ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં ગઈકાલે મેઘ તાંડવ સર્જાયો હતો. જેમાં છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની શ-20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં દૃશ્યો સામે આવ્યાં હતા.
જેમાં પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી છે, જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ છેલ્લા 24 કલાકથી કરવામાં આવી રહી છે. જે દરમિયાન સવારના 6 વાગ્યાથી પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન તેમની કાર 500 મીટર દૂર કાદવમાં ખૂંપેલી મળી આવી હતી જેની પાછળની સીટ પર કિશનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા છે.



