સરદાર પટેલ તથા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જંગી લીડ સાથે ભવ્ય વિજય મેળવતાં તાલાલા શહેર તથા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઈટાલીયા ની ગરીમાપૂર્ણ ભવ્ય જીતની ઉજવણી કરવા તાલાલા શહેરમાં આતશબાજી સાથે રેલી નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો ઉપર પરીભ્રમણ કર્યું હતું.ગુંદરણ ચોકમાં આવેલ સરદાર પટેલ સાહેબ તથા શાક માર્કેટ ચોકમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ભવ્ય વિજયને વધાવ્યો હતો.રેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતાં.



