નાનામવા સર્કલ પાસે રાધે ગ્રાઉન્ડમાં ભવ્ય રાસોત્સવ, નામી કલાકારો તાલ અને સુર સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે : પાસ વિતરણ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીને વધાવવા દર વર્ષની જેમાં આ વર્ષે પણ શ્રી ક્ષૌરકર્મ વાળંદ સેવા સમાજ સમિતિ દ્વારા વેલકમ નવરાત્રી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારેના નામવા સર્કલ પાસે રાધે ગ્રાઉન્ડ(મસાલા માર્કેટ ગ્રાઉન્ડ)માં ભવ્ય રાસોત્સવ યોજાશે. જેમાં નામી કલાકારોના તાલ અને સુર સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે. જેના પાસનું વિતરણ શરૂ કરી દેવાયું છે. શ્રી ક્ષૌરકર્મ વાળંદ સેવા સમાજ સમિતિ, રાજકોટ દ્વારા તા.19/09/2025ને શુક્રવાર, સાંજે 6 વાગ્યાથી રાધે ગ્રાઉન્ડ, નાનામવા સર્કલ પાસે, મસાલા ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે વન-ડે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના માટેના પાસ વિતરણ સોમવારથી ચાલુ કરવામાં આવેલ છે. જેથી વાળંદ સમાજના દરેક ભાઈઓ – બહેનોએ પોતાના વોર્ડ મુજબ જે -તે વોર્ડનાં સમાજ સમિતિ સભ્ય પાસેથી પોતાનો પાસ મેળવી લેવા જણાવાયું છે. પાસ લેતી વખતે આધારકાર્ડ લાવવું ફરજીયાત છે.
આ ઉપરાંત વધુ માહિતી માટે શ્રી ક્ષૌરકર્મ વાળંદ સેવા સમાજ સમિતિના પ્રમુખ ગીરધરભાઈ બગથરીયા (મો.81419 10334), મંત્રી ભરતભાઈ ધોળકિયા, મો. (મો.98258 28336), ખજાનચી લલીતભાઈ પરમાર (મો.9825239134) અને સહમંત્રી બળદેવભાઈ સોલંકી (મો.94282 98301)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમ આયોજન માટે સમાજના વડીલોઓ વાળંદ સેવા સમાજ પ્રમુખ દેવુભાઈ વાજા, કર્મચારી મંડળ પ્રમુખ રમેશભાઈ સુરાણી વગેરેનું માર્ગદર્શન મળી રહ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા સર્વે યુવા આગેવાન ચિરાગભાઈ પોપટાણી, પ્રકાશભાઈ પરમાર, રાજુભાઈ દુદકીયા, કમલેશભાઈ અમરેલીયા, મહેશભાઈ ઝાલા, મુકેશભાઈ શીશાંગીયા, જયેશભાઈ ગોહેલ, યોગેશભાઈ ગોહેલ, ગીરીશભાઈ ગોહેલ, જીજ્ઞેશભાઈ રાવરાણી, જીજ્ઞેશભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ ગોહેલ, જયંતીભાઈ ભટ્ટી, અરુણભાઈ વિઠ્ઠલાપરા, દિનેશભાઈ ભાયાણી, કાળુભાઈ ગોહેલ, અંકુરભાઈ લખતરીયા, રવિભાઈ લખતરીયા, રાકેશભાઈ શીશાંગીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.



