ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
કેસની હકીકત જોઈએ તો 25, કરણપરા કોર્નર, ગીરીરાજ કોમ્પલેક્ષમાં યમુનાજી એન્ટરપ્રાઈઝ ભાગીદારી પેઢીના ભાગીદાર અજય મનસુખલાલ ગઢીયાએ વાવડી ખાતે આવેલા નિજાનંદ પાઈપ્સ એન્ડ ફિટીંગ્સ પ્રા.લિ. તથા તેના આઠ ડાયરેકટરો વિરુદ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરિયાદ દાખલ કરેલી કે ફરિયાદી ભાગીદારી પેઢી રિલાયન્સ કંપનીના પ્લાસ્ટિકના દાણાના ડી.સી. એજન્ટ તરીકે કામ કરતાં હોવાનું આરોપી નિજાનંદ પાઈપ્સ એન્ડ ફિટીંગ્સ પ્રા.લિ. સાથે જરૂરિયાત મુજબ પ્લાસ્ટિકના દાણા ઉધારમાં રિલાયન્સમાંથી સીધી ડીલવરી કરાવી તે માલનું પેમેન્ટ રૂા. 74,17,807/- અદા કરવા આપેલ ચેક રિટર્ન થતાં ફરિયાદ કરવામાં આવેલી હતી.
રૂા. 18,94,18,523/-નું પી.વી.સી. રેજિન રિલાયન્સ પાસેથી ખરીદી તેની સામે રૂા. 18,73,62,534/-નું પેમેન્ટ કરતાં માલ પેટેનું બાકી લેણું રૂા. 20,55,980/- હોવા છતાં તેમાં રૂા. 44,07,890/ લેટ પેમેન્ટ વ્યાજના તથા રૂા. 9,53,937/ ડેબીટ નોટના મળી રકમ રૂા. 53,61,827/- ને માલની રકમ રૂા. 20,55,980/-માં ઉમેરી કુલ રકમ રૂા. 74,17,807/-નો ચેક ભરી તે રકમને માલ પેટેની રકમ ગણાવી ચેક રિટર્ન કરાવી આરોપી નિજાનંદ પાઈપ્સ એન્ડ ફિટીંગ્સ પ્રા.લિ. તથા તેના આઠ ડાયરેકટરો સામે ચેક રિટર્નની ફરિયાદ કરનાર રિલાયન્સના ડી.સી.એજન્ટ યમુનાજી એન્ટરપ્રાઈઝ પેઢીના ભાગીદાર અજય મનસુખભાઈ ગઢીયાને કાનુની લપડાક, પોણા કરોડના મોટા ચેક રિટર્ન કેસમાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ રાજકોટના એડી. ચીફ. જ્યુડી. મેજિ.એ ફરમાવતા ચેકમાં ખોટી રકમો ભરનારાઓ માટે લાલબત્તી સમાન ચૂકાદાથી કોર્ટ પરિસરમાં ચર્ચાનો વિષય બની ગયેલો હતો.
- Advertisement -
ઉપરોક્ત કેસ ચાલી જતાં આરોપી તરફે એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અને ફરિયાદપક્ષ પોતાનો કેસ પુરવાર કરી શકેલ ન હોય જ્યારે આરોપીઓએ ફરિયાદપક્ષના પુરાવાઓનું મજબૂત પુરાવાથી ખંડન કરવામાં સફળ રહેલ હોય, નામદાર હાઈકોર્ટો તથા સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ સાથે લંબાણપૂર્વકની રજૂઆતો કરી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા દલીલો કરવામાં આવેલી હતી.
બંને પક્ષોની રજૂઆતો, રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો તથા સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચૂકાદાઓની હકીકતો લક્ષે લેતાં તકરારી ચેક આરોપીએ કાયદેસરના દેવા પેટે આપેલા ન હોવા સંબંધેનો માનવાલાયક અને પ્રતિજન્ય પુરાવો રેકર્ડ ઉપર લાવવાની જવાબદારી આરોપી ઉપર હોય ત્યારે આરોપી ઉલટતપાસ દરમિયાન લેટ પેમેન્ટ તથા વ્યાજની રકમ મળી માલની લેણી રકમ ઉમેરતા ચેકવાળી રકમ થતી હોવાનું રેકર્ડ પર લાવી વટવખત અધિનિયમની કલમ 139ના અનુમાનનું ખંડન કરેલું છે. આરોપીએ ફરિયાદી પાસેથી માલ ઉધારમાં ખરીદ કરેલો અને તે પેટેના હિસાબ મુજબની બાકી રહેતી લેણી રકમ પેટે વાદગ્રસ્ત ચેક આરોપીઓ આપેલાની હકીકતો પુરવાર કરી શકેલ નથી, ફરિયાદી આરોપીઓ વિરુદ્ધનો કેસ નિ:શંકપણે પુરવાર કરી શકેલા નથી ત્યારે આવા સંજોગોમાં આરોપીઓને તકસીરવાન ઠરાવી શકાય નહીં તેમ માની આરોપીઓ નિજાનંદ પાઈપ્સ એન્ડ ફિટીંગ્સ પ્રા.લિ. નિરવ ઈશ્ર્વરભાઈ નોંધણવદરાનાઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામના આરોપી નિજાનંદ પાઈપ્સ ફિટીંગ્સ પ્રા.લિ.ના ડાયરેકટર નિરવ ઈશ્ર્વરભાઈ નોંધણવદરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.



