાં ઉભા રહીને સ્વજનના પરીવારજનોને તેમના વહાલા સ્વજનના અંગદાન કરવા માટે સમજાવવવાનો પ્રયાસ જારી રાખતા.

વર્ષ ૨૦૦૫થી અંગદાનની જનજાગૃતિ માટે  વન મેન આર્મી ની જેમ કાર્ય કરતા રહ્યા. નિલેશભાઈએ વર્ષ ૨૦૧૪ માં શહેરના નામાંકિત મહાનુંભાવો તથા સ્વયંસેવકોના સહયોગથી “ડોનેટ લાઈફ “નામનીસંસ્થા ની સ્થાપના કરી.ડોનેટ લાઈફ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. તેનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાન ની જાગૃતિ લાવવાનો અને  બ્રેઇનડેડ વ્યક્તિના પરીવાર જનો ને સમજાવી અગદાન માટે તૈયાર કરાવીકિડની,લીવર, સ્વાદુપિંડ, હૃદય અને ફેફસા ના  રોગોથી પીડાતી વ્યક્તિઓમાં દાનમાં મેળવેલ અંગો પ્રત્યારોપણ કરાવડાવી તેમને સ્વસ્થ્ય અને નવજીવન બક્ષવાનો મુખ્યહેતું. બીજા દેશો ની સરખામણી એ આપણા દેશમાં  ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ ખુબજ ઓછી  તેના કારણોમાં  અજ્ઞાનતા , જાગૃતિ નો અભાવ ધાર્મિક  ગેર માન્યતાઓએ અને બીજું ઘણું બધું કારણભૂત હતું.

અંગદાન માટે સમાજ ને ચેતન વંતો કરવા ડોનેટ લાઈફ  સંસ્થા દ્વારા સમાજમાં અંગદાનની જનજાગૃતિ માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા અને ધીમે ધીમે સફળતા તરફ  આગળ વધ્યા.

શહેરમાં વિવિધ સેમિનારો , પ્રદર્શનો, વોકાથોન, પતંગોત્સવ, રેડિયો વાર્તાલાપ,ટેલીવીઝન તેમજ ડીઝીટલ મીડિયા સોશિયલ મીડિયા વગેરેનો ભરપૂર ઉપયોગ કરીનેપાંચ કરોડ થી વધુ લોકો સુધી પહોંચવામાં સફળતા મેળવી અને અંગદાન-જીવનદાનનું મહત્વ સમજાવ્યું. આજે પણ દુનિયા ભરના પાંચ કરોડ લોકો સંસ્થા ની ગતિવિધિ ના ફોલોઅર્સ છે.

બાકી હતું તે આ સંસ્થાએ સ્મશાન ભૂમિમાં પણ જઈને અંગદાન અંગેની જનજાગૃતિ નો કાર્યક્રમ કર્યા હતા. આખરે સફળતા મળવા લાગી. લોકસભા સેક્રેટરીએટ ઓફિસર  અને સ્ટાફ માટે ઓનલાઈન વર્કશોપ દ્વારા અંગદાન નું મહત્વ ની સમજણ  પણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ નું  આયોજન પાર્લામેન્ટ  રિચર્સ ટ્રેનિંગ ફોર ડેમોક્રેસી (પ્રાઇડ) લોકસભાના સેક્રેટરીએટ દ્વારા કરવામા આવ્યું હતું.

આ બધા ભરપૂર પ્રયાસો બાદ આજે એ સ્થિતિ આવી કે દક્ષિણ ગુજરાતમાં કોઈપણ હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય તો તેની જાણ ડોકટરો,  દર્દીના પરિવારજનો સૌપ્રથમ સુરતના નિલેશભાઈને કરે છે એ હદે આજે પરિસ્થિતિ બદલાઈગઈ.

જ્યારેસોળ વર્ષ પહેલા એજ નિલેશભાઈને લોકોતરફથી નિરાશા,અપમાન, કેટલાક તો ગાળો પણ દેતા હવે સમય બદલાયો તેઓને સામેથી આવકાર મળે છે એ પણ તેઓ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અને તેમની કૃપા માને છે. તેઓની સોળ વર્ષની તપસ્યા એમના એક જ  દિશાના પ્રયત્નો એ લોક માનસમાં આંગદાન અંગે જાગૃતિ લાવી દીધી.

