8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની વરણી: જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણો પર ભાર
રાજકોટ ભાજપમાં મહેનતની કદર: ભલામણ કે વગ નહીં, પણ પાયાના કાર્યકર્તાઓને મળ્યું સંગઠનમાં સ્થાન
- Advertisement -
વર્ષોથી રાત-દિવસ પક્ષ માટે પરસેવો પાડનારા સાચા અને મહેનતુ કાર્યકર્તાઓ પર ભરોસો મૂકીને સૌને ચોંકાવી દીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેર ભાજપે પોતાનું નવું સંગઠન માળખું જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. શહેર પ્રમુખ ડો. માધવ દવે દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી ટીમમાં મોટા પાયે ‘નો-રિપીટ’ થિયરી અમલી બનાવી જૂના ચહેરાઓને સ્થાને નવા લોહીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા નવા સંગઠન માળખામાં એક મોટો અને હકારાત્મક ફેરફાર જોવા મળ્યો છે. પક્ષે આ વખતે કોઈ પણ પ્રકારની ભલામણ કે મોટા નામોના પ્રભાવમાં આવ્યા વગર, વર્ષોથી રાત-દિવસ પક્ષ માટે પરસેવો પાડનારા સાચા અને મહેનતુ કાર્યકર્તાઓ પર ભરોસો મૂકીને સૌને ચોંકાવી દીધા છે. શહેર પ્રમુખ ડો. માધવ દવેની આગેવાનીમાં જાહેર થયેલી આ ટીમમાં યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપીને પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભાજપમાં સ્થાન મેળવવા માટે હવે ભલામણ નહીં પણ મહેનત અને શિસ્ત અનિવાર્ય છે. શ્રમિકો અને પાયાના કાર્યકર્તાઓનું સન્માન જળવાય તે માટે પક્ષે આ વખતે જ્ઞાતિગત અને સેવાના સમીકરણોનું સચોટ મિશ્રણ કર્યું છે.આગામી એપ્રિલ-મે 2026માં યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, શહેર પ્રમુખ ડો. માધવ દવે દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી ટીમમાં પક્ષે નવા અને ઉત્સાહી કાર્યકરોને તક આપી સંગઠનમાં નવો પ્રાણ ફૂક્યો છે.
- Advertisement -
ખાસ કરીને મહામંત્રી પદે વલ્લભભાઈ દુધાત્રા, લલિત વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરીને પાટીદાર, ક્ષત્રિય અને ઘઇઈ સમાજ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ થયો છે.



