રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના ૨૮૪૯ કર્મચારીઓને બોનસ અપાશે : કમિશનર અમિત અરોરા દ્વારા હુકમ
રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના ૨૮૪૯ કર્મચારીઓને હિસાબી વર્ષ:૨૦૨૦-૨૦૨૧ માટે બોનસ આપવામાં આવશે. બોનસ ચુકવણી માટે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ હુકમ કરી દેતા કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
- Advertisement -
આ હુકમને પગલે રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓનાં વર્ગ-૪ના કુલ ૨૮૪૯ જેટલા કર્મચારીઓને રૂ.3500ની મહત્તમ મર્યાદામાં બોનસ મળવાપાત્ર થશે. આ કર્મચારીઓમાં ૨૧૨૦ જેટલા સફાઈ કર્મચારીઓ પણ સામેલ છે.