બ્રેઇનડેડ દર્દી ના પરીવાર નો સહયોગ અને સગાઓની સહમતી મળ્યા બાદ અંગપ્રાપ્તી તથા ત્યારબાદની પ્રક્રિયા પૂર્ણ કરવા ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા SOTTO નો સંપર્ક  કરવામાં આવે છે.ડોનેટ લાઈફ અંગદાતા તથા SOTTO, ROTTO અને NOTTO  વચ્ચે એક માધ્યમ નું કાર્ય કરે છે.

હૃદય, ફેફસા,  કિડની, લીવર,સ્વાદુપિંડ જેવામહત્વના અંગો સમયસર એક શહેરમાંથી બીજા શહેરમાંકે બીજા રાજ્યમાં પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ અને રાજ્યભરના વિવિધશહેરો અને ગ્રામ્ય પોલીસ તેમજ સુરત  એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનનું કાર્ય પણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

અંગદાન બાદમેડીકોલીગલ કેસમા ડોનેટ લાઈફની અંગદાતાનો પોલીસ પંચકેસ તથા પોસ્ટમોર્ટમ કરાવવામાં પણ મહત્વની ભૂમિકારહી છે. વળી અંગદાતાના પાર્થિવ શરીરનું પુરા સન્માન સાથે એના ઘર, ગામ કે શહેર સુધી પહોચાડવાની યોગ્ય વ્યવસ્થામાં પણ તેઓ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય પરીવારમાંથી આવતા બ્રેઇનડેડ વ્યક્તિઓ બાળકોના શિક્ષણની જવાબદારી પણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા  ઉપાડવામાં આવી રહી છે.

ગુજરાતમાં જે કેડેવરિક કિડની, લીવરઅને સ્વાદુપિંડ ના દાન થાય છે તેમાંથી ૫૦%, હૃદય ના દાનના ૭૩% અને ફેફસાના દાનના ૮૩% દાન કરાવવાનું શ્રેય ડોનેટ લાઈફ સંસ્થા ને જાય છે, ગુજરાતમાં સૌપ્રથમ વખત હાડકાઓનું દાન કરાવવાનું શ્રેય પણ ડોનેટ લાઈફને ફાળે જાય છે.

ડોનેટ લાઈફ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ  વખત આંતરસિટી કેડરિક કિડની, આંતરરાજ્ય લીવર, હ્રદય અને ફેફસાનું દાન કરાવીને તેનું ટ્રાન્સપ્લાન્ટ દેશના વિવિધ શહેરો જેવાકે દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, બેંગ્લોર,કોલકત્તા,હૈદરાબાદ, ઇન્દોરઅનેઅમદાવાદમાં કરાવવામાં સફળતા મેળવી છે.

સપ્ટેમ્બર ૨૦૧૭ માં ડોનેટ લાઈફ દ્વારા ૧૪ મહિનાના બ્રેઇનડેડ બાળકના કિડની અને હદયનું દાન કરાવડાવ્યું હતું.  તે હદયનું  ટ્રાન્સપ્લાન્ટ સાડા ત્રણ વર્ષ ની દિકરીમાં મુંબઈની  હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.નાની ઉમરના બાળકના અંગદાન અને સૌથી નાની ઉમરની બાળકી માં હદય ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી. આ ઘટના દેશમાં સૌથી વધુ ચર્ચા માં આવી હતી.

ડિસેમ્બર ૨૦૨૦માં ડોનેટ લાઈફ દ્વારા સુરતમાંથી જશ સંજીવ ઓઝા નામનાઅઢી વર્ષ બાળકના અંગો નું દાન કરાવવામાં આવ્યું હતું.દેશમાં સૌથી નાની ઉમરના બાળકનામલ્ટિપલ ઓર્ગન્સ જેવા કે હદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનની આ સૌપ્રથમ ઘટનાએ પણ દેશ ભરમાં ભારે લાગણી મેળવી  હતી.

સપ્ટેમ્બર ૨૦૨૧માં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે બે ૧૮ વર્ષીય મિત્રોના કિડની, લિવર, ફેફસાં અને ચક્ષુઓ મળી કુલ ૧૩ અંગો અને ટીસ્યુંઓનું દાન કરવવામાં આવ્યું હતું. જેને કારણે ૧૨ વ્યક્તિઓને નવુંજીવન અને દ્રષ્ટિ મળી હતી.જે ગુજરાતનીસૌપ્રથમઘટના હતી.

