અયોધ્યા ચોક પાસેના કલ્યાણમ્ પાર્ટી પ્લોટમાં રાસોત્સવ યોજાશે
સુપ્રસિધ્ધ ગાયક કલાકારો સંગીતના સૂર પર ખેલૈયાઓને ગરબા રમાડશે
- Advertisement -
પ્રિન્સ-પ્રિન્સેસ વિજેતાઓને કાર અને સ્કૂટર સહિતના ઇનામો અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રથમવાર રીધમ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ રાસોત્સવ 22 સપ્ટેમ્બરથી રાત્રે 8 વાગ્યાથી અયોધ્યા ચોક પાસેના કલ્યાણમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ ગ્રાઉન્ડમાં એક સાથે 3500 ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકાર સલીમ મીર, અશરફ મીર અને આરતી ચૌહાણ સંગીતના શૂર રેલાવશે. તેમજ એન્કર તરીકે ચાંદની ગજ્જર સેવા આપશે. એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવી છે. આ ગ્રાઉન્ડમાં એન્ટ્રી માટે એક ગેટ અને એક્ઝીટ માટે 3 ગેટ રાખવામાં આવ્યા છે. દરેક ખેલૈયાઓની સલામતી અને યોગ્ય વ્યવસ્થા માટે બાઉન્સરની ટીમ તૈનાત કરવામાં આવી છે. ગ્રાઉન્ડમાં ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ મેડિકલ ફેસીલીટી અને એક ડોકટર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. 21થી વધુ સીસીટીવી કેમેરા સમગ્ર ગ્રાઉન્ડ પર બાજ નજર રાખશે. ગ્રાઉન્ડ પર કાફેટએરીયાની સુવિધા ઉભી કરવામાં આવી છે. ખાસ આ રાસોત્સવમાં પ્રથમ વિજેતા ખેલૈયાને કાર અને સ્કૂટર સહિતના ઇનામો આપવામાં આવશે. નવે નવ દિવસ રાસોત્સવમાં શહેરના અલગ અલગ સામાજીક આગેવાનો અને રાજકીય આગેવાનો હાજરી આપશે. આ નવરાત્રી મહોત્સવના પ્રમુખ પ્રદિપસિંહ વાળા આયોજક ઋષિરાજસિંહ જાડેજા, વિશ્વજિતસિંહ બસીયા અને રવિભાઇ ચાવડા સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સિઝન પાસની કિંમત બોયઝ માટે 1999, ગર્લ્સ માટે 1499 અને બાળકો માટે 999 રહેશે. આ પાસ મેળવવા માટે અયોધ્યા ચોક પાસે કલ્યાણમ પાર્ટી પ્લોટની ઓફિસમાં તેમજ મોબાઇલ નંબર 9724425077 પર સંપર્ક કરવો.