ગુજરાતમાંથી ઓગણપચાસ જેટલા હદયના અને ચોવીસ ફેફસાના દાન મેળવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી  રાષ્ટ્રીય  અને આંતરરાષ્ટ્રીય  ક્ષેત્રે અંગદાનમાં મહત્વનું  સ્થાન મેળવ્યુ છે.સુરતથી દાનમાં મેળવવામાં આવેલા છત્રીસ હદય  અને વીસ  ફેફસા  દેશના  જુદા જુદા શહેરો જેવાકે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કોલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદઉપરાંત અંગદાન ક્ષેત્રેમાં સુરતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સૂરતથી દાનમાં મેળવવામાં આવેલા  હદયનું  ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન,યુએઇઅને રશિયાના નાગરિકો અને ફેફસાનું દાન યુક્રેનના નાગરીકમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પિટલમાં  ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમની તસ્વીર વાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી દરેક અંગદાન કરનાર વ્યક્તિ ને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆતકરવામાં આવી છે.

મહામહિમ રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી દ્વારા સાર્વજનિકમંચ ઉપરથી નિલેશભાઈ અને તેમની સંસ્થા ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે” નિલેશભાઈ આપ આગળ વધો, કેવળ ગુજરાતજનહીં……પરંતુ સમગ્ર દેશ તમારી સાથે છે.”

હાલના વડાપ્રધાન અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએકેડેવર અંગદાન દ્વારા ઓર્ગનની નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટેના નિલેશભાઈના ઉમદા કાર્ય માટે પ્રસંશાપત્ર લખ્યો હતો અને આશીર્વાદ આપ્યા  હતા.

તે વખતના ગુજરાતના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાર્વજનિક મંચ પરથી તેમની ભારોભાર પ્રસંશા કરતા જણાવ્યુ હતુ કે“લોકોને જીવનદાન મળે એ માટે તમે ખૂબ સુંદર કાર્ય કરો છો, તેને કારણે ગુજરાતની ગરીમા  અને પ્રતિષ્ઠા વધી છે”.

અંગદાનના કાર્યોમાં તેમણે આપેલ યોગદાનની નોંધ ગુજરાત સરકાર દ્વારા લઇ ઓર્ગન અનેટીસ્યુંપ્રત્યારોપણ માટેની રાજ્ય સલાહકાર સિમિતના સભ્ય તરીકે તેમની નિમણુંક કરી છે.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું રહ્યું હતું, ત્યારે ડોનેટ લાઈફ સુરત દ્વારા છેલ્લા એક વર્ષમાં ૪૬ કિડની, ૨૬ લિવર, ૧૦ હદય , ૧૬ ફેફસા , ૧ પેન્ક્રીયાસ અને ૪૪ ચક્ષુદાન સહીત ૧૪૩ અંગો અનેટીસ્યુઓના દાન મેળવી દેશ અને વિદેશના ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપવામાં સફળતામેળવી છે.

અંગદાન ની પ્રગતિ માં સુરત  શહેર  અને ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે એક અલગ ઓળખ અપાવનાર  સુરત શહેર અને ગુજરાતનું ગૌરવ નીલેશ માંડલેવાલાએ ડોનેટ લાઈફના માઘ્યમથી અંગદાન-જીવનદાનની જનજાગૃતિની અલખ જગાવીને  કાર્યરત રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અંગદાનની વિગતો જોઈએ તો ૪૦૬ કિડની, ૧૭૧ લિવર, ૮ પેન્ક્રીયાસ,૩૬ હદય , ૨૦ ફેફસાં અને ૩૦૮ ચક્ષુદાન કુલ ૯૪૯અંગો અને ટીસ્યુઓનું દાન મેળવી દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશના મળી કુલ ૮૭૦ વ્યક્તિઓને નવજીવન અને નવી જીંદગી આપવામાં સફળતા મેળવી છે.

દેશમાં દરવર્ષે પાંચ લાખ થી વધુ દર્દીઓ ઓર્ગનન મળવાને કારણે મૃત્યુ પામે છે ત્યારે આવા દર્દીઓની સહાયતા કરવાતથાતેઓમાં આશાનું કિરણ પ્રગટાવવા તેમજ નવજીવન આપવાના આશયથી ઓર્ગનમેન તરીકે જાણીતાથયેલા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા પોતાનું જીવન આ ઉમદા કાર્યમાટે છેલ્લા સોળ વર્ષથી સમર્પિત કર્યું છે.  આવો તેઓને એક સલામ કરીએ.

You Might Also Like

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

સુરતમાં નકલી ડિમોલિશન!

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં રાજકોટ એઈમ્સ હોસ્પિટલની કામગીરી અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરાઈ
Next Article રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના ૨૮૪૯ કર્મચારીઓને બોનસ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સુરત

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરત

સુરતમાં નકલી ડિમોલિશન!

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?